For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે શ્રીલંકા સહિત ભારતના પડોશી દેશોને પોતાના પ્રભાવમાં લઈ રહ્યુ છે ચીન

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેએ દેશના નવા પ્રધાનમંત્રી પદના શપથ લઈ લીધા છે. રાજપક્ષેને ચીન માટે નરમ વલણ દાખવતા નેતા માનવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેએ દેશના નવા પ્રધાનમંત્રી પદના શપથ લઈ લીધા છે. રાજપક્ષેને ચીન માટે નરમ વલણ દાખવતા નેતા માનવામાં આવે છે. એ રાજપક્ષેનો જ કાર્યકાળ હતા જ્યારે ચીનની પરમાણુ પનડુબ્બી શ્રીલંકા પહોંચી અને પછી હંબનટોટા પોર્ટને લીઝ પર આપી દીધુ. હવે એક વાર ફરીથી રાજપક્ષે સત્તામાં છે તો આશા રાખવામાં આવી રહી છે કે ચીન પણ આક્રમક રીતે શ્રીલંકામાં કમબેક કરશે. શ્રીલંકાના પૂર્વ પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે જે ભારતની ચિંતાઓને સમજી રહ્યા હતા તે હંમેશા એ વાતનો ઈનકાર કરી દેતા હતા કે તેમનો દેશ ચીનની જાળમાં ફસાઈ રહ્યો છે. જો ભૂટાનને હટાવી દે તો માલદીવ, નેપાળ અને એશિયાના ઘણા દેશ છે જ્યાં ચીની પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે.

આ પણ વાંચોઃ બંદરોથી આ વ્યક્તિને છે એવો લગાવ, પોતાના હાથે ખવડાવે છે 1700 રોટલીઓઆ પણ વાંચોઃ બંદરોથી આ વ્યક્તિને છે એવો લગાવ, પોતાના હાથે ખવડાવે છે 1700 રોટલીઓ

કયા દેશમાં ચીનનું કેટલુ રોકાણ

કયા દેશમાં ચીનનું કેટલુ રોકાણ

ચીનની સૌથી વધુ અસર જો કોઈ દેશ પર જોવા મળતી હોય તો તે છે નેપાળ. નેપાળ અને ભૂટાનમાં ચીની પ્રભાવને રોકવા માટે મોદી સરકાર તરફથી આ દેશો માટે વર્ષ 2018-19 માં આર્થિક મદદ વધારી દેવામાં આવી હતી. ચીન, શ્રીલંકા સહિત ભારતના પડોશમાં મિલિટ્રી બેઝ બનાવી રહ્યુ છે. પાકિસ્તાન પર તો ચીનના પ્રભાવનો ઈનકાર ન કરી શકાય. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડૉર (સીપીઈસી) દ્વારા ચીન સંપૂર્ણપણે પાકિસ્તાનમાં દાખલ થઈ ચૂક્યુ છે. ત્યાં સુધી કહેવામાં આવે છે કે પાકમાં ટૂંક સમયમાં ચીનની કોલોની જોવા મળશે. ચીને અફઘાનિસ્તાનમાં 210 મિલિયન ડૉલર, મ્યાનમારમાં 2.52 ડૉલર, બાંગ્લાદેશમાં 13.87 બિલિયન ડૉલર, શ્રીલંકામાં 3.111 બિલિયન ડૉલર, નેપાળમાં 1.34 બિલિયન ડૉલર, માલદીવમાં 970 મિલિયન ડૉલર અને પાકિસ્તાનમાં 12.79 બિલિયન ડૉલરનું રોકાણ કર્યુ છે.

