For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: UAEના પ્રિન્સે શેર કર્યો મોદી વિઝિટનો એવો વીડિયો કે પાકિસ્તાનને લાગશે મરચા

યુએઈમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયને મોદિી સાથેની મુલાકાતનો એક શાનદાર વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

થોડા દિવસો અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના પ્રવાસ પર હતા અને અહીં તેમણે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયન સાથે ખાસ મુલાકાત કરી. નાહયન જે યુએઈની સેનાઓના સુપ્રીમ કમાંડર પણ છે તેમણે હવે આ મુલાકાતનો એક શાનદાર વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ વીડિયોને ઘણી વાર શેર કરવામાં આવી ચૂક્યો છે અને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચૂક્યા છે. પીએમ મોદીને 24 ઓગસ્ટના રોજ યુએઈના સર્વોચ્ચ નાગરિક સમ્માન ઑર્ડર ઑફ ઝાયદથી પણ નવાઝવામાં આવ્યા છે.

બે મિનિટથી વધુનો વીડિયો

વીડિયો બે મિનિટથી વધુ સમયનો છે અને આને રવિવારે પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે કેવી રીતે શનિવારે અબુ ધાબીના પ્રિન્સે પ્રેસિડેન્સીયલ પેલેસમાં પીએમ મોદીનુ સ્વાગત કર્યુ અને કેવી રીતે સેનાઓ તરફથી ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યુ. આ ઉપરાંત વીડિયોમાં પીએમ મોદીને ઑર્ડર ઑફ ઝાયદથી સમ્માનિત કરતા પણ બતાવવામાં આવ્યા છે. વીડિયોને અત્યાર સુધી લગભગ એક લાખ લોકો જોઈ ચૂક્યા છે. પીએમ મોદીને આ સમ્માન ભારત અને યુએઈ વચ્ચે મૈત્રી સંબંધોને વધુ મજબૂત કરવા અને પરસ્પર સહયોગને મજબૂત કરવા માટે આપવામાં આવ્યુ છે.

જમ્મુ કાશ્મીર પર યુએઈ

જમ્મુ કાશ્મીર પર યુએઈ

ભારત સાથે જે વીડિયો અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે પોસ્ટ કર્યો છે તે બાદ પાકિસ્તાન અને તેના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને જરૂર તકલીફ થશે. પાંચ ઓગસ્ટના રોજ જ્યારે જમ્મુ કાશ્મીરથી સરકારે આર્ટિકલ 370ને હટાવવાનો નિર્ણય કર્યો તો તે સમયે યુએઈએ પાકિસ્તાનને ઝટકો આપીને ભારતના નિર્ણયનું સમર્થન કર્યુ હતુ. હવે પીએમ મોદીના આ શાનદાર સ્વાગતનો વીડિયો ખુદ પ્રિન્સ તરફથી પોસ્ટ કરવામાં આવ્યો છે. પીએમ મોદીને ઑર્ડર ઑફ ઝાયદ સમ્માનની મંજૂરી રાષ્ટ્રપતિ શેખ ખલીફ બિન ઝાયદ અલ નાહયને આપી હતી. આ યુએઈનું સર્વોચ્ચ નાગરિક સમ્માન છે જેને અત્યાર સુધી રાજાઓ, રાષ્ટ્રપતિઓ અને નેતાઓને આપવામાં આવી ચૂક્યુ છે.

આ પણ વાંચોઃ ભારતમાં પહેલી વાર ગુજરાતમાં ફેલાયો ‘કોંગો' વાયરસ, 2 મહિલાના મોત, 5ના જીવ જોખમમાંઆ પણ વાંચોઃ ભારતમાં પહેલી વાર ગુજરાતમાં ફેલાયો ‘કોંગો' વાયરસ, 2 મહિલાના મોત, 5ના જીવ જોખમમાં

યુએઈનું સર્વોચ્ચ સમ્માન

યુએઈનું સર્વોચ્ચ સમ્માન

પીએમ મોદીને આ પુરસ્કારથી સમ્માનિત કરાયા બાદ શેખ મોહમ્મદ બિન ઝાયદે કહ્યુ, ‘મોદીને આનાથી પુરસ્કૃત કરવા અમારી પ્રશંસાનું પ્રતીક છે, મૈત્રી અને સહયોદને પ્રોત્સાહન આપવામાં ભારતીય પ્રધાનમંત્રીની ભૂમિકા માટે મોહમ્મદ બિન ઝાયદે ભારતીય પ્રધાનમંત્રીને ઝાયદ પદકથી સમ્માનિત કર્યા. આ અવસરે તેમની ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધીની 150મી જયંતિના યાદમાં એક વિશેષ સ્મારક ટિકિટનુ વિમોચન કરવામાં આવ્યુ.'

મુસલમાન દેશ પણ છોડી રહ્યા છે પાકનો સાથ

મુસલમાન દેશ પણ છોડી રહ્યા છે પાકનો સાથ

યુએઈ બાદ 24 ઓગસ્ટના રોજ પીએમ મોદી બહેરીન માટે રવાના થયા હતા અને બહેરીનનો પ્રવાસ કરનાર તે ભારતના પહેલી પીએમ છે. પીએમ મોદીએ બહેરીનના પીએમ પ્રિન્સ શેખ ખલીફ બિન સલમાન અલ ખલીફા સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત બહેરીનના શેખ હમાદ બિન ઈસા અલ ખલીફા અને બીજા નેતાઓ સાથે પણ મુલાકાત કરી. પાકિસ્તાન કે જે પહેલા જ જમ્મુ કાશ્મીર મુદ્દે અળગુ પડી ચૂક્યુ છે તે હવે મુસલમાન દેશોમાં પણ તેની સાખ ઘટી રહી છે. 14 પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પહેલી વાર ઈસ્લામિક દેશોના સંગઠન, ઓઆઈસી સાથે જોડાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

English summary
Watch:Abu Dhabi Crown Prince Sheikh Mohamed bin Zayed Al Nahyan shares beautiful video on recent visit by PM Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X