કોણ છે આતંકી સંગઠન ISISનો નવો બોસ અબુ અલ હસન?
અબુ અલ-હસન અલ-હાશ્મી અલ-કુરેશીને કુખ્યાત સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS)નો નવો નેતા બનાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ISISએ ઓનલાઈન પ્રસારિત થયેલા રેકોર્ડેડ ઓડિયો મેસેજમાં નવા નેતાનું નામ આપ્યું છે.

કોણ છે આ નવો નેતા?
ગુરુવારે આ ISISના નવા નેતા અબુ અલ-હસન અલ-હાશ્મી અલ-કુરૈશીની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. કુરેશી પૂર્વ ખલીફા અબુ બકર અલ-બગદાદીનો ભાઈ છે. તમને જણાવી દઈએ કે ગત મહિને ISIS નેતા અબુ ઈબ્રાહિમ અલ-હાશમી અલ-કુરૈશી અને તેના પ્રવક્તા અબુ હમઝા અલ-કુરૈશીની હત્યા કરવામાં આવી હતી. ISISએ ગુરુવારે બંનેના મોતની પુષ્ટિ કરી હતી. ગુરુવારે ISના પ્રવક્તા અબુ ઉમર અલ-મુજાહિરે પોતાનું રેકોર્ડેડ નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરી હતી. બંને ફેબ્રુઆરીમાં સીરિયામાં યુએસ સ્પેશિયલ ફોર્સ દ્વારા માર્યા ગયા હતા. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બગદાદી અને કુરેશી બંનેએ ઉત્તર સીરિયામાં તેમના ઠેકાણાઓ પર યુએસના દરોડા દરમિયાન પોતાને અને પરિવારના સભ્યોને ઉડાવી દીધા હતા.

આ રીતે ISISની સ્થાપના થઈ
ISISને અલ-કાયદાની શાખા માનવામાં આવે છે. તે 2003 માં સુન્ની મુસ્લિમ સરમુખત્યાર સદ્દામ હુસૈનને ઉથલાવી નાખ્યા પછી યુએસ સૈન્ય સામે ઇસ્લામિક બળવા તરીકે ઉભરી આવ્યું હતું. આ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ ધ લેવન્ટ અથવા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસનો જન્મ છેલ્લા દાયકા દરમિયાન 1999માં થયો હતો. તે ઇરાક અને સીરિયામાં કાર્યરત આતંકવાદી ઇસ્લામિક જૂથ અને જેહાદી સુન્ની લશ્કરી જૂથ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને માર્યા ગયાનો દાવો કર્યો હતો
3 ફેબ્રુઆરીના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને મીડિયાને જણાવ્યું કે અમેરિકી સેનાએ ISISના નેતા અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરેશીને સ્પેશિયલ ઓપરેશનમાં મારી નાખ્યો છે. જો કે આતંકવાદી સંગઠને ક્યારેય આ વાતની પુષ્ટિ કરી નથી. પૂર્વ આઈએસ ચીફ બગદાદીના મોત બાદ 31 ઓક્ટોબર 2019ના રોજ અબુ ઈબ્રાહિમે આઈએસની કમાન સંભાળી હતી. તે અમીક મોહમ્મદ સૈદ અબ્દાલ રહેમાન અલ-માવલા તરીકે પણ જાણીતો હતો.