કાશ્મીર મુદ્દે યુએનમાં ચર્ચા ઈચ્છે છે પાકિસ્તાન, કોઈ સાંભળવા તૈયાર નથી
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદથી જ પાકિસ્તાન કાશ્મીર માટે હતાશ છે. જિનીવામાં ચાલી રહેલ યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (યુએનએચઆરસી)માં પાક તરફથી ઓછામાં ઓછુ ચાર વાર કાશ્મીર મુદ્દો ઉઠાવવાની કોશિશ કરવામાં આવી. પાક ઈચ્છતુ હતુ કે યુએનએચઆરસીમાં કાશ્મીર મુદ્દે ચર્ચા થાય અને એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવે. મંગળવારે યુએનએચઆસી સત્ર દરમિયાન પાક વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કાશ્મીર મુદ્દે નિવેદન આપ્યુ હતુ.
કાશ્મીર મુદ્દે ન લાવી શક્યુ કોઈ પ્રસ્તાવ
જિનીવા અને ન્યૂયોર્કમાં હાજર રાજદ્વારીઓની માનીએ તો ચીન ઉપરાંત સંગઠનના 47 સભ્યોમાંથી કોઈએ પણ કાશ્મીર મુદ્દે ચર્ચાની ઈચ્છા વ્યક્ત કરી નહિ. વળી, યુરોપિયન દેશોએ આ મુદ્દે મૌન રાખ્યુ. પાકિસ્તાન જે ઑર્ગેનાઈઝેશન ઑફ ઈસ્લામિક કૉર્પોરેશન (ઓઆઈસી) કાકો-ઑર્ડિનેટર છે તેના તરફથી એક સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યુ હતુ. આ નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો છે કે બધા 58 સભ્ય દેશ, કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનુ સમર્થન કરી રહ્યા છે અને ભારતની વિરુદ્ધમાં છે. જ્યારે ઓઆઈસીના કોઈ દેશ તરફથી અત્યાર સુધી આ નિવેદનની ના તો ટીકા કરવામાં આવી છે અને ના ડોક્યુમેન્ટને પડકારવામાં આવ્યુ છે. જ્યરે આ સંગઠનના એક પ્રભાવી વર્ગ તરફથી વ્યક્તિગતરીતે પોતાના ભારતીય સમકક્ષોને જણાવવામાં આવ્યુ છે કે તેમનુ આ નિવેદન સાથે કોઈ લેવાદેવા નથી.
પાકિસ્તાને ચીન અને બિન અરબ દેશોથી અલગ અત્યાર સુધી એ 58 દેશોના નામ નથી જણાવ્યા જે તેના કાશ્મીર મુદ્દે આપેલા નિવેદનનું સમર્થન કરી રહ્યા છે. એક યુએન ડિપ્લોમેટની માનીએ તો જિનીવામાં આ મુદ્દાને ચારથી પાંચ વાર ઉઠાવ્યા બાદ પણ પાકને યુએનએચઆરસીમાં કાશ્મીર મુદ્દે ચર્ચા કરવા માટે કોઈ સમર્થન મળતુ દેખાઈ નથી રહ્યુ.
આ પણ વાંચોઃ મુંબઈ મેટ્રો ટનલમાં મોટી દૂર્ઘટના, એક મજૂરનુ મોત, એક ઘાયલ