• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ના ભારત ના અમેરિકા, ઇઝરાઇલ મારશે હાફિજ સઇદને!

By Kumar Dushyant
|

ઇસ્લામાબાદ, 11 ડિસેમ્બર: અત્યારે તમે વાંચ્યું કે લશ્કર-એ-તોઇબાનો પ્રમુખ હાફિજ સઇદ હવે ફિલિસ્તીનના ગાજા સુધી પહોંચી ચૂક્યો છે. અહીંયા પણ તેને ફલાહ-એ-ઇંસાનિયત નામથી ચેરિટીનું નાટક શરૂ કરી દિધું છે. પરંતુ હવે જાણો આખરે એવું શું થશે કે ભારત નહી પરંતુ ઇઝરાયલ હાફિજ સઇદનો ખાતમો કરશે અને કેમ?

ઇઝરાઇલને નથી કોઇનો ભય

ભારતમાં મોટાભાગે આ પ્રકારના અવાજો સાંભળવા મળે છે કે પીઓકે સ્થિત મુજફ્ફરબાદમાં લશ્કર અને હાજિદ સઇદ દ્વારા જેટલા પણ આતંકી કેપ ચલાવવામાં આવી રહ્યાં છે, તેમના વિરૂદ્ધ સખત કાર્યવાહી શરૂ કરવામાં આવે.

ભારત ક્યાંક ને ક્યાં મોટાભાગે આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણના લીધે કાર્યવાહી કરવામાં અસફળ રહે છે. તો બીજી તરફ અમેરિકા પણ અત્યાર સુધી ઘણા પુરાવા બાદ પણ સઇદ અને પાક વિરૂદ્ધ કંઇપણ કહેવા અથવા કરવામાં અસફળ રહ્યું છે.

વિશેષજ્ઞોનું માનીએ તો ઇઝરાઇલ તે દેશ નથી જે કંઇપણ સહન કરી લે અને તે હાજિદ સઇદ અને તેમની હરકતોને પણ નજરઅંદાજ કરશે નહી. ઇઝરાઇલ ગાજામાં સઇદ દ્વારા ચલાવવામાં આવી રહેલા આતંકવાદી કેંપોને ખતમ કરવા માટે કોઇપણ હદ સુધી જઇ શકે છે. તે વાતની પણ ચિંતા કરશે નહી કે આંતરરાષ્ટ્રીય સમુદાય તેમના વિશે શું વિચારે છે.

ઇઝરાઇલ સેના માટે ગોલ્ડન ચાંસ

સાથે જ એ વાત પણ ક્યાંક ને ક્યાં સાચી છે કે ગાજામાં સઇદ દાખલ થયા બાદ હવે એ વાતના સંકેત છે કે તેના માટે અમેરિકાથી બચવું મુશ્કેલ થઇ જશે. હાજિદ સઇદની ગાજામાં હાજરનો અર્થ ઇઝરાઇલી સેના માટે મુશ્કેલી અને સારી તક છે કે તે તેને ખતમ કરીને તેના કેંપો અને મૉડ્યૂલ્સને પણ ખતમ કરી દે. આ અમેરિકા માટે ખૂબ અસહજ સ્થિતી હશે કારણ કે તે હજુ સુધી પાકિસ્તાન વિરૂદ્ધ કોઇ કડક પગલાં ભરી શક્યું નથી.

આતંકી હેતુ માટે ચેરિટી કરે છે હાજિદ સઇદ

જો હાજિદ સઇદ દ્વારા ચલાવવામાં આવી રહેલા ચેરિટી કામો પર ધ્યાન આપવામાં આવે તો તે ગત કેટલાક વર્ષોથી પાકિસ્તાનમાં આ પ્રકારના કામોને અંજામ આપતો રહ્યો છે.

જો કે આ કામોની આડમાં તે ઘણી બધી આતંકવાદી ગતિવિધિઓનું સંચાલન કરી રહ્યો છે. સઇદ જે જમાત-ઉદ-દાવાનો પ્રમુખ છે તે ચેરિટીના નામ પર ફંડ એકઠો કરવાનું કામ કરે છે. લશ્કરની શાખા જેયૂડીના લીધે ભેગું થનાર બધુ ફંડ આતંકવાદી ગતિવિધિઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

આ સંસ્થાને થોડા મહિના પહેલાં અમેરિકા દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ યૂનાઇટેડ નેશન્સ ખૂબ પહેલાં પગલાં ભરી ચૂકી છે. જેયૂડી પર પ્રતિબંધ લગાવ્યા બાદ તેને ફલાહ-એ-ઇંસાનિયતની સાથે દાન માટે ફંડ કરવાનું શરૂ કરી દિધું છે.

આ તે સંગઠન છે જેને ગત શુક્રવારે ઉરીમાં આતંકવાદી હુમલાને આર્થિક મદદ આપવા માટે ફંડ એકઠું કર્યું હતું. આઇબી અધિકારીઓ દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે.

કેમ પરેશાન છે ભારત

તો બીજી તરફ ભારતીય એજન્સીઓની વાત કરીએ તો તેમનું કહેવું છે કે ઇઝરાયલી સેના અથવા સરકારને આ પ્રકારના મુદ્દાઓ પર કોઇપણ પ્રકારની સલાહની જરૂરિયાત હોતી નથી. તે આવા મુદ્દાઓને ખૂબ સારી રીતે હેંડલ કરવામાં માહિર હોય છે.

ભારત આ વાતને લઇને ખૂબ પરેશાન છે કે ભારતમાં તે લોકોની માનસિકતા બદલાઇ શકે છે તો તેના સંગઠનમાં ભરતી થવાની ઇચ્છા ધરાવે છે. બની શકે કે આગામી કેટલાક દિવસોમાં ભારત પાસે તેના સંગઠન માટે થનાર ભરતીમાં વધારો થઇ જાય. ભારતમાં એવા ઘણા લોકો છે જે ખતરો હોવાછતાં સંગઠનમાં સામેલ થવાની ઇચ્છા ધરાવે છે અને ઇઝરાઇલનો વિરોધ કરે છે.

ગાજાના નામ પર આજે ઘણા લોકોની ભરતી કરવામાં આવે છે અને જો કાશ્મીરની વાત કરીએ તો તે બીજા નંબર પર આવે છે. યુવાનોમાં તે સંગઠનો માટે ખૂબ આકર્ષણ છે જે કોઇ પણ કિંમત પર ઇઝરાઇલને બરબાદ કરવાની ઇચ્છા ધરાવે છે.

ગાજા જવા માટે ઇચ્છુક હતો સઇદ

આ વાતના સંકેત ખૂબ પહેલાં મળી ગયા હતા હાજિદ સઇદ કોઇપણ કિંમત પર ગાજામાં દાખલ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પાક સેનાના ચીફ રાહીલ શરીફે થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે દુનિયામાં શાંતિ ફક્ત કાશ્મીર અને ફિલિસ્તીન જેવા મુદ્દાઓને ઉકેલાયા બાદ આવી શકશે. તો બીજી તરફ હાજિદ સઇદ પોતે પણ હંમેશા ફિલિસ્તીનના મુદ્દા પર ઘણુબધુ કહેતો રહ્યો છે.

English summary
Why Lashkar-e-Taiba chief Hafiz Saeed will be killed by Israel not by India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more