• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાનની શાંતિનું 3-સૂત્રી ફોર્મ્યુલા શું છે, જેનું ભારતે રશિયા-ચીન સહિત 7 દેશને સૂચન કર્યું

અફઘાનિસ્તાનની શાંતિનું 3-સૂત્રી ફોર્મ્યુલા શું છે, જેનું ભારતે રશિયા-ચીન સહિત 7 દેશને સૂચન કર્યું
|
Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાનના બગડતા હાલાતોને ધ્યાનમાં રાખી જન્મેલી રાજનૈતિક સમસ્યાને શાંતિપૂર્વક ઉકેલવા માટે ભારતે દુનિયા સામે 3-સૂત્રી રોડમેપ રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે બે દશકા બાદ અમેરિકી સૈનિકોની અફઘાનિસ્તાનથી વાપસી બાદ જેવી રીતે તાલિબાનની હિંમત વધી છે અને તે આખા અફઘાનિસ્તાન પર કબ્જો જમાવવાની ફિરાકમાં છે, જેને પાડોશી હોવાને નાતે ભારત ઈચ્છીને પણ અણદેખી ન કરી શકે. એવામાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે શાંઘાઈ સહયોગ સંગઠનમાં પોતાના સમકક્ષો સમક્ષ પોતાની વાત રાખી છે, જેમાં ચીન, રશિયા અને પાકિસ્તાન જેવા દેશ પણ સામેલ છે, જે અફઘાનિસ્તાનના મામલામાં સીધા કે પરોક્ષ રૂપે દખલઅંદાજી કરતા આવ્યા છે.

વિશ્વ સિંહા અને તાકાતથી સત્તા મેળવવાની વિરુદ્ધ

વિશ્વ સિંહા અને તાકાતથી સત્તા મેળવવાની વિરુદ્ધ

અફઘાનિસ્તાનના હાલાત પર બુધવારે ભારતે ત્રી-સૂત્રી રોડમેપ રજૂ કર્યો છે. જેમાં હિંસા અને હુમલાની સમાપ્તિ અને રાજનૈતિક સંવાદ દ્વારા સમાધાન શોધવું સામેલ છે, જેથી ક્ષેત્રના બીજા દેશોના આતંકવાદ અને અતિવાહનો ખતરો ના ઉઠાવવો પડે.ક વિદેશમંત્રી એસ જયશંકરે ભારતનો આ ઉકેલ તજાકિસ્તાનની રાજધાની દુશામ્બેમાં થયેલ શાંઘાઈ સહયોગ સંગઠનના અફઘાનિસ્તાન પર બનેલ સંપર્ક સમૂહની બેઠકમાં સૌની સમક્ષ રાખ્યો. અફઘાનિસ્તાન પર તાલિબાન તરફથી થઈ રહેલ કબ્જાની કોશિશો વચ્ચે તેમણે કહ્યું કે વૈશ્વિક સમુદાય હિંસા અને તાકાતથી સત્તા હાંસલ કરવાની વિરુદ્ધ છે અને આવા પ્રકારની કાર્યવાહીને કાયદેસર માનવામાં નવી આવે.

અફઘાનિસ્તાન માટે ભારતનો ત્રી-સૂત્રી રોડમેપ

અફઘાનિસ્તાન માટે ભારતનો ત્રી-સૂત્રી રોડમેપ

અગાઉ વિદેશ મંત્રીએ એસસીઓના વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો અને તેમાં પણ અફઘાનિસ્તાનમાં સુરક્ષાના બગડતા હાલાતનો મુદ્દો જ છવાયેલો રહ્યો હતો. જેમાં વિદેશ મંત્રીએ સભ્યોને આતંકવાદ અને આતંકવાદને નાણાકીય સહાય આપવાની વિરુદ્ધ પગલા ઉઠાવવાનું આહ્વાન કર્યું હતું. અફઘાનિસ્તાન પર એસસીઓ સંપર્ક સમૂહની બેઠક બાદ તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે તેમણે અફઘાનિસ્તાનની સમસ્યાના સમાધાન માટે ત્રી-સૂત્રી રોડમેપ જણાવ્યો છે- 'વિશ્વ, ક્ષેત્ર અને અફઘાનિસ્તાનની જનતા બધા એક જ અંત ઈચ્છે છેઃ 1- સ્વતંત્ર, તટસ્થ, એકીકૃત, શાંતિપૂર્ણ, લોકતાંત્રિક અને સમૃદ્ધ રાષ્ટ્ર.'

પાડોશીઓને આતંકવાદ, અલગાવવાદ અને અતિવાદનો ખતરો ના હોય

પાડોશીઓને આતંકવાદ, અલગાવવાદ અને અતિવાદનો ખતરો ના હોય

ભારતીય વિદેશ મંત્રીએ બીજો પોઈન્ટ રાખ્યો તે છે- '2- નાગરિકો અને રાષ્ટ્રના પ્રતિનિધિઓ વિરુદ્ધ હિંસા અને આતંકવાદી હુમલા રોકવા, રાજનૈતિક વાતચીતના માધ્યમથી ટકરાવ ઉકેલવો અને તમામ જાતીય સમૂહોના હિતોનું સન્માન કરવું. અને 3- પાડોશીઓને આતંકવાદ, અલગાવવાદ અને અતિવાદનો ખતરો ન હોય તે સુનિશ્ચિત કરવું.' સભ્ય દેશોને એસ જયશંકરે કહ્યું કે આ વિશ્વાસો પર ગંભીરતા અને ઈમાનદારીથી કાર્ય કરવાનો પડકાર હશે, કેમ કે એક બહુ અલગ એજન્ડાથી કામ કરતી તાકાત પણ લાગી છે.

ભૂતકાળ અફઘાનિસ્તાનનું ભવિષ્ય ના હોય શકે- ભારત

ભૂતકાળ અફઘાનિસ્તાનનું ભવિષ્ય ના હોય શકે- ભારત

વિદેશ મંત્રીએ ભારતનો આ દ્રષ્ટિકોણ પૂનરાવર્તિત કર્યો કે પાછલા 2 દશકામાં કાબુલે જે મેળવ્યું છે, તેને આસાનીથી ગુમાવી ના શકાય. તેમણે કહ્યું કે- 'અફઘાનિસ્તાનનો ભૂતકાળ તેનું ભવિષ્ય ન હોય શકે. એક આખી નવી પેઢીની અલગ અલગ ઉમ્મીદો હોય છે. આપણે તેમને નિરાશ ન કરવા જોઈએ.'

ગુજરાતી ન્યૂજ- ટેલિગ્રામ ચેનલ

જણાવી દઈએ કે શાંઘાઈ સહયોગ સંગઠન 8 સભ્યોવાળું એક આર્થિક અને સુરક્ષા સંગઠન છે, જેમાં ભારત, ચીન, કજાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તઝાકિસ્તાન, ઉજ્બેકિસ્તાન અને પાકિસ્તાન સામેલ છે. આ ઉપરાંત ચાર દેશ- અફઘાનિસ્તાન, ઈરાન, મંગોલિયા અને બેલારૂસને ઓબ્ઝર્વરનો દરજ્જો પ્રાપ્ત છે.

English summary
What is the 3-point formula for peace in Afghanistan, India suggested it in SCO
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X