WHOએ આપી ઓમિક્રોન વેરિઅન્ટ્સ અને સબ-વેરિઅન્ટ્સ પર નવી ચેતવણી
ઓમિક્રોન કોરોના વાયરસના સબ વેરિઅન્ટ અંગે WHOના અધિકારીએ જણાવ્યું છે કે, સબ વેરિયન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ જેટલો જ ખતરનાક છે.
નવી દિલ્હી, 02 ફેબ્રુઆરી : ઓમિક્રોન કોરોના વાયરસના સબ વેરિઅન્ટ અંગે WHOના અધિકારીએ જણાવ્યું છે કે, સબ વેરિયન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ જેટલો જ ખતરનાક છે. WHO અધિકારીએ કહ્યું કે, ઓમિક્રોન વેરિઅન્ટનું પેટા વેરિઅન્ટ BA.2 તેના મૂળ સ્વરૂપ BA.1 જેટલું જ ગંભીર લાગે છે.
WHO એ તમામ દેશોને ચેતવણી આપી છે કે, જ્યાં ઓમિક્રોન વેરિઅન્ટનું પેટા વેરિયન્ટ ફેલાયું છે. આવા દેશોએ સંપૂર્ણ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે આ વાયરસ કયા સમયે કેવો વળાંક લેશે તે અંગે કહી શકાય નહીં.

ઓમિક્રોન સબ વેરિયન્ટ્સ અંગે આપી ચેતવણી
WHO એ મંગળવારના રોજ ચેતવણી આપી હતી કે, ઓમિક્રોન વેરિઅન્ટ હજૂ પણ ઘણા દેશોમાં તેની ટોચે પહોંચ્યું નથી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટરજનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ પર હાર સ્વીકારવી અથવા તેની જીતની ઘોષણા કરવી કોઈ પણ દેશ માટે ખૂબ જ વહેલું છે, કારણકે, આ વાયરસ આપણી નજર સામે સતત વિકસિત થઈ રહ્યો છે.
ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે, WHO હાલમાં ચાર પેટા વેરિએન્ટ પર નજર રાખી રહ્યું છે. ઓમિક્રોન વેરિઅન્ટના પેટા વેરિઅન્ટ BA.2 સહિત. ઓમિક્રોન કોરોનાવાયરસનું ઉભરતું BA.2 સ્વરૂપ મૂળ BA.1 સ્વરૂપ કરતાં વધુ ગંભીર લાગતું નથી.

Omicron પર કોઈ ગંભીર ફેરફારો નથી
WHO ટેકનિકલ ટીમના મારિયા વાન કેરખોવે જણાવ્યું હતું કે, ઓમિક્રોન ગંભીર રીતે બદલાયો હોવાના કોઈ સંકેત નથી. તેમ છતાં ઓમિક્રોન વેરિઅન્ટ સાથે આપણેજાણીએ છીએ કે, આ પ્રકાર ખૂબ જ સંક્રમક છે અને ઝડપથી ફેલાય છે અને તેનો વિકાસ દર પણ ઘણો ઊંચો છે, પરંતુ તે ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓછું ગંભીર છે.
ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે, ડેન્માર્ક જેવા દેશોમાં ઓમિક્રોન સબ-વેરિયન્ટ્સે ઓરિજિનલ ઓમિક્રોન વેરિઅન્ટ્સનું સ્થાન લેવાનું શરૂ કર્યું છે.
રિપોર્ટ અનુસાર, ડેન્માર્કમાંડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં લગભગ 8500 સંક્રમિત લોકો પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે, ઓમિક્રોનનું પેટા પ્રકારલોકોમાં વધુ ઝડપથી ફેલાય છે અને જે લોકોને રસી આપવામાં આવી છે, તેઓને પણ સંક્રમણ લાગે છે, પરંતુ તેની ગંભીરતા એછી હોય છે.

57 દેશોમાં ફેલાયેલા છે સબ વેરિએન્ટ
આવા સમયે WHOએ જણાવ્યું છે કે, ઓમિક્રોન વેરિઅન્ટનું સબ-વેરિયન્ટ વિશ્વના 57 દેશોમાં ફેલાઈ ગયું છે અને પેટા વેરિઅન્ટ હજુ પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.
માત્ર 10 અઠવાડિયા પહેલા આફ્રિકન દેશોમાં મળી આવ્યા બાદ, ઓમિક્રોન વેરિઅન્ટ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે અને અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં લગભગ 90મિલિયન લોકો Omicron વેરિઅન્ટથી સંક્રમિત થયા છે.
ડેન્માર્કમાં હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સબ-વેરિઅન્ટ BA.2માં લગભગ 39 ટકા ફાયરપાવર છે, જ્યારે ઓમિક્રોનના મૂળ BA.1 માં 29 ટકાફાયરપાવર છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે જે લોકોએ રસીનો ડોઝ લીધો છે તેઓમાં ગંભીર લક્ષણોની શક્યતા ઓછી હોય છે, જ્યારે જે લોકોએ રસી લીધી નથી તેમનામાટે ઓમિક્રોન ખૂબ ખતરનાક બની શકે છે.












Click it and Unblock the Notifications
