• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતમાં 19 લાખ લોકો બેઘર થવાની તૈયારીમાં, ઓસ્ટ્રેલિયામાં 4 લોકો માટે આખો દેશ ઉભો થઈ ગયો હતો

|

નેશનલ રજિસ્ટર ઑફ સિટિજન્સ એટલે કે એનઆરસી. હાલમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આસામ એનઆરસીની ફાઈનલ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં આસામના 19 લાખ 6 હજાર 657 લોકોનું નામ સામેલ નથી. જે લોકોના નામ આ યાદીમાંથી ગાયબ છે, તેમની પાસે પોતાની નાગરિકતા સાબિત કરવા માટે 120 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આટલા દિવસોમાં તેઓ પોતાની નાગરિકતા સાબિત ન કરી શકે તો તેમને ભારતના નાગરિક માનવામાં નહિ આવે. અને જે લોકો નાગરિકતા સાબિત નહિ કરી શકે, તેમની ધરપકડ કરી તેમને સ્પેશિયલ જેલમાં મોકલી દેવામાં આવશે. આ બધું 31 ડિસેમ્બર 2019 બાદ થશે, કેમ કે આ તારીખ એજ છે જ્યારે 120 દિવસનો સમય પૂરો થશે.

આ દરમિયાન ઓસ્ટ્રેલિયાથી એક એવો મામલો સામે આવ્યો છે જેમાં 4 લોકોને દેશમાં રોકવા માટે એક મોટું આંદોલન શરૂ થઈ ગયું. ગુરુવારે 29 ઓગસ્ટે મેલબોર્નથી ચાર્ટર્ડ પ્લેને ઉડાણ ભરી. તેમાં હાજર હતા નાદેશલિંગમ, તેમની પત્ની પ્રિયા, અને તેમની બે દીકરી કોપિકા અને તરુણિકા. આ પ્લેન તેમને શ્રીલંકા લઈ જઈ રહ્યું હતું. પરંતુ અધવચ્ચે જ પાયલટ પાસે ATCથી સૂચના આવી, અને પ્લેનને ત્યાં જ ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં લેન્ડ કરાવવું પડ્યું.

કોણ છે આ લોકો?

કોણ છે આ લોકો?

નાદેશલિંગમ અને પ્રિયા બંને શ્રીલંકાના તમિલિયન છે. આ હોડી દ્વારા પાંચ-છ વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. અહીં આવ્યા બાદ ઓસ્ટ્રેલિયામાં બંનેની મુલાકાત થઈ, લગ્ન થયાં અને પછી બે દીકરી થઈ. જ્યારે લોકોએ તેમને શ્રીલંકાથી ઓસ્ટ્રેલિયા આવવાનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે ત્યાં લિબરેશન ટાઈગર્સ ઑફ તમિલ એલમથી તેમને ધમકીઓ મળી રહી હતી. તેમના પર LTTEમાં સામેલ થવાનું દબાણ બનાવવામાં આવી રહ્યું હતું. ત્યાં તેઓ સુરક્ષિત મહેસૂસ નહોતા કરી રહ્યા. જણાવી દઈએ કે શ્રીલંકામાં ત્યાંના સિંહલી સમુદાય અને તમિલોની વચ્ચે ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. તમિલ ત્યાં અલ્પસંખ્યક છે. પ્રિયા બહુ પહેલા જ શ્રીલંકાથી ભાગી નીકળી હતી, ભારતમાં થોડો સમય રહી. જે બાદ 2013માં તે ઓસ્ટ્રેલિયા ચાલી ગઈ. ઓસ્ટ્રેલિયાના બિલોએલ નામના નાનાએવા વિસ્તારમાં તે રહેવા લાગી.

પ્લેનમાં બેસાડી ક્યાં અને કેમ મોકલી રહ્યા હતા?

પ્લેનમાં બેસાડી ક્યાં અને કેમ મોકલી રહ્યા હતા?

આમને રેફ્યૂજીનો દરજ્જો આપવામાં નહોતો આવ્યો. ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી પીટર ડટને તેમને કોઈપણ પ્રકારની છૂટ આપવાથી ઈનકાર કરી દીધો. ત્યાં હાલ કંઝર્વેટિવ સરકાર છે. પીટરે કહ્યું કે આ મામલો ઘણા સમયથી ચાલી રહ્યો છે. કેટલીયવાર તપાસ થઈ છે. અને તે બધામાં માલૂમ પડ્યું કે આ લોકો રેફ્યૂઝી નથી. માટે સરકાર પર તેમને સુરક્ષા દેવાની કોઈ મજબૂરી નથી. પરિવારને પહેલા જ ડિટેંશન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તેમની સૌથી નાની દીકરી તરુણિકાને ઈન્ફેક્શન પણ થઈ ગયું. માર્ચ 2018માં તેમને મેલબોર્નથી ડિટેંશન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.

