For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેના પર ખર્ચ કરવામાં ભારત છઠ્ઠા નંબરે તો અમેરિકા નંબર વન

|
Google Oneindia Gujarati News

વર્તમાન સમયમાં ISIS, અલકાયદા, અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠનો મજબૂત થઇ રહ્યાં હોવાથી દુનિયાના દરેક દેશો પર ખતરો ઉભો થયો છે.

દરેક દેશ પોતાના દેશની સીમાઓને મજબૂત કરવા માટે પોતાની સેનાને વધુ મજબૂત કરવાની દિશામાં કામ કરી રહ્યો છે. સાથે જ વિશ્વની સામે પોતાની તાકાત અને પોતાના રૂઆબને પણ સેનાના બળ પર મજબૂત બનાવી શકાય છે. આ બે ખાસ વાતોને ધ્યાનમાં રાખીને હવે દુનિયાના દેશો પોતાના ડિફેન્સ બજેટમાં વધારો કરી રહ્યાં છે.

ISISના છક્કા ઉડાવી રહી છે, રૂસની સૌથી ખતરનાક સ્પેશિયલ ફોર્સ

અત્યારસુધી અમેરીકાએ પોતાના ડિફેન્સ બજેટના કારણે દુનિયા પર દબદબો બનાવીને રાખ્યો હતો. પરંતુ હવે ભારત અને ચીન જેવા દેશો પણ આ અંગે પડકાર આપતા જણાઈ રહ્યાં છે.

વિશ્વમાં જ્યાં અમેરીકા પોતાની સેના પર સૌથી વધુ ખર્ચ કરી રહ્યું છે. ત્યારે ભારત દુનિયાનો છઠ્ઠો એવો દેશ છે, જેનુ ડિફેન્સ બજેટ દુનિયામાં સૌથી વધુ છે. જ્યારે પાકિસ્તાન આ મામલે ભારત કરતા ઘણું પાછળ છે.

આગળની સ્લાઇડ પર ક્લીક કરો અને જાણો કે આખરે કયો દેશ હાલમાં સૈન્ય બજેટ પર પોતાના દેશના ખજાનાની કેટલી રકમ ખર્ચ કરી રહ્યો છે.

અમેરીકા

અમેરીકા

અમેરીકા વર્ષ 2015માં 569 બિલીયન ડૉલર પોતાની સેના પર ખર્ચ કરશે. આ ડિફેન્સ બજેટ અમેરીકાની અર્થવ્યવસ્થાનું ત્રણ ટકા છે.

ચીન

ચીન

ચીનનું ડિફેન્સ બજેટ વર્ષ 2015 દરમ્યાન 190.9 બિલીયન ડૉલર નક્કી કરવામાં આવ્યું હતુ. ચીન દુનિયાનો બીજો એવો દેશ છે, જે પોતાની સેના પર સૌથી વધુ ખર્ચ કરે છે.

યુનાઇટેડ કિંગડમ

યુનાઇટેડ કિંગડમ

ત્રીજા નંબરે યુનાઇટેડ કિંગડમ છે, જેનુ ડિફેન્સ બજેટ 66.5 બિલીયન ડૉલર છે.

રૂસ

રૂસ

સિરીયામાં ISIS વિરૂદ્ધ લડાઇ લડી રહેલા રૂસનું ડિફેન્સ બજેટ વર્ષ 2015માં 53.2 બિલીયન ડૉલર છે.

ફ્રાંસ

ફ્રાંસ

ફ્રાંસનું ડિફેન્સ બજેટ 52.7 બિલિયન ડૉલર છે. અને આ સમયે આ દેશ પર મોટા આતંકી હુમલાની દહેશત વર્તાઇ રહી છે.

ભારત

ભારત

ભારત 49.7 બિલિયન ડૉલરની સાથે છઠ્ઠા નંબર પર આવે છે. ડિફેન્સ બજેટમાં સતત વધારાનું કારણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ છે.

જાપાન

જાપાન

જાપાન ડિફેન્સનું બજેટ આ સમયે 49.3 મિલિયન ડૉલર છે. આ બજેટ ભારતથી માત્ર ચાર ડગલા દૂર છે.

સાઉદી અરબ

સાઉદી અરબ

ISIS વિરૂદ્ધની જંગમાં અમેરિકાનો સાથ આપી રહેલા સાઉદી અરબનું ડિફેન્સ બજેટ 46.3 બિલિયન ડૉલર છે.

જર્મની

જર્મની

જર્મની ચાન્સેલર એન્જેલા માર્કેલની આગેવાનીમાં આગળ વધી રહેલ જર્મનીનું ડિફેન્સ બજેટ 43.8 બિલિયન ડૉલર છે.

સાઉથ કોરિયા

સાઉથ કોરિયા

નોર્થ કોરિયાથી સતત પરમાણું હુમલાની ધમકીના ડરના કારણે સાઉથ કોરિયાનું ડિફેન્સ બજેટ આ વર્ષે 35.7 બિલિયન ડૉલર છે.

પાકિસ્તાન

પાકિસ્તાન

આતંકવાદની ફેક્ટરીમાં પરિવર્તિત થઇ ગયેલા પાકિસ્તાનનું ડિફેન્સ બજેટ ભારતની તુલનામાં ઓછુ છે. પાકિસ્તાન પોતાની સેનાઓ પર 10.3 બિલિયન ડૉલર ખર્ચ કરે છે.

English summary
US tops the list while China comes on Second position. India in number 6th and Pakistan is on 25th position.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X