Geomagnetic Solar Storm: 16 લાખ કિમી પ્રતિ કલાકની ગતિએ ધરતી તરફ આવી રહ્યું છે સોલાર તોફાન
શક્તિશાળી અને તોફાન તેજ ગતિથી ધરતી તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાન ધરતી સાથે ટકરાશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. આ વાવાઝોડું 16 લાખ કિમી પ્રતિ કલાકની ગતિએ ધરતી તરફ ધસી રહ્યું છે. આ તોફાન સૂર્યની સપાટીથી પૈદા થયું છે જે બહુ શક્તિશાળી તોફાન છે, જેનો ધરતી પર બહુ પ્રભાવ પડી શકે છે.

આકાશમાંથી આવી રહી છે આફત
સ્પેસવેધર ડૉટ કૉમ વેબસાઈટ મુજબ આ સોલાર તોફાન સૂર્યના વાવાઝોડાથી પૈદા થયું છે, જેને કારણે ચૂંબકીય ક્ષેત્રના પ્રભુત્વ વાળું અંતરિક્ષનું એક ક્ષેત્ર ખુબ પ્રભાવિત થઈ શકે છે. આ તોફાનને પગલે વૈજ્ઞાનિકોને ચેતવણી જાહેર કરી છે. જે અંતર્ગત લોકોને જરૂરી ન હોય તો વિમાન યાત્રા કરવાથી બચવાનું કહેવાયું છે, કેમ કે સેટેલાઈટ સિગ્નલ્સમાં બાધા આવી શકે છે. વિમાનની ઉડાણ, રેડિયો સિગ્નલ, કોમ્યૂનિકેશન અને મોસમ પર પણ તેનો પ્રભાવ પડી શકે છે.

કેવું નુકસાન પહોંચી શકે
જાણકારી મુજબ આ દરમિયાન તોફાનના કારણે ધરતીનું બાહરી વાયુમંડળ ગરમ થઈ શકે છે, જે સીધું સેટેલાઈટ્સને પ્રભાવિત કરશે. જેની અસર ફોનના સિગ્નલ, સેટેલાઈટ વાળા ટીવી અને જીપીએસ નેવિગેશન પર થશે, જેનાથી તેમાં રૂકાવટ આવી શકે છે, જ્યારે પાવર લાઈનમાં કરંટ આવવાનો પણ ખતરો બની રહ્યો છે. જો કે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર આની વિરુદ્ધ કવચની જેમ કામ કરે છે, માટે આવું થવાની સંભાવના ના બરાબર છે.

અગાઉ પણ આવી ચૂક્યું છે સોલાર તોફાન
આ અગાઉ વર્ષ 1989માં પણ સોલાર તોફાનના કારણે ક્યૂબેક શહેરામં 12 કલાક માટે વિજળી ચાલી ગઈ હતી. તે દરમિયાન લાખો લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વર્ષ 1859માં જિયોમૈગ્નેટિક તોફાન આવ્યું હતું, જેણે યૂરોપ અને અમેરિકામાં ટેલિગ્રાફ નેટવર્ગને તબાહ કરી નાખ્યું હતું.