For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૃત્યું બાદ આપ્યો બાળકીને જન્મ અને પછી ફરીથી થઇ જીવીત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હ્યુસટન, 27 મે: આને કુદરતનો કરિશ્મા કહીશું કે પછી અમેરિકામાં ટેક્નોલોજીના જોરે મૃત મહિલાએ સામાન્ય રીતે બાળકીને જન્મ આપ્યો અને પછી ફરીથી જીવતી થઇ. આ ચમત્કારિક ઘટના આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઘટી હતી. મિસૂરી સિટીના એલકિંસ હાઇસ્કૂલની શિક્ષિકા એરિકા નિગરેલી ક્લાસમાં ભણાવતાં ભણાવતાં અચાનક બેભાન થઇ ગઇ હતી. અંગ્રેજી ભાષાની શિક્ષિકા એરિકા તે સમયે 36 અઠવાડિયાનો ગર્ભ ધારણ કરેલો હતો.

સહકર્મી શિક્ષકો અને કર્મચારીની મદદથી તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી. જ્યાં ડોક્ટરોને જાણવા મળ્યું કે 32 વર્ષીય એરિકાની નાડી કામ કરી રહી નથી અને તેનું હદય કામ કરતું બંધ થઇ ગયું છે.

nigrelli

એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિલાની 'પોસ્ટમોર્ટમ ડિલેવરી' કરવામાં આવી તે ટેક્નિકલ રીતે મૃત્યું પામી હતી. મહિલાને સામાન્ય રીતે બાળકીને જન્મ આપ્યો ત્યારબાદ તેનું નામ એલાયના રાખવામાં આવ્યું.

બાળકીના જન્મ પછી ડૉક્ટરોને જાણવા મળ્યું કે એરિકાના હદયના ધબકારા શરૂ થઇ ગયા છે. ડૉક્ટરોનું કહેવું છે કે આને ચમત્કાર કહેવામાં આવશે કે એરિકા આ દુનિયામાં પાછી ફરી અને સામાન્ય જીવન જીવી રહી છે. એરિકા કહે છે કે 'આ પ્રકારની સ્થિતીમાં 10માંથી 9 લોકો મૃત્યું પામે છે. આ ઘટના તે સમયની છે જ્યારે હું 36 અઠવાડિયાના ગર્ભથી હતી.

English summary
In a miracle, a 36-week pregnant American woman, who was technically dead as her heart had stopped, has delivered a 'normal' baby.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X