મલાલા પરત ફરશે તો જીવીત છોડીશું નહી: તાલિબાન
ઇસ્લામાબાદ, 20 જુલાઇ: પાકિસ્તાનના એક આતંકવાદી સંગઠન તહરીક એ તાલિબાને કહ્યું હતું કે મલાલા યૂસૂફજઇ પાકિસ્તાન પરત ફરશે તો તેને ગોળી મારી દઇશું. એક એજન્સીના રિપોર્ટ અનુસાર તાલિબાનને મલાલાથી કોઇ સહાનૂભૂતિ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મલાલાએ છોકરીઓને શિક્ષણ આપવાના પક્ષમાં તાલિબાન વિરૂદ્ધ અવાઝ ઉઠાવ્યો હતો.
પાકિસ્તાનના સમાચાર પત્રમાં છપાયેલા એક અહેવાલ મુજબ મહિલાઓના અધિકારોની વકિલાત કરવાના કારણે તેની સાથે આવો વ્યવહાર કર્યો હતો. બીજી તરફ પાકિસ્તાન વાયુસેનાના સભ્ય અને તાલિબાન કમાંડર અદનાન રશીદે કહ્યું હતું કે તાલિબાને તેને આતંકી સંગઠનની નિંદા કરવા બદલ ગોળી મારી હતી. ના કે છોકરીઓની તરફેણ કરવા માટે. હું આ ઘટના સાંભળીને સ્તબ્ધ રહી ગયો અને અને વિચારું છું કે કદાચ આવું ન બન્યું હોત.
ખાસવાત એ છે કે રશીદે પોતાના પત્રમાં મહાત્મા ગાંધી, જીસસ ક્રાઇસ્ટ અને લોર્ડ બુદ્ધાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે પાકિસ્તાન પરત ફરવું જોઇએ અને ઇસ્લામના પ્રસાર માટે લખવું જોઇએ.