બ્રિટનના કરોડપતિને 21 વર્ષ બાદ ખબર પડી સત્ય, કોઈ બીજો છે 3 પુત્રોનો પિતા
બ્રિટનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કરોડપતિ બિઝનેસમેનને 21 વર્ષ બાદ માલુમ પડ્યુ કે તે જે ત્રણ પુત્રોને પોતાની સંતાન સમજતો રહ્યો, વાસ્તવમાં તે તેના સંતાનો નથી. શરૂઆતમાં તો બર્મિંઘમની ફેમિલી કોર્ટને રિચર્ડ મેસન નામના આ વ્યક્તિની વાત પર વિશ્વાસ નહોતો પરંતુ જ્યારે ડૉક્ટરનો રિપોર્ટ જોયો ત્યારે જજ સાહેબ પણ ચોંકી ગયા. જે બિઝનેસમેન સાથે છેતરપિંડી થઈ તે કોઈ સાધારણ વ્યક્તિ નહિ પરંતુ મની સુપર માર્કેટ ડૉક્ટર કામના ફાઉન્ડર છે. 55 વર્ષના આ વ્યક્તિની કહાની સાંભળીને અદાલતને પણ ખૂબ અફસોસ થયો. છેવટે કોર્ટે રિચર્ડની પૂર્વ પત્ની પર મોટો દંડ ફટકાર્યો. કોર્ટે પૂર્વ પત્નીને આદેશ આપ્યા છે કે તે રિચર્ડને 22 કરોડ રૂપિયા આપે.

જ્યારે રિચર્ડને ખબર પડી કે તે બાળકો પેદા કરવામાં સક્ષમ નથી દિમાગ ચકરાઈ ગયુ
રિચર્ડ મેસન અને કેટ 2006માં એકબીજાથી અલગ થઈ ગયા હતા પરંતુ આ રાઝ ખુલ્યો 10 વર્ષ બાદ. 201માં રિચર્ડને બિમારી થઈ. ઈલાજ દરમિયાન માલુમ પડ્યુ કે તે બાળકો પેદા નથી કરી શકતો. રિચર્ડને ડૉક્ટરે જણાવ્યુ કે તે વાંઝિયાપણાનો શિકાર છે. ડૉક્ટરના મોઢે આ વાત સાંભળી રિચર્ચને સમજ ન આવ્યુ કે જો તે બાળક પેદા કરવા અક્ષમ છે તો તેની પૂર્વ પત્નીએ તેની સાથે રહીને જ ત્રણ બાળકોને જન્મ આપ્યો એ કોના છે? પોતાની બિમારી વિશે પૂરી જાણકારી મેળવ્યા બાદ રિચર્ડે નિર્ણય કર્યો કે તે પૂર્વ પત્નીને પાછ ભણાવશે. તેમણે છૂટાછેડા વખતે કેટને લગભગ 40 લાખ પાઉન્ડ આપ્યા હતા. આ બહુ મોટી રકમ હતી. રિચર્ડે પણ કોર્ટમાં કેસ કર્યો અને માત્ર પૈસા જ પાછા ન માંગ્યા પરંતુ છેતરપિંડીનો પણ કેસ કર્યો.

મોટા પુત્રએ પૂછ્યુ તો માએ સ્વીકાર્યુઃ તમારો બાપ કોઈ બીજો છે
રિચર્ડનું માનવુ છે કે તેમની પત્ની કેટનો 1990ના દશકમાં એક વ્યક્તિ સાથે અફેર થયો હતો. ત્રણે બાળકો પણ એ જ દરમિયાન પેદા થયા હતા. રિચર્ડ અને કેટના લગ્ન 1987માં થયા હતા. જેના લગભઘ 2 વર્ષ બાદ એટલે કે 2006માં બંનેએ છૂટાછેડા લીધા હતા. જ્યારે આ કેસ કોર્ટમાં પહોંચ્યો ત્યારે મોટા પુત્રએ પૂછ્યુ ત્યારે કેટે સ્વીકાર્યુ કે તે રિચર્ડનો પુત્ર નથી પરંતુ તેનો પિતા કોઈ બીજુ છે.

ત્રણે પુત્રો પણ છે પરેશાન છેવટે કોને માને પિતા
ઈંગ્લેન્ડના નોર્થ વેલ્સમાં રહેતા રિચર્ડ મેસને આ દુખદ સ્થિતિ વિશે કહ્યુ, ‘હું જે જાણતો હતો, જે સાચુ લાગી રહ્યુ તે અસલમાં હકીકત નહોતુ. હું આજે પણ ફેસબુક પર જોવુ છુ છોકરાઓ શું કરે છે. આ કેસ દરમિયાન ત્રણે પુત્રોને ડીએનએ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો જે બાદ એ સાબિત થઈ ગયુ કે રિચર્ડ તેમના બાયોલોજિકલ પિતા નથી.' રિચર્ડ સાથે લગ્નજીવન વિતાવતા કેટે ત્રણ પુત્રોને જન્મ આપ્યો હતો. આમાં સૌથી મોટા પુત્રની ઉંમર 20 વર્ષથી વધુ છે જ્યારે બે પુત્રો જોડિયા હતા જેમની ઉંમર 19 વર્ષ છે. હવે ત્રણે પુત્રો પણ વિચિત્ર અનુભવી રહ્યા છે. તેમને સમજાતુ નથી કે જે વ્યક્તિને પિતા માની રહ્યા હતા તે તો તેમના પિતા છે જ નહિ.
આ પણ વાંચોઃ મંકી વાયરસે લીધા 3ના જીવ, 15 લોકોમાં જોવા મળ્યો આ વાયરસ