ગજબ! મહિલાને સંભળાય છે આંખો અને મગજનો અવાજ
સ્ટેથેસ્કોપ લગાવીને હૃદયના ધબકારા તો તમે ઘણી વખત સાંભળ્યા હશે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, આંખ અને મગજનો અવાજ પણ સાંભળી શકાય. સાંભળવામાં થોડીક અજીબ લાગતી આ વાત સાચી છે. એક મહિલાને પોતાના હૃદયના ધબકારા સ્ટેથેસ્કોપ વગર પણ સંભળાય છે, એટલું જ નહીં પરંતુ તેઓ તેમની આંખ અને મગજનો અવાજ પણ સાંભળી શકે છે.
47 વર્ષની જૂલી રેડફર્નને એક ભાગ્યેજ જોવા મળતી બીમારી(સુપીરિયર કનાલ ડીહાઇસિંસ સિંડ્રોમ) હતી. આ બીમારીમાં વ્યક્તિના અંદરના કાનનો અવાજ ઘણો તેજ થઇ જાય છે. જેના કારણે તે તેના શરીરની અંદરથી આવી રહેલા અવાજને સહેલાયથી સાંભળી શકે છે. ડેઇલી મેલ અનુસાર, જૂલી પણ આ સિંડ્રોમથી પીડિત હતી, તેથી તેને તેના આંખ, મગજ અને ત્યાં સુધી કે શરીરમાં વહેતા લોહીનો અવાજ પણ સંભળાતો હતો.

દરેક સમયે અવાજોથી ઘેરાયેલી રહેતી
તમે ભલે તેને કૂદરતનો કરિશ્મા સમજી રહ્યાં હોવ, પરંતુ જૂલી માટે આ કોઇ પીડાથી ઓછું નથી. તે દરેક સમયે અવાજોથી ઘેરાયેલી રહેતી હતી. બીજાની વાતો ધ્યાનથી સાંભળી શકતી નથી અને ના તો સુકૂનથી રહી શકે છે.

ફોનની રીંગ વાગતી અને આંખોનો અવાજ સંભળાતો
જૂલી એક કંપનીમાં રિસેપ્શનિસ્ટ છે પરંતુ તેને તેની આ નોકરીને સંભાળવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. એક તરફ ફોનની રીંગ વાગતી તો બીજી તરફ તેને તેની આંખોનો અવાજ સંભળાતો હતી.

સાત વર્ષ સુધી સહન કરી આ પીડા
જૂલીએ સાત વર્ષ સુધી આ પીડાને સહન કર્યા બાદ અંતે સર્જરીનો સહારો લીધો. લાંસશાયરમાં રહેલી જૂલીનું કહેવું છે કે, 40 વર્ષની ઉમરે પહેલી વાર તેને આ બીમારીની જાણ થઇ. આ અંગે જ્યારે તેમણે પતિને જણાવ્યું તો તેમણે આ બાબતને હળવાશથી લીધી હતી. ત્યાં સુધી કે ડોક્ટર્સે તેમને ઉમરનું કારણ અગળ ધરી કોઇ બીમારી નહીં હોવાનું જણાવ્યું.

એક આર્ટિકલથી જાણ થઇ આ બીમારીની
એક દિવસ જૂલીએ પોતાના જેવા જ એક વ્યક્તિ અંગે વાંચ્યું, તે આ આર્ટિકલ લઇને ડોક્ટર પાસે પહોંચી. ત્યાર બાદ તેની આ બીમારી અંગે જાણ થઇ.

બીમારીના લક્ષણો
આ બીમારીમાં કાનની અંદરનું હાડકું પાતળું થઇ જાય છે, જેના કારણે આ અવાજો સંભળાય છે. જો કે, આ બીમારીથી પીડિત થનારી જૂલી એકલી નથી. વર્ષ 1998માં પણ આવો જ એક મામલો બહાર આવ્યો હતો.