વ્હાઈટ હાઉસ છોડતાં ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા- ચાર વર્ષ સારાં રહ્યાં, ઘણું હાંસલ કર્યું
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે આખરે વ્હાઈટ હાઉસ છોડી જ દીધું છે. તેઓ નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહિ થાય. વ્હાઈટ હાઉસ છોડતાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાવુક સંબોધનમાં કહ્યું, 'અમારાં ચાર વર્ષ સારાં રહ્યાં છે, આ દરમ્યાન અમે ઘણું બધું હાંસલ કર્યું' તેમમે જો બિડેન પ્રશાસનને પણ શુભકામનાઓ આપતાં સફળતાની કામના કરી. 74 વર્ષીય ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ વ્હાઈટ હાઉસના લૉનથી Marine One પર સવાર થતાં અહીંતી જૉઈન્ટ બેસ એન્ડ્ર્યૂઝ માટે ઉડાણ ભરી. અહીંથી તેઓ એરફોર્સ વન પર સવાર થશે. અમેરિકાના પ્રેસિડેન્ટના સત્તાવાર નિવાસ વ્હાઈટ હાઉસને છોડ્યા બાદ ટ્રમ્પ ફ્લોરિડામાં પામ બીચના તટ પાસે આવેલા પોતાના માર-એ-લાગો એસ્ટેટને પોતાનું સ્થાયી નિવાસ બનાવશે.
મીડિયામાં આવેલા સમાચારોમાં આ જાણકારી આપવામાં આવી છે. પ્રેસિડેન્ટ તરીકે પોતાના ચાર વર્ષના કાર્યકાળ દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પે માર-એ-લાગોમાં ઘણો બધો સમય વિતાવ્યો છે જેને 'વિંટર વ્હાઈટ હાઉસ' પણ કહેવાય છે. પ્રેસિડેન્ટે સપ્ટેમ્બર 2019માં પોતાના કાનૂની નિવાસને ન્યૂયોર્ક શહેરના ટ્રમ્પ ટાવરથી બદલીને માર-એ-લાગો કરી દીધું હતું.
લાંબા સમય સુધી ન્યૂયોર્કમાં રહેલા 74 વર્ષીય ટ્રમ્પે 1985માં એક કરોડ ડૉલરમાં આ ઘર ખરીદ્યું હતું. અને તેને એક ખાનગી ક્લબમાં બદલી નાખ્યું હતું જે છેલ્લા ચાર વર્ષથી તેઓ શિયાળા દરમ્યાન અહીં રહેવા આવતા હતા. 20 એરકમાં ફેલાયેલ આ એસ્ટેટમાં 128 રૂમ છે. એસ્ટેટની સામે અટલાંટિક મહાસાગરનો શાનદાર નજારો જોવા મળે છે અને ક્લબની સભ્યતા ખરીદનાર લોકો માટે આ ખુલે છે.
Joe Biden Inauguration: પદભાર સંભાળતા જ એક્શનમાં હશે જો બીડેન, પ્રથમ કલાકમાં જ લેશે કયાં ફેંસલા
અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળના અંતિમ દિવસે નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેનને શુભકામનાઓ આપી હતી. નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેન અને વાઈસ પ્રેસિડેન્ટ કમલા હૈરિસ આજે પદભાર સંભાળશે. અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધુ ઉંમરના પ્રેસિડેન્ટ બનવા જઈ રહેલા જો બિડેન શપથ ગ્રહણની તરત બાદ પ્રેસિડેન્ટ તરીકે દેશને નામ પોતાનું પહેલું સંબોધન આપશે. ઐતિહાસિક ભાષણ ભારતીય મૂળના અમેરિકી નાગરિક વિનય રેડ્ડીએ તૈયાર કર્યું છે, જે એકતા અને સૌહાર્દ પર આધારિત છે.