For Quick Alerts
For Daily Alerts
Video: સૂતેલી પત્નીને ઊંઘમાંથી જગાડનાર તમામ પતિઓ ખાસ દેખો!
પતિ પત્ની વચ્ચે અનેક વાર તેવું થતું હોય છે કે બેમાંથી કોઇ એક ઊંઘતું હોય અને અચાનક જ બીજી વ્યક્તિ તેને ઝાટકા સાથે જગાડે તો એક નામકડું વિશ્વ યુદ્ધ ઘરમાં જ રમાઇ જતું હોય છે. અને લાંબા સમય સુધી તેના પ્રતિસાદ પણ સંભળાય છે. પણ આવું ખાલી મનુષ્યોના જીવનમાં નથી થતું પ્રાણી જગતમાં પણ બધાના હાલ કંઇક આવા જ છે. હાલ જ એક વાધ અને વાધણનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક વાધ મસ્ત શાંતિથી ચાલીને આવે છે અને સૂતેલી વાધણને અડપલું કરી જાય છે અને પછી જે થાય છે તે જોઇને તમે તમારું હાસ્ય નહીં રોકી શકો.
આ વીડિયો ડબલિન ઝૂમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 46 લાખ લોકો તેને જોઇ ચૂક્યા છે. 2016 પછી ટ્વિટર પર ફરી એક વાર આ વીડિયોને શેયર કરવામાં આવતા ફરી લોકો આ વીડિયોને મોટી સંખ્યામાં જોઇ રહ્યા છે. તો જુઓ આ વીફરાયેલી વાધણના વીડિયોને...