For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ મહિલાને છે ગજબ બિમારી, ઉંઘમાં આરોગે છે પેન્ટ કે વેસેલિન પણ!

|
Google Oneindia Gujarati News

foody
લંડન, 24 એપ્રિલ: ખાવાનો શોખ તો દુનિયાના લગભગ દરેક માણસોને હોય છે પરંતુ શું કોઇ વ્યક્તિ પેન્ટ, ચાકૂ, કે વેસેલિન પણ ખાઇ શકે? માત્ર આ વાતની કલ્પના કરતા જ આપણા હોશ ઉડી જાય. સાંભળવામાં ભલે અટપટુ લાગે પરંતુ બ્રિટેનમાં એક એવી મહિલા છે જે ઉંઘમાં કંઇપણ ખાઇ લે છે.

ખરેખર લેસ્લે કસૈક નામની આ 55 વર્ષની મહિલાને 30 વર્ષથી ઉંઘમાં કંઇ પણ આરોગી જવાની બીમારી છે. આ બીમારીના કારણે લેસ્લે ખૂબ જ જાડી પણ થઇ ગઇ છે. તેને ઉંઘમાં એ વાતનો ખ્યાલ પણ નથી રહેતો કે તેણે શું અને કેટલું ખાઇ લીધું છે.

લેસ્લેના અનુસાર તેની આ બીમારીના કારણે તેના ઘણા દાંત પણ તૂટી ગયા છે. તેને ઉંઘમાં ખબર પણ નથી પડતી કે તેણે શું ખાઇ લીધું છે. ઘણી વખત કડક ચીજવસ્તુઓ ખાઇ લેવાથી તેના દાંત તૂટી ગયા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ એવી બીમારી છે જેમાં કંઇપણ ખાઇ શકે છે અને ખાવાનું પણ બનાવી શકે છે આ બીમારીમાં વજન વધવું સ્વાભાવિક છે.

English summary
I eat a day’s calories in my sleep: Mum even munches soap and paint in night binges.
 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X