For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: આયર્લેન્ડની ટ્રેનમાં મહિલાનું ફરમાન, ભારત પાછા જાઓ!

ટ્વીટર પર પોસ્ટ કરેલા આ વીડિયોમાં એક મહિલા અન્ય યાત્રીઓ માટે અભદ્ર અને જાતિભેદ અંગેની ટિપ્પણીઓ કરતી જોવા મળે છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

આયર્લેન્ડ માં એક મહિલા ચાલુ ટ્રેનમાં રંગભેદ અંગે ટિપ્પણીઓ કરતી જોવા મળી હતી. આ મહિલાએ એશિયાઇ યાત્રીઓ અંગે અભદ્ર ટિપ્પણી કરતાં એક યાત્રીને ભારત પરત ફરવા જણાવ્યું હતું. આ યાત્રીએ એક ખાલી સીટ પર પોતાની બેગ મુકી હતી, આ વાતથી નારાજ થઇને મહિલાએ તેની પર અનેક ટિપ્પણીઓનો વરસાદ કર્યો હતો.

irish railway

ટ્વીટર પર શેર કર્યો વીડિયો

ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયોમાં એક મહિલા અન્ય યાત્રીઓ અંગે અભદ્ર અને રંગભેદ અંગે ટિપ્પણી કરતી જોવા મળે છે. TheBexWay નામના ટ્વીટર યૂઝર દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ ઘટના ગત રવિવારની છે.

અહીં વાંચો - Video : સહેવાગે આ કાશ્મીર યુવકનો વીડિયો મૂક્યો, જાણો કેમ?અહીં વાંચો - Video : સહેવાગે આ કાશ્મીર યુવકનો વીડિયો મૂક્યો, જાણો કેમ?

ભારત પરત ફરવાનું ફરમાન

એક અહેવાલ અનુસાર, વીડિયો બનાવનાર મહિલાએ આઇરિશ રેલવેને ટ્વીટ કરીને આ અંગે ફરિયાદ પણ કરી હતી. તેનું કહેવું હતું કે, આરોપી મહિલાએ લગભગ 10 મિનિટ સુધી ટ્રેનમાં બીજા યાત્રીઓ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને યાત્રીઓને મોટા અવાજે ભારત પરત ફરવાનું ફરમાન પણ કર્યું હતું.

રેલવે પોલીસને સોંપવામાં આવ્યો કેસ

આરોપી મહિલાએ લોકોના પહેરવેશ અને વાન અંગે ટિપ્પણી કરતાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. અન્ય યાત્રીઓ લગભગ 16 મિનિટ સુધી આ મહિલાની વાતો સાંભળતા રહ્યા અને ત્યાર બાદ ત્યાંથી જતા રહ્યા. આ ઘટના અંગે ફરિયાદ થતાં આઇરિશ રેલવેએ પોલીસને સૂચના આપી છે. રેલવે પ્રવક્તાએ કહ્યું હતું કે, આવી ઘટનાઓ સાંખી નહીં લેવાય.

આ ઘટનાનો વીડિયો જુઓ અહીં..

English summary
Woman screams at Asian passengers, go back to India in Ireland.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X