For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્લાયમેટ કોન્ફરન્સમાં મોદીએ રાખ્યો ભારતનો પ્લાન

|
Google Oneindia Gujarati News

સીઓપી 21માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયામાં વધી રહેલી ગ્લોબલ વોર્મિંગ પર થયેલી કોન્ફર્ન્સમાં પોતાના વિચાર વ્યક્ત કરતા કહ્યું કે ગ્લોબલ વોર્મિંગથી કુદરતી આફતો વધી છે. નોંધનીય છે કે ગત રાતે વડાપ્રધાન તેમનો આ વિદેશ પ્રવાસ પૂર્ણ કરીને વિદેશ પરત ફર્યા હતા. તે પહેલા તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા જોડે પણ મુલાકાત કરી હતી.

રાષ્ટ્રપતિ બરાક ઓબામા જોડે કરેલી આ દ્રિપક્ષીય વાર્તામાં તેમણે જલવાયુ પરિવર્તનમાં ભારતની જવાબદારી, વિવિધ એજન્ડા પર વાતચીત થઇ.ત્યારે આ વિદેશ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું, કેવા મુદ્દા રજૂ કર્યા, ક્યાં વિદેશી નેતાઓ સાથે મુલાકાત કરી તે વિષે તમામ માહિતી વિસ્તૃતમાં જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

શું કહ્યું સીઓપી 21માં

શું કહ્યું સીઓપી 21માં

તેમણે કહ્યું કે જલવાયુ પરિવર્તન પ્રમુખ વૈશ્વિક પડકારોમાંથી એક છે. જે ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે. ભારતને ખેડૂતોને, ભારતના દરિયાકિનારા અને નદીઓને આના કારણે ભારે નુક્શાન વેઠવું પડી રહ્યું છે.

આંતરાષ્ટ્રિય સૌર ગઠબંધન

આંતરાષ્ટ્રિય સૌર ગઠબંધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે સોમવારે આંતરરાષ્ટ્રિય સૌર ગઠબંધન પણ અસ્તિત્વમાં આવ્યું. જેમાં 122 દેશો જોડાયા. નરેન્દ્ર મોદીએ જાહેરાત કરીકે ગુડગાંવમાં તેનું સચિવાલય બનાવવામાં આવશે. અને ત્રણ કરોડ અમેરિકી ડોલર આર્થિક મદદ પણ કરવામાં આવશે.

મોદી: વિકસિત દેશોએ પોતાની જવાબદારી સમજવી પડશે

મોદી: વિકસિત દેશોએ પોતાની જવાબદારી સમજવી પડશે

પીએમ મોદી તમામ દેશોને અપીલ કરીકે ક્લીન એનર્જી માટે તમામ લોકોએ પ્રયાસ કરવો જોઇએ. વિકસિત દેશોએ તેમના કાબર્ન ઉત્સર્જન ઓછું કરવું જોઇએ. સાથે જ વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત પણ શોધવા જોઇએ.

મોદી અને ઓબામા

મોદી અને ઓબામા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ આ સમયે દ્રિપક્ષીય વાતચીત કરી જલવાયુ પરિવર્તન અને આતંકવાદ મામલે ચર્ચા કરી.

પ્રિન્સ ચાર્લ્સ અને મોદી

પ્રિન્સ ચાર્લ્સ અને મોદી

ત્યારે પેરિસની આ મુલાકાત દરમિયાન બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂન અને પ્રિન્સ ચાર્લ્સ જોડે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી.

વિવિધ દેશોના નેતાને મળ્યા મોદી

વિવિધ દેશોના નેતાને મળ્યા મોદી

ત્યારે આ પ્રસંગે નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સમેત ઇઝરાઇલ, જાપાન, પ્લેસ્ટાઇન, મંગોલિયા, ઝુમાના વડાપ્રધાન અને વડાઓ સાથે પણ મુલાકાત કરી હતી.

સ્વદેશ પરત

સ્વદેશ પરત

ત્યારે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસનો પોતાનો આ વિદેશ પ્રવાસ પૂર્ણ કરીને ભારત પરત ફર્યા હતા.

English summary
At COP21 PM Modi said that developed countries will mobilize 100 billion US Dollars annually by 2020 for mitigation and adaptation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X