PHOTO: મોદી અને ઓબામાના સંબંધોની સાક્ષી તસવીરો
ભારતીય પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચે સોમવારે ન્યૂયોર્કમાં એક ખાસ મુલાકાત થશે. માત્ર એક વર્ષની અંદર બંને નેતા ત્રીજી વખત મળી રહ્યાં છે. આ મુલાકાત દરમ્યાન બંને નેતા વાતચીતના એ અજન્ડાને જ આગળ વધારશે જે જાન્યુઆરીમાં ઓબામાની ભારત યાત્રા દરમ્યાન નક્કી થયો હતો.
અમેરિકાના ડેપ્યુટી નેશનલ સિક્યોરીટી અડવાઇઝર બેન રોડ્સે જાણકારી આપી છેકે અમેરિકા અને ભારતની વચ્ચે આર્થિક અને વાણિજ્ય સંબંધો સિવાય એશિયા અને દુનિયામાં રાજનૈતિક અને સુરક્ષા સહયોગને આગળ વધારવાની વાત પર પણ વાતચીત થશે.
રાષ્ટ્રપતિ ઓબામા ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફ સાથે પણ મુલાકાત કરવાના છે. તેવામાં પીએમ મોદીની કોશિષ રહેશે કે તેઓ રાષ્ટ્રપતિ ઓબામાની સામે પાકના અસલી ચહેરાને સારી રીતે રજૂ કરી શકે.
હવે જ્યારે પીએમ મોદી રાષ્ટ્રપતિ સાથે ત્રીજી વખત મુલાકાત કરવા જઇ રહ્યાં છે ત્યારે અમે વિચાર્યુ કે અમે મોદી અને ઓબામાની કેટલીક તસવીરો તમારી સાથે શેર કરીએ કે જે બંને દેશો વચ્ચે સંબંધોની એક નવી પરિભાષા પણ કહી રહી છે.

વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી
પાછલા વર્ષે પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પહેલી મુલાકાત વ્હાઇટ હાઉસમાં થઇ હતી. ઓબામાએ લોકસભા ચૂંટણીમાં જીત બાદ મોદીને આમંત્રિત કર્યા હતા.

ઉત્સાહથી મળ્યા બંને નેતા
બંનેની આ પહેલી મુલાકાત હતી પણ બંને ખુબ જ ઉત્સાહથી એકબીજાને મળ્યા હતા.

ઓબામાએ જાતે મોદીને આવકાર્યા
જ્યારે મોદી પહેલી વખત વ્હાઇટ હાઉસ પહોંચ્યા ત્યારે ઓબામાએ જાતે તેમને વેલકમ કર્યા હતા.

પહેલા સ્ટેટમેન્ટ અને પછી જોઇન્ટ એડીટોરીયલ
વ્હાઇટ હાઉસમાં બંને નેતાની મુલાકાત બાદ એક જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત આ બંનેએ વોશિગ્ટન પોસ્ટમાં એક જોઇન્ટ એડીટોરીયલ પણ લખ્યું. આ પહેલી વખત હતુ કે જ્યારે કોઇ ભારતીય પીએમે અમેરિકી રાષ્ટ્રપતિની સાથે મળીને એડીટોરીયલ લખ્યુ હોય.

પીએમ મોદીને બતાવ્યુ માર્ટીન લુથર કિંગ મેમોરીઅલ
રાષ્ટ્રપતિ ઓબામા જાતે પીએમ મોદીને માર્ટીન લુથર કિંગ મેમોરીઅલ લઇ ગયા હતા. અહીં બંને એ કેટલોક સમય સાથે વિતાવ્યો અને વાતચીત કરી હતી. વિશેષજ્ઞોએ આ વાતને એક મોટી સિદ્ધિ ગણાવી હતી.

જી-20માં મુલાકાત
બંને નેતા ત્યારબાદ બ્રિસબેન અને ઓસ્ટ્રેલિયામાં જી-20 દરમ્યાન મળ્યા. આ સમિટ પહેલા રાષ્ટ્રપતિ ઓબામાએ પીએમ મોદીને એક ચમત્કારીક નેતા ગણાવ્યા હતા

પીએમ મોદીના આમંત્રણ પર ભારત આવ્યા ઓબામા
મોદી સરકારની સૌથી મોટી સફળતા એ હતી કે રાષ્ટ્રપતિ ઓબામા ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતા. ઓબામા પહેલા એવા અમેરિકી રાષ્ટ્રપતિ હતા કે જેઓ મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસ પર હાજર રહ્યાં હોય.

ઓબામા માટે ચા વાળા બન્યા મોદી
રાષ્ટ્રપતિ ઓબામા જ્યારે જાન્યુઆરીમાં ભારતના મહેમાન બન્યા ત્યારે બંને નેતાઓએ હૈદરાબાદ હાઉસમાં ઘણો સમય સાથે વિતાવ્યો. આ દરમ્યાન પીએમ મોદીએ ઓબામા માટે ચા પણ બનાવી હતી.

બંને વચ્ચે અનેક મુદ્દે વાતચીત
ચાયની ચુસ્કી લેતા લેતા બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દે વાતચીત થઇ હતી.

હવે હોટલાઇન પર થાય છે વાત
ભારત હવે રૂસ, ચીન, અને બ્રિટન બાદ ચોથો એવો દેશ બની ગયો છેકે જેની સાથે હોટલાઇન પર શીર્ષ અમેરિકી અધિકારીઓ તો વાત કરી જ શકે છે, પણ પીએમ મોદી અને બરાક ઓબામા પણ વાતચીત કરે છે.

આ મુલાકાતથી પાકના પેટમાં રેડાયુ તેલ
જ્યારે ઓબામા ભારત આવ્યા હતા ત્યારે પાડોશી દેશમાં પાકિસ્તાનમાં ઘણી હલચલ મચી ગઇ હતી.

મેં ઔર બરાક
આ મુલાકાત દરમ્યાન બંને નેતાઓએ જ્યારે જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને માત્ર બરાક કહીને સંબોધ્યા હતા.

પીએમ મોદીની સાથે મનકી બાતમાં બરાક ઓબામા
જેવી રીતે વોશિંગ્ટનમાં એક જોઇન્ટ એડીટોરીયલ પબ્લીશ થયુ હતુ, તેવી જ રીતે નવી દિલ્હીમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એક સાથે મન કી બાત કરી હતી.

હું અને મોદી એક જેવી પૃષ્ઠભૂમિ વાળા
રાષ્ટ્રપતિ ઓબામાએ ભારત મુલાકાત દરમ્યાન કહ્યું હતુ કે પીએમ મોદી અને હું એક જ જેવી પૃષ્ઠભૂમિમાંથી આવીએ છીએ.

એકબીજાનો સાથે બન્યો જરૂરી
રાષ્ટ્રપતિ ઓબામા જાણ છેકે જો ચીનને માત આપવી હશે તો ભારતની જરૂર પડશે. તો ભારત પણ જાણે છેકે પાકિસ્તાનને સીધુ રાખવા માટે અમેરિકાની જરૂર પડશે.