India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુષ્કાળગ્રસ્ત કેમ શહેર ધીરે ધીરે ધરતીમાં સમાઇ રહ્યું છે?

|
Google Oneindia Gujarati News

કેલિફોર્નિયા : અમેરિકાનું આખું શહેર 'પાતાળ લોક'માં સમાઈ રહ્યું છે. આ પ્રક્રિયા છેલ્લા 100 વર્ષથી ચાલી રહી છે. અત્યાર સુધી આ શહેર બે માળની ઇમારત જેટલું જમીનમાં ધસી રહ્યું છે. જેનું કારણ છે મનુષ્યો દ્વારા પ્રકૃતિ સાથેના કરેલા ચેડા છે, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, સમસ્યાનું કારણ શોધ્યા બાદ પણ તેને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી રહ્યું નથી. જેનું પરિણામ એ છે કે, આ શહેરને પૃથ્વીમાં ડૂબવાની પ્રક્રિયા સતત ચાલુ જ છે. જે કારણે ઘણા લોકોએ શહેરમાંથી પલાયન પણ શરૂ કરી દીધું છે.

કેલિફોર્નિયાની કૃષિ રાજધાની જમીનમાં ધસી રહી છે

અમેરિકાના કોરકોરન શહેરને કેલિફોર્નિયાની સ્વ ઘોષિત કૃષિ રાજધાની કહેવામાં આવે છે, પરંતુ આ શહેર ધીમે ધીમે પૃથ્વીમાં સમાઈ રહ્યું છે. આ ઘટનાક્રમ એવી રીતે થઈ રહ્યો છે કે, કોઈ દિવાલમાં તિરાડો પડી નથી, કે ખુલ્લી આંખોથી અન્ડર ગ્રાઉન્ડમાં પ્રવેશવાના કોઈ સંકેત નથી. સૌથી ગંભીર પરિસ્થિતિ આ કારણથી ઉભી થઈ રહી છે કે, આટલો મોટો વિસ્તાર પૃથ્વીની અંદર ઘસી રહ્યો છે, જે અનુભવી શકાતો નથી. ત્યાંની જમીનની પરિસ્થિતિમાં ફેરફારને માપવા માટે, કેલિફોર્નિયા વહીવટી તંત્રે નાસાની મદદ લીધી છે, જે આવા કામ માટે સેટેલાઇટ ઇમેજીસનું વિશ્લેષણ કરે છે.

શહેર બે માળની ઇમારત જેટલું જમીનમાં ધસી ગયું

શહેર બે માળની ઇમારત જેટલું જમીનમાં ધસી ગયું

કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ વોટર રિસોર્સિસના મેનેજર જીની જોન્સે એએફપીને કોરકોરન શહેર પર માનવીય ક્રિયાઓના પરિણામો વિશે જણાવ્યું હતું કે, છેલ્લા 100 વર્ષમાં શહેર બે માળની ઇમારત જેટલું પૃથ્વીમાં ડૂબી ગયું છે. જીની જોન્સે જણાવે છે કે, આ ઘટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભૂગર્ભજળના કુવાઓ, ડેમ, જળચર માટે ખતરો બની શકે છે.

કોરકોરનમાં થઈ રહેલા આ ખતરનાક પરિવર્તનની એક મોટી નિશાની શહેરની ધાર પર આવેલા ડેમ પાસે દેખાઈ રહી હતી. આ વિસ્તાર કપાસની ખેતી માટે જાણીતો છે. જોખમને ધ્યાનમાં રાખીને જળ સંસાધન વિભાગે 2017માં ડેમની ઉંચાઈ વધારવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. કારણ કે, જ્યારે પણ ફરીથી વરસાદ શરૂ થશે ત્યારે પૃથ્વીમાં ધસાયેલા શહેરને પૂરથી સુરક્ષિત રાખી શકાય.

