For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકવાદ સામેની લડતમાં ડોનાલ્ડ ટ્રંપે PM મોદીને ફરી આપ્યો ઝાટકો

આતંકવાદ સામે લડાઇના મામલે યુએસ ખુલ્લુ પડ્યુંહક્કાની નેટવર્ક સમાપ્ત કરવા માટે પાકિસ્તાન પર દબાણ, પરંતુ લશ્કર-એ-તોયબાનો ઉલ્લેખ નહીંઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

ગત અઠવાડિયે અમેરિકા કોંગ્રેસે આતંકવાદને નાથવા માટે પાકિસ્તાનને 70 કરોડ ડોલર આપવાની જાહેરાત કરી હતી. આ વચ્ચે જે આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમેરિકાએ પાકિસ્તાન પર દબાણ મૂક્યું છે, એ સંગઠનોમાં લશ્કર-એ-તોયબાનું નામ નથી. આ કારણે આતંકવાદ વિરુદ્ધ લડવાના મુદ્દે અમેરિકા ફરી એકવાર ખુલ્લુ પડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારત માટે આ કોઇ મોટા ઝાટકા સમાન છે. પાકિસ્તાની સમાચાર પત્ર ડૉનના અહેવાલો અનુસાર, યુએસ કોંગ્રેસે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે હક્કાની નેટવર્કનું નામ આપ્યું છે. લશ્કર-એ-તોયબા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી તો દૂર અમેરિકાએ આ અંગે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. હક્કાની નેટવર્કે અફઘાનિસ્તાનમાં યુદ્ધ છેડ્યું છે, જ્યાં અમેરિકા 16 વર્ષથી લડી રહ્યું છે. લશ્કર-એ-તોયબાએ ઘણા વર્ષોથી ભારત વિરુદ્ધ યુદ્ધ છેડ્યું છે.

narendra modi trump

જમ્મુ-કાશ્મીરમાં અરાજકતા અને અસ્થિરતા ફેલાવવા માટે લશ્કર-એ-તોયબા સતત આતંકીઓ મોકલે છે. વર્ષ 2008માં લશ્કર-એ-તોયબાએ 170 નિર્દોષ લોકોને માર્યા હતા. અનેક વર્ષોથી ભારત માટે મુસીબત રૂપ બનેલ લશ્કર-એ-તોયબા સામે કાર્યવાહી કરવા માટે પાકિસ્તાન પર દબાણ ન કરવું એ અમેરિકા તરફથી ભારતને મળેલ ઝાટકો છે. ભારત વૈશ્વિક મંચ પર અનેકવાર આતંકવાદ વિરુદ્ધ લડવા માટે લશ્કર-એ-તોયબા અને અન્ય આતંકવાદી સંગઠનો સામે લડવા માટે એકજૂટ થવાની વાત કરી ચૂક્યું છે. દિલ્હી સરકાર સતત 'લશ્કર' અને 'જેશ' જેવા પાકિસ્તાન આધારિત આતંકી સંગઠનોનો સમાવેશ ગ્લોબલ ટેરરમાં કરવામાં આવે એ માટે પ્રયત્નો કરી રહી છે. ડૉનના અહેવાલ અનુસાર, યુએસ કોંગ્રેસ દ્વારા હક્કાની નેટવર્ક સામે કાર્યવાહી કરવા માટે 70 કરોડ ડોલરમાંથી 35 કરોડ ડોલર આપવાની વાત કહેવામાં આવી છે. યુએસ કોંગ્રેસના બિલ અનુસાર, જો પાકિસ્તાન હક્કાની નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહે તો અન્ય 35 કરોડ ડોલર આપવામાં નહી આવે. આતંકવાદ સામે લડવા માટે હક્કાની નેટવર્કને સમાપ્ત કરવું, પરંતુ લશ્કર-એ-તોયબા વિરુદ્ધ કાર્યવાહી ન કરવી એ ગુડ ટેરરિઝમ અને બેડ ટેરરિઝમ દર્શાવે છે.

English summary
War on Terror: US Congress wants Pakistan to act against Haqqani Networks, but does not include LeT in the list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X