For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ટ્રમ્પના કારણે આખી દુનિયાએ ઉડાવી અમેરિકાની મજાક

Video: ટ્રમ્પના કારણે આખી દુનિયાએ ઉડાવી અમેરિકાની મજાક

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્કઃ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાની મંગળવારે આખી દુનિયાએ મજાક ઉડાવી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અજીબોગરીબ દાવા કર્યા. યૂનાઈટેડ નેશન્સમાં આ સમયે યૂનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બરીનું 73મું સત્ર ચાલી રહ્યું છે. 18મી સપ્ટેમ્બરે તેની શરૂઆત થઈ અને મંગળવારે ટ્રમ્પે અહીં બીજી વાર સંબોધન કર્યું. પાંચમી ઑક્ટોબર સુધી ચાલનાર આ સત્રમાં ભાગ લેવા માટે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પણ ન્યૂયોર્ક પહોંચ્યાં છે.

donald trump

પોતાના એડમિનિસ્ટ્રેશનની સરખામણી કરી નાખી ઈતિહાસ સાથે
ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે લગભગ 30 મિનિટના પોતાના ભાષણમાં ઈરાનથી લઈને સાઉથ કોરિયા સુધીનો ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે ઈરાન પર પ્રહાર કરી તેને મીડલ ઈસ્ટમાં મોત અને હિંસાના વાતાવરણ માટે જવાબદાર ગણાવ્યા. ટ્રમ્પે જેવું કહ્યું કે એમના પ્રશાસને અમેરિકાના ઈતિહાસમાં અન્ય રાષ્ટ્રપતિની સરખામણી વધુ કામ કર્યું છે તો લોકો હંસવું નહોતા રોકી શક્યા. જો કે પોતાના દાવા પર ટ્રમ્પ ખુદ હંસી રહ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, 'બે વર્ષથી પણ ઓછા સમયમાં મારા પ્રશાસને એટલું બધું કામ કર્યું છે જેટલું દેશના ઈતિહાસમાં અત્યાર સુધી એકેય પ્રશાસને નથી કર્યું.' ટ્રમ્પ આટલું બોલતાની સાથે જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના હૉલમાં બેઠેલા દુનિયાના વિવિધ દેશોના નેતા હસી પડ્યા હતા.

ઈરાન પર વરસ્યા ટ્રમ્પ


ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, "મને આવી પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી." જો કે દુનિયાના નેતાઓની હંસી બાદ ટ્રમ્પે ભાર આપતાં કહ્યું કે અમેરિકા પહેલા ક્યારેય આટલો મજબૂત કે સુરક્ષિત નહોતો. અહીં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આજે અમેરિકાની સેના દુનિયાભરમાં તાકતવર છે. આ ઉપરાંત એમણે અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા આંકડાઓ પણ રજૂ કર્યા. ટ્રમ્પે ઈરાન સાથે વર્ષ 2015માં થયેલ પરમાણુ સમજૂતીથી બહાર નીકળવાના પોતાના ફેસલાનો બચાવ કર્યો અને કહ્યું કે આ અમેરિકાના હિતમાં નહોતું. પોતાના સંબોધન દરમિયાન તેઓ ઈરાન પર ભારે વરસ્યા. એમણે કહ્યું કે આ દેશ પોતાના પાડોશી દેશની સીમા અને સંપ્રભુતાનું સન્માન નથી કરતો અને તેના નેતાઓ પોતાના હિત માટે મધ્ય-પૂર્વમાં અફરા-તફરી મચાવી રહ્યા છે.

આ પણ વાંચો- અમેરિકાની 60 કંપનીઓએ ટ્રમ્પની ટેરિફ નીતિનો વિરોધ કર્યો

English summary
Video: World laughs at US President Donald Trump at UN on the claim about his administration.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X