અમેરિકાનું શહેર જમીનમાં કેમ ધસી રહ્યું છે

અમેરિકાનું શહેર જમીનમાં કેમ ધસી રહ્યું છે

કોરકોરનમાં આ પરિસ્થિતિ સર્જાઇ છે કારણ કે, ગત સદીમાં મોટાભાગના ખેડૂતોએ કૃષિ માટે ભૂગર્ભજળનો વધુ પડતો ઉપયોગ કર્યો છે. 80 વર્ષીય રહેવાસી રોલ એટિલાનો કહે છે, 20,000ની વસ્તી ધરાવતી કોરકોરનની જમીનમાં ખેતી કરતી કૃષિ કંપનીઓ દ્વારા મોટા મોટા પંપ દ્વારા પાણી ખેંચવામાં આવી રહ્યું છે. ચારે બાજુથી પંપ સાથે અહીં ઘણા ખેડૂતો છે, જે પાણી ખેંચી રહ્યા છે, જેનો અંદાજ ટામેટાં, પશુ આહાર અને કપાસ લઈને જતી ટ્રકો જોઈને લગાવી શકાય છે.

છેલ્લી સદીની વાત છે, અમેરિકાને ખોરાક મળી રહે અને વિશાળ ખેતરોને સિંચાઈ કરવા માટે મોટી ફાર્મ કંપનીઓએ વિશાળ પંપ સાથે પાણીના ભૂગર્ભજળના સ્ત્રોતને મોટા પાયે બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. પરિણામે મોટાભાગનું ભૂગર્ભજળ બહાર નીકળી ગયું અને શહેર જમીનમાં ધસવા લાગ્યું હતું. હાઇડ્રોલોજિસ્ટ એની સેન્ટર આ અંગે જણાવે છે કે, ઘણા પંપ એકસાથે ભૂગર્ભજળને ઝડપથી ખેંચી રહ્યા છે, અને વરસાદી પાણીથી ભૂગર્ભજળ ફરી ન ભરાય તો શું થશે?

ભૂગર્ભ જળનો ઉપયોગ ચાલુ છે

ભૂગર્ભ જળનો ઉપયોગ ચાલુ છે

આ વર્ષે પણ આ પ્રદેશમાં પૂર આવવાની કોઈ શક્યતા નથી, પરંતુ આબોહવા પરિવર્તનને કારણે તે ખૂબ જ ખતરનાક દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. આ વિસ્તાર હવેઅમેરિકાના ફૂડ બાસ્કેટને બદલે ધૂળવાળા મેદાનમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે વહીવટી તંત્રે ખેડૂતોને અપાતા પાણી પુરવઠા પર કાપ મૂકવો પડે છે. પરંતુ ડૂબતાશહેર પર તેની ખરાબ અસર પડી રહી છે. પાણીના કાપને કારણે મોટા ફાર્મ ઓપરેટર્સે ભૂગર્ભજળને વધુ ઝડપથી ખેંચવાનું શરૂ કર્યું છે અને શહેર પણ જમીનમાં એટલીજ ઝડપથી ધસવા લાગ્યું છે.

લોકો શહેરમાંથી કરી રહ્યા છે સ્થળાંતર

લોકો શહેરમાંથી કરી રહ્યા છે સ્થળાંતર

સ્થાનિક લોકો આ સમસ્યા સામે અવાજ ઉઠાવવા માંગે છે, પરંતુ સમસ્યા એ છે કે મોટાભાગના લોકો એ જ મોટી કંપનીઓમાં કામ કરી રહ્યા છે, જે ભૂગર્ભજળ કાઢી રહી છે. એટિલાનો કહે છે, જો તેમને કંપનીઓ વિરુદ્ધ બોલશે, તેમને નોકરી ગુમાવવાનું જોખમ છે. તેમણે પોતે વર્ષોથી એક મોટી કપાસ ઉત્પાદક કંપનીમાં કામ કર્યું છે. હવે તેમને લાગે છે કે, તેમને આ બાબતને સમયસર સમજી શક્યા નથી. હવે સમસ્યા એ છે કે હવે કંપનીઓ મોટા મશીનથી તમામ કામ કરી રહી છે અને સ્થાનિક લોકોની રોજગારી પણ છીનવાઈ રહી છે. અહીંની વસ્તીનો ત્રીજો ભાગ ગરીબી રેખા હેઠળમાં જીવે છે. આ શહેરમાં ત્રણ મુવી થિયેટર્સ હતા. હાલ ત્રણેય બંધ થઈ ગયા છે. 77 વર્ષીય સ્થાનિક અનુભવી રોલ ગોમેઝે જણાવે છે કે, ઘણા લોકો અહીંથી જતા રહ્યા છે. (કેટલીક તરવીરો પ્રતીકાત્મક છે)

English summary
The whole city of America is being absorbed in the 'abyss'. This process has been going on for the last 100 years. So far the city has collapsed to the ground like a two-story building.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X