માણસોની હરકતોથી 46 વર્ષમાં વિશ્વના બે-તૃતિયાંશ જાનવર ખતમ થઈ ગયાં, WWFનો રિપોર્ટ
નવી દિલ્હીઃ માનવામાં આવે છે માણસ કુદરતનું સૌથી સુંદર સર્જન છે, પરંતુ હકિકતમાં આ સુંદર સર્જન જ પૃથ્વીની વાસ્તવિક સુંદરતાને નષ્ટ કરી રહ્યું છે. જળ, જંગલો, જાનવર માટે માણસ ખતરનાક બનતો જઈ રહ્યો છે. આવો જ એક ખુલાસો વાઈલલાઈફ ફંડે પોતાના રિપોર્ટમાં કર્યો છે. રિપોર્ટમાં વન્યજીવોની સંખ્યામાં આવેલ ગિરાવટના કારણને માનવ હરકત ગણાવી છે. રિપોર્ટમાં ઉમ્મીદ જતાવી કે જો જલદી પગલાં ભરવામાં નહિ આવે તો આ સ્થિતિ બદલી પણ શકે છે, નહિતો આગામી દશકા અને સદીઓમાં 10 લાખથી વધુ પ્રજાતિઓ હંમેશા માટે લુપ્ત થઈ શકે છે.

46 વર્ષમાં દુનિયાથી 68% વન્યજીવ ખતમ થયા
ધી લિવિંગ પ્લાનેટ રિપોર્ટ 2020 મુજબ 1970થી 2016 દરમ્યાન 4392 પ્રજાતિઓની જનસંખ્યામાં ઘણો જબરો ઘટાડો આવ્યો છે. વન્યજીવોની 64 ટકા અથવા તો બે-તૃતિયાંશ વસ્તીઆ 46 વર્ષમાં લુપ્ત થઈ ગઈ છે. આ પ્રજાતિઓમાં સ્તનધારીઓથી લઈ, પક્ષીઓ, માછલીઓ, સરીસૃપ અને ઉભચર પ્રાણી પણ સામેલ છે. રિપોર્ટની ગંભીરતા આ વાતથી સમજી શકાય કે 46 વર્ષમાં જે ગતિએ વન્યજીવો ધરતીથી ગાયબ થયા છે, તેટલાં વન્ય જીવો પાછલા લાખો વર્ષમાં ક્યારેય ગાયબ નથી થયા. વન્યજીવો માટે દુનિયાના જે વિસ્તારો સૌથી ખતરનાક સાબિત થયા છે, તેમાં લેટિન અમેરિકા અને કેરેબિયન ક્ષેત્ર સામેલ છે, જ્યાં એવરેજ 94 ટકા વન્યજીવ આ દરમ્યાન ખતમ થયા છે.

માણસોની જરૂરતે વન્યજીવોને તબાહ કરી નાખ્યા
વન્યજીવોની જનસંખ્યા ઘટવાનું મુખ્ય કારણ માનવ જરૂરતો પૂરી કરવા માટે ગોચર, જંગલો, વેટલેન્ડને મૂળ રૂપે બદલવા, વન્યજીવોનું અત્યાધિક શોષણ, મૂળ-પ્રજાતિઓથી અલગ પ્રજાતિઓની શરૂઆત અને જળવાયુ પરિવર્તન જણાવવામાં આવ્યાં છે. રિપોર્ટ મુજબ આફ્રીકામાં 65 ટકા, એશિયા-પેસિફિકમાં 45 ટકા, ઉત્તરી અમેરિકામાં 33 ટકા અને યૂરોપ અને સેન્ટ્રલ એશિયામાં 24 ટકા વન્યજીવ ઘટ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મનુષ્યોના કારણે પૃથ્વીની 75 ટકા બરફ-રહિત ભૂમિ પ્રભાવિત થઈ છે.

દુનિયાની 10 લાખ પ્રજાતિઓ પર ખતરો
વર્લ્ડ લાઈફ ફંડ મુજબ ઈકોસિસ્ટમ તબાહ થવાથી દુનિયાની 10 લાખ પ્રજાતિઓ ખતરામાં પડી ચૂકી છે. જેમાં 5 લાખ સ્તનધારી અને વૃક્ષો છે, જ્યારે 5 લાખ કીટ-પતંગ છે, જેઓ આગામી દશકા કે શતાબ્દીમાં સમાપ્ત થવાની આશંકા છે. જો કે રિપોર્ટમાં એવી પણ ઉમ્મીદ જતાવવામાં આવી છે કે જો તત્કાળ પગલાં ઉઠાવવામાં આવે તો ગિરાવટના આ ટ્રેન્ડને રોકી શકાય છે. આપણે કેવા પ્રકારનું ઉત્પાદન કરીએ છીએ અને શું ખાઈએ છીએ તેમાં બદલાવથી પણ તફાવત આવી શકે છે. આ ઉપરાંત જળવાયુ પરિવર્તન પર નિયંત્રણ કરી અને પ્રકૃતિની રક્ષા કરીને પણ બદલાવ લાવી શકાય છે.

વાર્ષિક એવરેજ 4 ટકા ઘટી રહ્યાં છે ફ્રેશ વોટરના જીવ
નિષ્ણાંતોનું કહેવું છે કે ઔદ્યોગિક ક્રાંતિ બાદથી દુનિયામાં 85 ટકા વેટલેંડ સમાપ્ત થઈ ચૂક્યા છે. ફ્રેશવૉટરમાં રહેતા સ્તનધારી, પક્ષીઓ, સરીસૃપ અને ઉભયચર 1970 બાદથી એવરેજ 4 ટકા વાર્ષિક દરે ઘઠતા ગયા છે. જેને સૌથી આશ્ચર્યજનક અને ચિંતાજનક ગિરાવટ માનવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકો મુજબ 21મી સદીની લાઈફસ્ટાઈલને પૂરી કરવા માટે આપણે પૃથ્વીની જૈવ ક્ષમતાને ઓછામા ઓછી 56 ટકા વધુ ઉપયોગ કરી રહ્યા છીએ. (તસવીરો સૌજન્ય- સોશિયલ મીડિયા)
ચીની વિદેશ મંત્રી સાથે મુલાકાત દરમ્યાન જયશંકરે શખ્ત સંદેશ આપ્યો