બૉયફ્રેન્ડ ઘરે ન હોય તો તેના 16 વર્ષના દીકરા સાથે સંબંધ બનાવતી ગર્લફ્રેન્ડ, બ્લૂ ફિલ્મ પણ દેખાડતી
નવી દિલ્હીઃ ફ્લોરિડામાં એક એવો મામલો સામે આવ્યો છે જેણે સંબંધોની મર્યાદા ઓળંગાવી દીધી છે. અહીં એક મહિલાની પોતાના બૉયફ્રેન્ડના 16 વર્ષના દીકરા સાથે શારીરિક સંબંધ બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેણે 15 મહિના સુધી છોકરા સાથે સંબંધ રાખ્યા. મહિલા ખુદ 12 વર્ષના બાળકની માતા છે. જ્યારે પીડિત છોકરાના પિતાએ મહિલાને સેક્સ એડિક્ટેડ ગણાવી. મહિલા પીડિત છોકરાને બ્લૂ ફિલ્મોની ક્લિપ પણ મોકલતી હતી.

આરોપી મહિલાને અવોર્ડ મળ્યો હતો
અંગ્રેજી વેબસાઈટ ડેલી મેલના અહેવાલ મુજબ મામલો ફ્લોરિડાના વીરો બીચનો છે. 37 વર્ષની મહિલા વેલેરી એસ્પોસિતો યૌન દુર્વ્યવહારના પીડિત બાળકો માટે ફંડ એકઠું કરવાનું કામ પણ કરતી હતી. હાલમાં જ સ્થાનિક ચેંબર ઑફ કોમર્સ તરફથી તેને વૉલિન્ટિયર ઑફ ધી યરનો અવોર્ડ પણ મળ્યો હતો. જાણકારી મુજબ પીડિત છોકરાએ પોલીસને જણાવ્યું કે બંને વચ્ચે શારીરિક સંબંધની શરૂઆત ગયા વર્ષે જુલાઈમાં થઈ હતી. પોલીસે પાછલા અઠવાડિયે જ વૈલેરી એસ્પોસિતોની ધરપકડ કરી લીધી.

બૉયફ્રેન્ડ ઘરે ન હોય તો તેના દીકરા સાથે...
પોલીસ મુજબ વૈલેરીએ છોકરાને ત્યારે શિકાર બનાવ્યો જ્યારે તેના પિતા ઘરે નહોતા. વૈલેરીએ પીડિત છોકરાને કેટલાય સેક્શ્યુઅલ વીડિયો પણ મોકલ્યા હતા. વૈલેરીનું તેના બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપ ન થઈ ગયું ત્યાં સુધી પીડિત છોકરા સાથે સંબંધ ચાલુ રાખ્યા. બ્રેકઅપ બાદ વૈલરી પોતાના 12 વર્ષના બાળક સાથે ઘરેથી બહાર ચાલી ગઈ.

સેક્સ એડિક્શનના કારણે આવું કર્યું
પીડિત છોકરાના પિતા અને વૈલેરીના પૂર્વ બૉયફ્રેન્ડે તેને હેવાન ગણાવી. તેણે કહ્યું કે સેક્સ એડિક્શનના કારણે આરોપીએ આવું કર્યું. જો સેક્સ એડિક્શનની વાત કરીએ તો આ એક એવી સમસ્યા છે જે શારીરિક રૂપે તો નહિ બલકે માનસિક અને સામાજિક રૂપે આનાથી પીડિત વ્યક્તિને ભારે નુકસાન પહોંચાડી શકે છે. આનાથી પીડિત વ્યક્તિને કામેચ્છા એટલી વધી જાય છે કે તે નિયંત્રણથી બહાર થઈ જાય છે. કેટલીયવાર દર્દીને આ વાતની ખબર જ નથી હોતી કે તે સેક્સ એડિક્ટ થઈ ગયો છે અને તેને ટ્રીટમેન્ટની જરૂરત છે.