For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video : US એરપોર્ટ પર તપાસ માટે PAK પીએમના કપડા ઉતારાવ્યા

પાકિસ્તાનના વડાપ્રધાન અમેરિકામાં એક પર્સનલ પ્રવાસ પર હતા. ત્યારે તેમનું પણ એરપોર્ટ પર થયું સામાન્ય નાગરિકોની જેમ ચેકિંગ. ત્યારે આ વાતનો વીડિયો વાયરલ થતા પાક મિડિયાએ રોષ વ્યક્ત કર્યો છે. જુઓ આ વીડિયો

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી હાલ અમેરિકા પ્રવાસ પર ગયા હતા. આ દરમિયાન જોન એફ કેનેડી એરપોર્ટ પર તેમને કડક સુરક્ષા વ્યવસ્થામાંથી પસાર થવું પડ્યું હતું. પાકિસ્તાનના વડાપ્રધાને સામાન્ય લોકોની જેમ કપડા, બ્લેટ ઉતારી ચેકિંગ કરાવતા નજરે પડ્યા હતા. આવું ત્યારે થયું જ્યારે ડોનાલ્ડ ટ્રંપ સરકાર પાકિસ્તાન પર વીઝા બેન કરવા વિચાર કરી રહી છે. કહેવામાં તો એ પણ આવી રહ્યું છે કે પાકિસ્તાન સરકારના અધિકારીઓ પર પણ પ્રતિબંધ લાગી શકે છે. આ વાત ગત સપ્તાહની છે. પીએમ અબ્બાસી પોતાની બિમારી બેનને મળવા એક પર્સનલ પ્રવાસ માટે અમેરિકા ગયા હતા.

pakistan

તે દરમિયાન જ આ તમામ વાત થઇ છે. જો કે ભલે આ પ્રવાસ તેમના પર્સનલ પ્રવાસ હોય પણ આ પ્રવાસ દરમિયાન તે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સથી પણ મળ્યા હતા. પાકિસ્તાનના વડાપ્રધાનના આ રીતના ચેકિંગથી પાકિસ્તાની મીડિયા ગુસ્સે ભરાયું છે. પાક મીડિયાએ તો તેને પાકિસ્તાનનું અપમાન ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બધુ ત્યારે પણ થઇ રહ્યું છે જ્યારે અમેરિકા સાત પાકિસ્તાની કંપનીઓના પરમાણુ વેપારને બેન કરી ચૂકી છે. આ પહેલા પણ અનેક પાકિસ્તાની સેલેબ્રિટીઓએ પણ જણાવ્યું છે કે પાકિસ્તાની હોવાના કારણે તેમની સાથે એરપોર્ટ પર સઘન ચેકિંગ થાય છે. ત્યારે હવે આવી ઘટના ખુદ પાકિસ્તાનના વઝીરેઆઝમ સાથે પણ થઇ છેે.

English summary
Video Pakistan PM Shahid khaqan abbasi tight security check. Read more news on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X