For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: સિલીકોન વેલીના સંબોધનમાં PM મોદીના ડીજીટલ વિઝન અંગે

|
Google Oneindia Gujarati News

કેલીર્ફોનીયા: આજે પીએમ મોદી સિલીકોન વેલીમાં છે. જ્યાં તેમણે માઇક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી (CEO) સત્યા નડેલા, ગુગલના સુંદર પિચાઇ, અને એપલના ટીમ કુક સહિત અમેરીકાના ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજો સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન પીએમે ડિઝીટલ ઇન્ડીયા મીટને સંબોધન કર્યું હતુ.

પીએમ મોદી પોતાની આ વિદેશ યાત્રા દરમ્યાન વિભિન્ન ક્ષેત્રો સાથે સંકળાયેલા વિશેષજ્ઞો સાથે મુલાકાત કરી રહ્યાં છે. જે તેમની ભારતને વિકાસની એક નવી ઓળખ આપવાની દુરંદેશીનો અંદાજ આપે છે. મોદીએ સિલીકોન વેલીની મુલાકાતનો પ્રારંભ ઇમ્પીરિયલ બોલરૂમ ઓફ હોટેલ ફેયરમાન્ટમાં ભારતીય-અમેરિકા સમુદાય સાથે મળીને કર્યો હતો.

આવો જાણએ કે જ્યારે તેમણે સિલીકોન વેલીની મુલાકાત દરમ્યાન ડિઝીટલ ઇન્ડીયા મીટને સંબોધન કર્યું હતુ ત્યારે આ સંબોધનમાં ક્યા મુખ્ય મુદ્દાઓ અંગે તેમણે વાત કરી હતી.

સોશ્યિલ મિડીયાને ગણાવ્યા નવા પાડોશી

સોશ્યિલ મિડીયાને ગણાવ્યા નવા પાડોશી

મોદીએ આ સંબોધન દરમ્યાન ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને ટ્વીટરને નવી દુનિયાના નવા પાડોશીઓ ગણાવ્યા હતા. સોશ્યિલ મિડીયાએ સામાજીક ભેદભાવને ઓછા કર્યા છે. સોશ્યિલ મિડીયા લોકોને હ્યુમન વેલ્યુઝના આધારે જોડી રહ્યું છે. નહીં કે આપણી સામાજીક કે ધાર્મિક વેલ્યુઝને આધારે.

ગુગલનું મહત્વ

ગુગલનું મહત્વ

તેમણે ગુગલ અંગે વાત કરતા જણાવ્યું હતુ કે ગુગલના કારણે લોકો શિક્ષિત થઇ રહ્યાં છે. વધુમાં તેમણે જણાવ્યું કે ગુગલે શિક્ષકોને પત્રકાર બનાવી દીધા છે.

નવી ક્રાતિના પ્રતિક સમાન

નવી ક્રાતિના પ્રતિક સમાન

સોશ્યિલ મિડિયાના કારણે લોકોએ વિચારવાનું શરૂ કર્યુ છે. જે એક નવી ક્રાંતિ સમાન છે.

યુવાનોના હાથમાં દુનિયા

યુવાનોના હાથમાં દુનિયા

યુવાનો વચ્ચે ચર્ચાનો સૌથી મોટો મુદ્દો એન્ડ્રોઇડ, IOS અને વિન્ડોઝ બની રહ્યાં છે. આ ટેક્નોલોજીએ યુવાનોના હાથમાં દુનિયા આપી દીધી છે.

ONLINE-OFFLINE

ONLINE-OFFLINE

આજકાલ લોકો સૂતા કે જાગતા નથી હોતા પરંતુ ONLINE-OFFLINE હોય છે.

 શાળા-કોલેજને જોડાશે નેટથી

શાળા-કોલેજને જોડાશે નેટથી

તેમણે ભવિષ્યના ભારતની વાત કરી હતી. અને જણાવ્યુ હતુ કે ભારતની દરેક શાળા-કોલેજને બ્રોડબેન્ડથી જોડવામાં આવશે.

પબ્લીક એરિયામાં સર્વિસીસ

પબ્લીક એરિયામાં સર્વિસીસ

તેમણે પબ્લીક એરિયામાં પણ WIFI અને નેટ સુવિધાઓ જલ્દીમાં જલ્દી વધુમાં વધુ મળી રહી તે દીશામાં પ્રયત્નોની વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે ગુગલની મદદથી આગામી સમયમાં ભારતના 500 રેલવે સ્ટેશન પર WIFI લાવવાની કોશિષ થઇ રહી છે.

ભારતની બદલાતી તસવીર

ભારતની બદલાતી તસવીર

ભારતને બદલવા માટે ડિઝીટલ ઇન્ડીયા ઇનિશીએટીવને એ રીતે લાવવામાં આવ્યુ છેકે જે આ પહેલા માનવ ઇતિહાસમાં ક્યારેય નથી થયું. આ આખાય દેશને એક કરવાની પહેલ છેકે જેથી લોકો વિકાસના પથ પર આગળ વધે.

વિકાસનું સુંદર ઉદાહરણ

વિકાસનું સુંદર ઉદાહરણ

આજે મહારાષ્ટ્રના ખેડુતો વોટ્સઅપ ગૃપ પર ખેતીલક્ષી વાતો શેર કરી રહ્યાં છે, તે વિકાસનું સુંદર ઉદાહરણ પણ તેમણે આપ્યું હતુ.

English summary
While continuing his charm with his excellent oratory skills, Prime Minister Narendra Modi on Sunday, Sept 27, delivered an electrifying and an inspirational speech at the Digital India Summit at San Jose, California, popularly known as Silicon Valley.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X