For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિવાદ બાદ વાઇટ હાઉસે CNNના રિપોર્ટરનો પ્રેસ પાસ રદ કર્યો

ટ્રમ્પ સાથે વિવાદ બાદ વાઇટ હાઉસે એકનો પ્રેસ પાસ રદ કર્યો

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ સીએનએન પત્રકાર જિમ એકૉસ્ટા અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તીખી દલિલો બાદ વાઇટ હાઉસે એક પત્રકારનો પ્રેસ પાસ અનિશ્ચિત કાળ માટે રદ કરી દીધો છે. અમેરિકાના પ્રેસ સંગઠનોએ ટ્રમ્પ પ્રશાસનના આ ફેસલાનો વિરોધ કર્યો છે તો બીજી બાજુ આ મામલે વાઇટ હાઉસે પણ નિવેદન જાહેર કર્યું છે અને આ મામલે એકૉસ્ટાની ખોટી હરકતોનો હવાલો આપ્યો છે.

પત્રકારનો પ્રેસ પાસ રદ

પત્રકારનો પ્રેસ પાસ રદ

સીએનએનના રિપોર્ટરનો પ્રેસ પાસ રદ કરવામાં આવતા વાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારા સેંડર્સનું કહેવું છે કે જિમ એકૉસ્ટાની માન્યતા એટલા માટે રદ કરવામાં આવી કેમ કે પ્રેસ કૉન્ફ્રેન્સ દરમિયાન એમણે એક મહિલા ઉપર હાથ રાખી દીધા હતા જેને કોઈપણ હાલતમાં સ્વીકાર કરવામાં આવી શકે તેમ નથી. જો કે એકૉસ્ટાએ સારા સેન્ડર્સના આ નિવેદનને પાયા વિહોણું ગણાવ્યું.

ટ્રમ્પ સાથે CNNના રિપોર્ટરની બબાલ

અમેરિકામાં વચગાળાની ચૂંટણીના પરિણામ બાદ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પ્રેસ કોન્ફ્રેન્સ કરી રહ્યા હતા, એ દરમિયાન સીએનએનના રિપોર્ટ એકૉસ્ટાએ એમને માઈગ્રેન્ટ કારવાંને લઈ સવાલ પૂછ્યો હતો જેના પર ટ્રમ્પ ભડકી ઉઠ્યા હતા. માઈગ્રેન્ટ કારવાં પ્રવાસીઓનું એ ગ્રુપ છે જે મેક્સિકોને રસ્તેથી અમેરિકા તરફ આગળ વધી રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આમને દેશ વિરુદ્ધ ખતરો માન્યા છે. ટ્રમ્પે રિપોર્ટરને કહ્યું કે બહુ થયું, હવે તમે બેસી જાઓ, પરંતુ તેઓ માનવા માટે તૈયાર નહોતા.

વાઇટ હાઉસે કહ્યું- રિપોર્ટરે મહિલા પર હાથ રાખ્યા હતા

વાઇટ હાઉસે કહ્યું- રિપોર્ટરે મહિલા પર હાથ રાખ્યા હતા

આ દરમિયાન વાઇટ હાઉસની એક સ્ટાફે એકૉસ્ટા પાસેથી માઈક પરત લેવાની કોશિશ કરી. તે એમણે ના પાડી દીધી. જે બાદ ટ્રમ્પે કહ્યું કે મહિલા સાથે તમે જેવો વ્યવહાર કર્યો તેનાથી CNNએ શર્મશાર થવું જોઈએ. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ રિપોર્ટરને હઠીલો અને અજીબ માણસ કી દીધો હતો. જણાવી દઈએ કે તાજેતરમાં જ સીએનએન અને ડોનાલ્ડ ટ્રમ્પ કેટલીય વાર આમને સામને આવ્યા છે. ટ્રમ્પે કેટલીય વાર સીએનએન પર ફેક ન્યૂઝ ચલાવવાનો આોપ પણ લગાવી ચૂક્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિવાદ બાદ વાઇટ હાઉસે CNNના રિપોર્ટરનો પ્રેસ પાસ રદ કર્યો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિવાદ બાદ વાઇટ હાઉસે CNNના રિપોર્ટરનો પ્રેસ પાસ રદ કર્યો

{document1}

English summary
White House suspends cnn reporter Jim Acosta's press pass After heated argument with president Donald Trump
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X