નેપાળ પર ચીનની અસર

નેપાળ પર ચીનની અસર

સૌથી વધુ નેપાળમાં હાલમાં પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીની સરકાર છે અને રાજપક્ષેની જેમ જ તે પણ ચીન માટે નરમ વલણ રાખનારા પીએમ છે. નેપાળને ચીનના ઝાંસામાંથી બચાવવા માટે ભારત સરકારે આર્થિક મદદમાં 73 ટકાનો વધારો કર્યો. વર્ષ 2017-18 માટે નેપાળને મળનારી આર્થિક મદદ 375 કરોડ હતી તો વર્ષ 2018-19 માટે તે 650 કરોડ પર પહોંચી ગઈ. ભૂટાન માટે ભારત તરફથી 1સ813 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી. વર્ષ 2017-18 માં આ રકમ 1,779 કરોડ હતી. ભારત ભૂટાનની સરકાર સાથે મળીને અહીં હાઈડ્રો-ઈલેક્ટ્રીક પ્રોજેક્ટ્સને આગળ વધારી રહ્યા છે. આ ઉપરાંત અમુક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ ભારતની દેખરેખમાં ચાલી રહ્યા છે. નેપાળના પીએમે ચીનની મદદથી તૈયાર થઈ રહેલા 2.5 બિલિયન ડૉલરવાળા હાઈડ્રો પાવર પ્લાન્ટને ફરીથી શરૂ કરવાનું પણ એલાન કર્યુ હતુ. નેપાળમાં અત્યાર સુધી ચીનની મદદવાળા 22 પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવી ચૂક્યા છે.

સંસદીય સમિતિની રિપોર્ટમાં પણ વ્યક્ત કરાઈ ચિંતા

સંસદીય સમિતિની રિપોર્ટમાં પણ વ્યક્ત કરાઈ ચિંતા

આ વર્ષે વિદેશી બાબતો પર બનેલી સંસદીય સમિતિનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં એ વાત પર ધ્યાન આપવામાં આવ્યુ હતુ કે ચીન, ભારતના પડોશમાં કંઈક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટલની જાળ બિછાવી રહ્યુ છે અને આ પ્રોજેક્ટ્સ ઘણા ગંભીર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારતે એક એવી રણનીતિ તૈયાર કરવી પડશે જેમાં ભારતની આસપાસ ચીનના પ્રભાવનો સામનો કરવામાં આવી શકે. કમિટી મુજબ ભારતને નેપાળ અને ભૂટાન સાથે ભાગીદારીને વધુ મજબૂત કરવાની જરૂર છે. રિપોર્ટની માનીએ તો નેપાળ અને ભૂટાન માટે સરકાર તરફથી જે ભંડોળ આપવામાં આવ્યા છે તે ચીનનો સામનો કરવાની રણનીતિનું જ પ્રદર્શન કરે છે. આ રિપોર્ટમાં જ ભારત-નેપાળ બોર્ડર પર સુરક્ષા અંગેની ચિંતાઓને ફંડમાં વધારાનું કારણ ગણાવવામાં આવી રહ્યુ હતુ.

ભૂટાન, ભારતના પક્ષમાં પરંતુ બાંગ્લાદેશમાં સ્થિતિ અલગ

ભૂટાન, ભારતના પક્ષમાં પરંતુ બાંગ્લાદેશમાં સ્થિતિ અલગ

ભૂટાન એક એવો દેશ છે જે ભારતની તરફ છે. જો કે ભૂટાનમાં ઘણા એવા લોકો છે જે માને છે કે હવે ચીન સાથેનો સહયોગ વધારવો જોઈએ. વર્ષ 2017માં જ્યારે ડોકલામ વિવાદ થયો હતો તે સમયે ભૂટાન મજબૂતીથી ભારત સાથે ઉભુ હતુ. ડોકલામ પર હકીકતમાં ચીન અને ભૂટાનનો તણાવ છે. વળી, ચીન હવે બાંગ્લાદેશમાં પણ પોતાની ધોંસ જમાવી રહ્યુ છે. ચીન તરફથી બાંગ્લાદેશને 24 બિલિયન ડૉલરનું દેવુ આપ્યુ છે. આ દેવા પર અહીં પાવર પ્લાન્ટ્સ, સી-પોર્ટ્સ અને રેલ નેટવર્ક માટે આપવામાં આવ્યુ છે. ચીને બાંગ્લાદેશમાં એવા સમયમાં રોકાણ કર્યુ છે જ્યારે ભારતે અહી લગભગ 25 પ્રોજેક્ટ્સને મદદ કરી છે. વળી, ચીને નવ બિલિયન ડૉલરનું દેવુ પણ બાંગ્લાદેશને આપ્યુ છે જે ઓછા વ્યાજનું છે.

આ પણ વાંચોઃ 'મોદીની પ્રશંસા' પર NCP છોડનારા તારિક અનવર કોંગ્રેસમાં શામેલઆ પણ વાંચોઃ 'મોદીની પ્રશંસા' પર NCP છોડનારા તારિક અનવર કોંગ્રેસમાં શામેલ

English summary
With the latest development in Sri Lanka how Chinese influence around India expected to grow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X