For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રસપ્રદઃ શા માટે પક્ષીઓ ઉડે છે વી આકારમાં?

|
Google Oneindia Gujarati News

આપણે જ્યારે આકશ તરફ દ્રષ્ટિ ફેરવીએ છીએ ત્યારે આપણને આભમાં વિહરતા અનેક પક્ષીના ઝૂંડો જોવા મળશે. એક દ્રષ્ટિએ આપણને જોવામાં ઘણા જ સારા લાગે છે. વાદળોથી છવાયેલા અનંત આકાશમાં પક્ષીઓની આ રચના એક અવિસ્મરણિય અને સુંદર નજારો આપણી આંખોને બક્ષે છે, પરંતુ શું આપણે ક્યારેય પણ પક્ષીઓ દ્વારા સર્જન કરવામાં આવેલા એ નજારાની બીજી દિશામાં વિચાર્યું છે ખરા? કદાચ નહીં તો આજે અમે અહીં તમને એ દિશામાં વિશ્વના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન અંગે જણાવી રહ્યાં છે.

આપણે આકાશમાં પક્ષીઓને વી અથવા તો એલ આકારમાં ઉડતા જોયા હશે. ખાસ કરીને આકાશમાં પક્ષીઓનું ઝૂંડ નીકળે ત્યારે તેઓ મોટા ભાગે વી આકારની કૃતિ બનાવે છે. આ દિશામાં વૈજ્ઞાનિકો દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું છે, જે અંગેનો અહેવાલ યુએસએ ટૂડેમાં છપાયો છે. આ અહેવાલ અનુસાર વૈજ્ઞાનિકોને આ સંશોધનમાં વાત જાણવા છે કે શા માટે પક્ષીઓ દ્વારા વી આકારમાં ઉડાણ ભરવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ શા માટે પક્ષીઓ ઉડે છે વી ફોર્મેશનનમાં.

પક્ષીઓની ઉડવાની રીત પર કરાયું સંશોધન

પક્ષીઓની ઉડવાની રીત પર કરાયું સંશોધન

આ અંગે કરવામાં આવેલા સંશોધન અનુસાર પક્ષીઓ એ માટે વી આકરે ઉડે છે કે જેથી ઉડવા માટે વપરાતી તેમની શક્તિનો તેઓ ઓછો ઉપયોગ કરી શકે. આ માટે પક્ષીઓ સમયાંતરે પોતાની સ્થિતિ પણ બદલતા રહે છે.

વી ફોર્મેશનને જાળવી રાખવુ જટીલ

વી ફોર્મેશનને જાળવી રાખવુ જટીલ

બ્રાઉન યુનિવર્સિટીમાં એન્જીનિયરિંગ અને ઇકોલોજીના પ્રોફેસર કેન્ની બ્રેઉઅરે કહ્યું છે કે, આ વી ફોર્મેશનને જાળવી રાખવું ઘણું જ જટીલ કાર્ય છે.

વી આકારે ઉડીને એરક્રાફ્ટ પણ બચાવી શકે છે ઇંધણ

વી આકારે ઉડીને એરક્રાફ્ટ પણ બચાવી શકે છે ઇંધણ

ટોચના વૈજ્ઞાનિકોના મત અનુસાર એરક્રાફ્ટ પણ જો આકાશમાં વી આકરે ઉડે તો તે પણ તેનું ઇંધણ મહદઅંશે બચાવી શકે છે, તેવી જ રીતે પક્ષીઓ પણ વી આકરામાં ઉડીને પોતાની શક્તિનો બચાવ કરે છે. જો કે આકાશમાં આ રીતે વી ફોર્મેશનને જાળવું કપરું છે. એ એટલું સરળ નથી કે તમે આકાશમાં એકાદ બેનું ટોળું બનાવીને ઉડો અને વી ફોર્મેશન તૈયાર થઇ જાય.

કેવી રીતે જાણવા મળી પક્ષીઓની ઉડવાની રીત

કેવી રીતે જાણવા મળી પક્ષીઓની ઉડવાની રીત

પક્ષીઓની ઉડવાની રીત અંગે ઘણા લાંબા સમયથી સંશોધન કરવામાં આવી રહ્યું છે, આખરે વૈજ્ઞાનિકોને તેમાં સફળતા મળી. પક્ષીઓની ઉડવાની રીત જાણવા માટે એકદમ સચોટ, વજનમાં હળવા જીપીએસ યુનિટ્સ અને અન્ય સેન્સરનો ઉપયોગ છેલ્લા કેટલાક વર્ષોથી કરવામાં આવ્યો હતો અને તેમની મદદથી આખરે પક્ષીઓની ઉડવાની રીત જાણી શકાઇ હતી.

સારસ પક્ષી પર કરાયુ પરિક્ષણ

સારસ પક્ષી પર કરાયુ પરિક્ષણ

પક્ષીઓના વી ફોર્મેશનને જાણવા માટે સૌથી પહેલા સારસ પક્ષીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પરિક્ષણ માટે 14 યુવા સારસ પક્ષીને નક્કી કરવામાં આવ્યા. તેઓ ઉડાણ દરમિયાન એકબીજાની પોઝીશન ચેન્જ કરી રહ્યાં હતા અને વી આકારમા ઉડી રહ્યાં હતા. તેમનો એવરેજ એંગલ 45 ડીગ્રીનો હતો અને દરેક પક્ષી એકબીજાની પાછળ ચાર ફૂટની દૂરી પર રહેતા હતા.

English summary
Ibises flying in a V formation synchronise the flapping of their wings with a degree of precision previously thought impossible, astounded researchers said Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X