ધી ગાર્ડિયનમાં છપાયેલ રિપોર્ટ મુજબ બંને છોકરીઓનો મેડિકલ રિપોર્ટ બતાવે છે કે તેમનામાં વિટામીનની સખ્ત કમી છે. બીજા પણ મેડિકલ ઈશ્યૂ છે. પરિવાર દોઢ વર્ષ સુધી બિલકુલ અલગ રાખવામાં આવ્યો. તરુણિકાના દાંતોમાં ખરાબ ઈન્ફેક્શન થયું જેનાથી તેના દાંત પણ કાળા પડી ગયા, પરંતુ તેના પર ધ્યાન આપવામાં ન આવ્યું. ડૉક્ટરો મુજબ બેમાંથી એકેય બાળકીની હાલત ઠીક નથી.

પ્લેન કેમ રોકી દેવામાં આવ્યું?

પ્લેન કેમ રોકી દેવામાં આવ્યું?

જ્યારે ઓસ્ટ્રેલિયા સરકારે તેમને પ્લેનમાં બેસાડીને મોકલ્યા, ત્યારે કોર્ટથી આદેશ આવ્યો અને પ્લેનને અધવચ્ચે જ રોકી ડાર્વિનમાં લેન્ડ કરાવવામાં આવ્યું. મામલો એમ હતો કે રેફ્યૂજી સ્ટેટસ ન હોવાના કારણે જેટલી પણ અરજી થઈ તેમાં તરુણિકા વિશે કોઈ વાત જ કરવામાં નહોતી આવી. તે અને કોપિદા બંને ઓસ્ટ્રેલિયામાં જન્મી છે. પરંતુ હવે ચર્ચા એ ચાલી રહી છે કે બે વર્ષની દીકરીને એકલી અહીં રાખીને તેના પરિવારને શ્રીલંકા કેવી રીતે મોકલી શકાય. જેથી તેના વકીલે અપીલ કરી હતી કે તરુણિકા માટે તેના પરિવારને અહીં રહેવા દેવો જોઈએ.

પ્રિયાએ આ મામલે શું કહ્યું?

અમારાં બાળકો અહીં પૈદા થયાં હતાં. તેમને અહીંથી બહારની દુનિયાનું કંઈ ખબર નથી. તેમણે ઘણું સહન કર્યું છે, હવે તેઓ વધુ સહન કરી શકે તેમ નથી. હું ગૃહમંત્રીને હાથ જોડીને વિનંતી કરું છું કે અમારી સ્થિતિ પર ધ્યાન આપે, પોતાનું દિલ મોટું કરે, અને અમને અહીં એક સુરક્ષિત જીવન આપે, અમારાં બાળકો ખાતર. આ જ મારી ઉમ્મીદ છે.

પ્લેન અટકાવવા એરપોર્ટ પહોંચી ગયા લોકો

બિલોએલ નામનું એક શાંત નાનું શહેર, પ્રિયા અને તેની નાની દીકરીના સમર્થનમાં ઉભું થઈ ગયું. જ્યારે પ્લેન મેલબોર્નથી નીકળી રહ્યું હતું ત્યારે પચાસેક લોકો ત્યાં પહોંચી ગયા હતા. પ્લેન ત્યાંથી નીકળી ન શકે તેની તેમણે કોશિશ કરી. કેટલાક લોકો ફેન્સ તોડીને ટૈરમૈક (જ્યાંથી પ્લેન ઉડે છે) પર પહોંચી ગયા. પ્લેન ડાર્વિનમાં ઉતર્યું, જ્યાં થોડા દિવસો માટે આ લોકોને રાખવામાં આવ્યા. તેમને પરત મોકલવાના પ્રયાસમાં આખા સ્ટેટની મશીનરી લાગેલ છે. પરંતુ ત્યાંના લોકો સરકારની આંખોમાં આંખો નાખી સામે ઊભા થઈ ગયા છે.

ગુજરાતમાં 28,000 હીરા કામદારો નોકરી ગુમાવી ચૂક્યા છે, કંઈક આવી અપીલ

English summary
whole city of australia came in support of tamil family who were being deported.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more