For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી બ્રિટનમાં ગુજ્જુઓને કહેશે સાલમુબારક, યુકે પ્રવાસની ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

ગુરુવારે, આપણું નવુ વર્ષ શરૂ થાય છે અને આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષની ઉજવણી વખતે તેમના અધિકૃત બ્રિટન પ્રવાસ પર હશે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી યુકેના અધિકૃત પ્રવાસ પર છે. ત્યારે બીજી તરફ યુકેમાં મોદીના આગમન પહેલા તડામાર તૈયારી ચાલી રહી છે. નોંધનીય છે કે હાલમાં જ બિહારમાં ભાજપને હારનો સામાનો કરવો પડી રહ્યો છે. વળી ગુજરાતના અનામત આંદોલનની જ્વાળ મોદીને યુકેમાં પણ લાગશે તેવું લાગી રહ્યું છે. ત્યારે આ વખતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઇને અનેક ક્યાસ નીકાળવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે અમેરિકાના મેડિસન સ્ક્વોયર અને સેપ સેન્ટરની જેમ જ અહીં પણ નરેન્દ્ર મોદી મોટી જનસભાને સંબોધવાના છે. અહીં આવેલા વેમ્બલે સ્ટેડિયમાં નરેન્દ્ર મોદી 60,000 ભારતીયને સંબોધિત કરવાના છે. એટલું જ નહીં બ્રિટનની રાણી એલિઝાબેથ સાથે નરેન્દ્ર મોદી ભોજન પણ કરશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ અધિકૃત યુકે પ્રવાસની કેટલીક રસપ્રદ અને રોચક વાતોની જાણકારી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

એક દશકા બાદ પ્રવાસ

એક દશકા બાદ પ્રવાસ

પાછલા 10 વર્ષોમાં બ્રિટનના પ્રવાસે જનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ભારતીય પીએમ થશે. ત્યારે તેમના આ પ્રવાસથી અનેક મહત્વપૂર્ણ કરાર પર બન્ને દેશો સાઇન કરશે તેવી શક્યતા છે.

શી જિનપિંગ બાદ મોદી

શી જિનપિંગ બાદ મોદી

પીએમ મોદીનો પહેલો યુકે પ્રવાસ તે સમયે શરૂ થયો જ્યારે લગભગ એક મહિના પહેલા ચીનના રાષ્ટ્રપતિ તેમના બ્રિટન પ્રવાસથી પરત ફર્યા હતા. ત્યારે જિનપિંગની જેમ જ મોદીને પણ બ્રિટનમાં રાજકીય સન્માન મળશે.

1.7 મિલિયન ભારતીયો જોઇ રહ્યા છે રાહ

1.7 મિલિયન ભારતીયો જોઇ રહ્યા છે રાહ

બ્રિટનમાં હાલ 1.7 મિલિયન ભારતીય રહે છે. જેમાંથી અનેક ગુજરાતીઓ પણ છે ત્યારે લાગે છે મોદી આ વખતે તેમના નવું વર્ષની ઉજવણી આજ ગુજરાતી ભાઇને સાલમુબારક કહીને કરશે. અને બની શકે કે ત્યાં વસતા ભારતીયોને મોદી કોઇ ખાસ પેકેજ કે સુવિધા પણ આપે.

12 નવેમ્બર પહોંચશે બ્રિટન

12 નવેમ્બર પહોંચશે બ્રિટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 નવેમ્બરે બ્રિટન પહોંચશે. તે જ દિવસે તે મહારાની જોડે મુલાકાત કરશે અને બ્રિટિશ સંસદના સંયુક્ત સદનને સંબોધિત કરશે. પછી ત્યાં આવેલી મહાત્મા ગાંધીની મૂર્તિને ફૂળહાર ચઢાવશે.

13 નવેમ્બરે મોદીનો કાર્યક્રમ

13 નવેમ્બરે મોદીનો કાર્યક્રમ

પીએમ મોદી 13 નવેમ્બર લંડનના વેમ્બલે સ્ટેડિયમમાં 60,000 ભારતીયોને સંબોધશે. આ સમયે ભવ્ય આતિશબાજીનો કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમના આયોજનકર્તાના કહેવા મુજબ આ અત્યાર સુધીની સૌથી વિશાળ આતિશબાજી હશે.

બસવેશ્વરની પ્રતિમાનું અનાવરણ

બસવેશ્વરની પ્રતિમાનું અનાવરણ

પીએમ મોદી આ દરમિયાન નોર્થ લંડનના આંબેડકર હાઉસ મ્યૂઝિયમમાં 12મી સદીના દાર્શનિક બસવેશ્વરની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.

બિહાર પરિણામો વધારી મુશ્કેલ

બિહાર પરિણામો વધારી મુશ્કેલ

જો કે ગત રવિવારે આવેલા બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુશ્કેલીઓ જરૂરથી વધારી છે.

બ્રિટનમાં લોકપ્રિયતા

બ્રિટનમાં લોકપ્રિયતા

જો કે અમેરિકાની જેમ જ બ્રિટનના ભારતીયોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ લોકપ્રિય છે. અને અહીંના લોકો તેમની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

બ્રિટનમાં એન્ટ્રી હતી બંધ

બ્રિટનમાં એન્ટ્રી હતી બંધ

નોંધનીય છે કે વર્ષ 2012માં ગોધરા કાંડ બાદ અમેરિકાની જેમ જ બ્રિટનમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવેશને બેન કરવામાં આવ્યો હતો. જો કે તે બાદ તેમની પરથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે.

English summary
PM Narendra Modi will visit UK this week. It will be his very first visit however after Bihar debacle it will be interesting to see whether his magic will be able to rock Indians in Wembley Stadium or not.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X