For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ મોદીના દ્રષ્ટિકોણને વર્લ્ડ બેંકના પ્રમુખે માન્યો દૂરંદેશી

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક ખાતે વર્લ્ડ બેંકના પ્રમુખ જીમ યંગ કિંમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જ્યાં તેમણે સ્વચ્છ ભારત અભિયાન અને ગંગા સફાઇ જેવા અભિયાનો માટે મોદીના ભરપેટ વખાણ કર્યા.

સંયુક્ત મહારાષ્ટ્રમાં આજે જ્યારે નરેન્દ્ર મોદી સંબોધન કરવા પહોંચ્યા તે વખતે તેમણે વર્લ્ડ બેંકના પ્રમુખ જીમ યંગ કિમ સાથે પણ મુલાકાત લીધી હતી. વધુમાં સ્વચ્છ ભારત અને ગંગા સફાઇના આ અભિયાનોમાં વર્લ્ડ બેંક ભારતનું મહત્વપૂર્ણ પાર્ટનર છે. ત્યારે મોદીની આ મુલાકાત વિષે વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું.

modi

વર્લ્ડ બેંકના પ્રમુખ જીમ યંગ કિંગ મોદીના વખાણ કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં જે સુધારા થયા છે તેનાથી દુનિયાનો દ્રષ્ટ્રિકોણ ભારત માટે બદલાયો છે. વળી તેમણે કહ્યું કે વર્લ્ડ બેંકને ભારતના સ્વચ્છતા અભિયાન અને ગંગા સફાઇ જેવા અભિયાનોમાં મહત્વપૂર્ણ ફાળો આપતા રહેવામાં ખુશી થશે. અને અમે તમારા સાથ આ રીતે આપવા માટે ઇચ્છુક છીએ.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત વર્ષે ગાંધીજયંતી પર સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. અને તે ગંગા નદીને પ્રદૂષણ મુક્ત કરવા અને તેનો જીર્ણોદ્ધાર કરવા માટે કાર્યરત છે. ત્યારે મોદીના કામની પ્રશંશા આટલી મોટી સંસ્થા દ્રારા થાય તે ખરેખરમાં આનંદની વાત છે.

English summary
World Bank president Jim Young Kim has said reforms initiated by Prime Minister Narendra Modi have had a huge impact on the way world looks at India and praised the progress made in 'Swachh Bharat' campaign and 'Clean Ganga' programme.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X