
ટ્રાફિક જામમાં ફસાયેલી કારમાં બાળકીનો જન્મ, જૂમી ઉઠ્યો પિતા
સી બ્રાઈટ(અમેરિકા): અમેરિકાના સુંદર તટીય વિસ્તાર પર આવેલા શહેર સી બ્રાઈટમાં શનિવારે સાંજે જ્યારે હજારો લોકો બીચ પર મસ્તી કરી રહ્યાં હતા, ત્યારે જ બીચની નજીકના ન્યૂ જર્સી શોર હાઈવે પર ટ્રાફિકમાં ફસાયેલી કારમાં એક બાળકે જન્મ લીધો. જી હા ઘટના આશ્ચર્યજનક છે, પણ સાચી છે. અને તેનાથી પણ વધું આશ્ચર્યનજક દ્રશ્ય એ હતું, જે જન્મ લેનાર બાળકીના પિતાએ જોયું. જેને જોઈને થોડીક ક્ષણ માટે આ બાળકીના પિતાને લાગ્યું કે તેની પત્ની અને બાળક બંને આ દુનિયામાં નથી રહ્યાં.
વાત એમ છે કે અમેરિકાના ટ્રેવર અબડુડ પોતાની પત્ની રોઝને લઈને હોસ્પિટલ જઈ રહ્યાં હતા, ત્યારે જ કાર ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ. એક બાજુ રોઝ પ્રસવની પીડાથી ચીસો પાડી રહી હતી અને બીજી બાજુ વાહનોની લાંબી કતાર વચ્ચે કાર ફસાઈ હતી. ગાડીનું એન્જીન બંધ હતું ત્યારે અચાનક પત્નીની ચીસો પણ બંધ થઈ ગઈ. ટ્રેવરે પાછળની સીટ પર જોયું તો પત્ની બેભાન થઈ ગઈ હતી. તે પાછળની સીટ પર ગયો ત્યારે તેણે જોયું કે બાળકનું માથું બહાર આવી ગયું હતું.
ટ્રેવરના હોશ ઉંડી ગયા અને તેણે કારની બહાર હેલ્પ હેલ્પની બૂમો પાડવાનું શરૂ કર્યું.
ઈશ્વરે મોકલ્યા દેવદૂત
તેજ ક્ષણે બીચ ક્લબમાંથી બે મહિલાઓ બહાર આવી અને તે દેવદૂત સાબિત થઈ. આ બંને મહિલાઓ નર્સ હતી. બંને તરત જ કાર સુધી પહોંચી અને આખો કેસ સંભાળી લીધો. થોડી જ વારમાં રોઝે કારમાં એક દીકરીને જન્મ આપ્યો.
દીકરીનો અવાજ સાંભળતા જ ટ્રેવરના આસું ખુશીમાં બદલાઈ ગયા. ટ્રેવરે બંને નર્સનો આભાર વ્યક્ત કર્યો અને ભાવવિભોર થઈ ગયો.