તાલિબાનનુ વધુ એક તુઘલખી ફરમાનઃ પુરુષ સંબંધી વિના લૉંગ ટ્રિપ પર એકલી નહિ જઈ શકે મહિલાઓ
કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસની વાપસી બાદ એક વાર ફરીથી ત્યાં મહિલાઓની આઝાદી છીનવી લેવામાં આવી છે. તાલિબાન અફઘાનની મહિલાઓ પર વિવિધ પ્રકારના પ્રતિબંધો લગાવી રહ્યા છે. જેના કારણે તે ઘરની ચાર દિવાલમાં કેદ થવા માટે મજબૂર છે. હાલમાં જ તાલિબાનમાં એવુ તુઘલખી ફરમાન સંભળાવવામાં આવ્યુ છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. હવે ત્યાંની મહિલાઓ કોઈ પુરુષ સંબંધી વિના લૉંગ ટ્રીપ પર નહી જઈ શકે.
રવિવારે અફઘાનિસ્તાનના તાલિબાન અધિકારીઓએ એલાન કર્યુ કે લાંબા અંતરની યાત્રા કરતી મહિલાઓને ત્યાં સુધી માર્ગ પરિવહનની સુવિધા ન આપવી જોઈએ જ્યાં સુધી તેમની સાથે કોઈ નજીકનો પુરુષ સંબંધી ન હોય. નવા દિશા-નિર્દેશ તાલિબાન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા. આ ઉપરાંત મંત્રાલય તરફથી વાહન માલિકોને સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે તે હેડસ્કાર્ફ ન પહેરતી મહિલાઓને પણ પોતાની ગાડીઓમાં ન બેસાડે. આ પગલુ તાલિબાન દ્વારા સાર્વજનિક ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ પર રોક લગાવ્યા બાદ લેવામાં આવ્યુ છે.
ત્યાં છોકરીઓ મોટાપાયે રાજ્ય માધ્યમિક શાળા શિક્ષણ લેતી નથી. આ કટ્ટરપંછી ઈસ્લામવાદીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે એક ઉદારછબી રજૂ કરવાની કોશિશ છચાં સામે આવી રહ્યુ છે. 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર કબ્જા બાદ તાલિબાન વારંવાર પોતાની સારી છબી દુનિયા સામે રાખવાની કોશિશ કરતુ રહ્યુ. જો કે તેના આવા તુઘલખી ફરમાનો તાલિબાનનો અસલી ચહેરો સામે લઈ જ આવે છે. મંત્રાલયના પ્રવકતા સાદિક અકિફ મુહાજિરે રવિવારે કહ્યુ, '45 મીલ(72 કિલોમીટર)થી વધુની યાત્રા કરતી મહિલાઓએ સવારી ન આપવી જોઈએ, જો તેમની સાથે પરિવારનો કોઈ પુરુષ સભ્ય ના હોય.'