For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: ઘરમાં જ છુપાઇને બેઠો હતો વિશ્વનો સૌથી ભયાનક સાપ

દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં એક મહિલાના ઘરમાંથી મળી આવ્યો બ્લેક આફ્રિકન મામ્બા સાપ. આ સાપ દુનિયાના સૌથી ભયાનક સાપની શ્રેણીમાં આવે છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં એક મહિલાના ઘરમાંથી દુનિયાનો સૌથી ભયાનક સાપ મળી આવ્યો હતો. આ સાપ માત્ર થોડી જ ક્ષણોમાં માનવીને મૃત્યુને ઘાટ ઉતારી શકે છે. આવો ભયાનક સાપ ઘરમાં છૂટથી ફરી રહ્યો છે, એ વાતની મહિલાને જાણકારી પણ નહોતી. સાપ ઘરમાં ટીવી ટ્રોલી નીચે છુપાયેલો હતો. આ સાપ છે, બ્લેક આફ્રિકન મામ્બા સાપ. તે વિશ્વના સૌથી ભયાનક સાપોની શ્રેણીમાં આવે છે.

black african mamba snake

આ સાપની મુખ્ય લક્ષણિકતા છે, તેની ઝડપ. આ સાપ 20થી 30 કિમી કલાકની ઝડપે પોતાના શિકારનો પીછો કરી શકે છે અને ખૂબ ઝેરીલો પણ હોય છે. આ સાપના ઝેરથી માણસ થોડી જ ક્ષણોમાં મૃત્યુ પામે છે.

મહિલાએ જ્યારે પોતાના ઘરમાં આ સાપ જોયો તો તે ડરી ગઇ અને તેણે સમજદારી વાપરતા તુરંત વન વિભાગને જાણ કરી. ત્યાર બાદ પ્રોફેશનલ સ્નેક હેન્ડલરની મદદથી આ સાપ પકડવામાં આવ્યો. આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો નેશનલ જિયોગ્રાફિક દ્વારા યૂટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ સાપને નિયંત્રણમાં લેવામાં પ્રોફેશનલ સ્નેક હેન્ડલરે પણ ખાસી મહેનત કરવી પડી હતી ઉપલબ્ધ જાણકારી અનુસાર, આ સાપ 8 ફુટ લાંબો હતો. તેને પકડ્યા બાદ જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

બ્લેક આફ્રિકન મામ્બા સાપને પકડવાનો આ વીડિયો 3 દિવસમાં જ 3,64,156 વાર જોવાઇ ચૂક્યો હતો. તમે પણ જુઓ આ વીડિયો અહીં...

English summary
Video uploaded by National Geographic, shows a black mamba, considered one of the deadliest snakes in the world, hiding underneath her television console.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X