For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્કૉટલેંડ પર આજે આખી દુનિયાની નજર, 'હા' કહેશે કે 'ના'!

|
Google Oneindia Gujarati News

લંડન, 18 સપ્ટેમ્બર: શું યૂનાઇટેડ કિંગડમ અથવા ગ્રેટ બ્રિટન એક રાષ્ટ્રના રૂપમાં બની રહેશે? આ સવાલનો જવાબ હવે સ્કૉટલેંડની જનતાના હાથમાં છે. સ્કૉટલેંડ ગુરુવારે એ નક્કી કરવા માટે વોટિંગ કરી રહ્યું છે કે તેને બ્રિટિશ સામ્રાજ્યનો હિસ્સો બની રહેવું જોઇએ અથવા પોતાની આઝાદીની જાહેરાત કરી દેવી જોઇએ. દુનિયાભરની નજરો હવે સ્કૉટલેંડની જનતા પર ટકેલી છે જે માત્ર સ્કૉટલેંડ જ નહીં પરંતુ યૂનાઇટેડ કિંગડમનું ભવિષ્ય નક્કી કરવા જઇ રહી છે.

વોટિંગમાં ભાગ લેનારાઓની સૂચિ લગભગ એ જ છે જે સ્કૉટલેંડની સંસદ અને સ્થાનીય પ્રાધિકરણોની ચૂંટણીમાં ઉપયોગમાં આવે છે, પરંતુ આ વખતે તેમાં 16 અને 17 વર્ષના યુવાનોને પણ જોડવામાં આવ્યા છે.

જો નિર્ણય સ્કૉટલેંડના પક્ષમાં આવ્યો તો પછી વર્ષ 2016થી સ્કૉટલેંડ એક સ્વતંત્ર દેશ બની જશે. પરંતુ આ નિર્ણયની સાથે એવી ઘણી વાતો છે સ્કૉટલેંડ ઉપરાંત યૂકે માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. જોકે આજે સ્કૉટલેંડની જનતા આ અંગેનો નિર્ણય કરી દેશે પરંતુ હજી પણ 8 એવા યક્ષ પ્રશ્નો છે જેના જવાબ હજી તપાસવામાં આવી રહ્યા છે.

જો સ્કૉટલેંડ અલગ થયું તો આ 8 પ્રશ્નો તાકીને બેઠા છે...

 બ્રિટેનનું એક સૌથી મોટું તેલ નિકાસકાર

બ્રિટેનનું એક સૌથી મોટું તેલ નિકાસકાર

જો સ્કૉટલેંડ, યૂકેથી છૂટું પડી જાય છે તો તે બ્રિટેની સાથે જ યૂરોપ અને નાટો સેના માટે પણ એક મોટો ઝટકો સાબિત થશે. આપને બતાવી દઇએ કે બ્રિટેનના તેલનો મોટા ભાગનો હિસ્સો સ્કૉટલેંડથી જાય છે.

શું આત્મનિર્ભર બની શકશે સ્કૉટલેંડ

શું આત્મનિર્ભર બની શકશે સ્કૉટલેંડ

કેટલાંક લોકોને એ વાતનો ભય છે કે જો સ્કૉટલેંડ જો છૂટું પડી જશે તો શું તે પોતાના પગ પર ઊભુ થઇ શકશે. સ્કૉટલેંડની જનસંખ્યા 50 લાખ છે અને તેની આઝાદીની અવાજને બુલંદ કરનારા લોકોની માનીએ તો સ્કૉટલેંડ ઉત્તરી સાગરમાં સ્થિત તેલના કૂવાથી મળતા રૂપિયાથી આત્મનિર્ભર બની શકશે.

ક્યા સુધી જીવતા રહેશું ઉત્તરી સાગરના ભરોસે

ક્યા સુધી જીવતા રહેશું ઉત્તરી સાગરના ભરોસે

જ્યારે સ્કૉટલેંડની આઝાદીના વિરોધીઓની માનીએ તો આખરે ક્યા સુધી સ્કૉટલેંડ ઉત્તરી સાગરથી મળનારા ઓઇલ પર નિર્ભર રહેશે. તેને બીજા દેશોની જરૂરીયાત છે અને એટલે જરૂરી છે કે તે બ્રિટેનનો એક ભાગ જ બની રહે.

કરંસીને લઇને કંફ્યૂઝન

કરંસીને લઇને કંફ્યૂઝન

18 તારીખના રોજ જનમત સંગ્રહની જાહેરાત થઇ જશે, પરંતુ હજી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે સ્કૉટલેંડ જો અલગ દેશ બને છે તો તેની કરંસી પાઉંડ રહેશે કે પછી સ્ટર્લિંગ તેને લેઇને ખૂબ જ ગડમથલ છે. આ ઉપરાંત જો સ્કૉટલેંડ જો થયું તો યૂરોપિયન યૂનિયનનો ભાગ બની શકે છે. એવામાં એ પણ એક સવાલ છે કે શું તેની કરંસી યૂરો થશે કે પછી તે કોઇ નવી કરંસી અપનાવશે.

 હાલ-ફિલહાલ ગ્લાસ્ગોમાં

હાલ-ફિલહાલ ગ્લાસ્ગોમાં

બ્રિટેનની પાસે જેટલી ન્યૂક્લિયર સબમરીન છે તે તમામ હજી પણ સ્કૉટલેંડના ગ્લાસ્ગોમાં રાખવામાં આવી છે. જો સ્કૉટલેંડ અલગ થઇ જાય છે તો પછી આ સબમરીનને ક્યા રાખવામાં આવશે, બ્રિટેનની સામે એ મોટો સવાલ છે.

કે પછી બનશે સ્કૉટિશ કિંગડમ

કે પછી બનશે સ્કૉટિશ કિંગડમ

બ્રિટેનથી અલગ થવા પર બની શકે છે કે સ્કૉટલેંડ એક સંવૈધાનિક રાજશાહીવાળું દેશ બની જાય. જો તેવું બન્યું તો તેની પ્રમુખ બ્રિટિશ મહારાણી એલિજાબેથ દ્વિતિય રહેશે. જ્યારે કેટલાંક લોકો સ્ટોટિશ કિંગડમ અંગે પણ વાતો કરવા લાગ્યા છે.

બ્રિટેનનું દેવું

બ્રિટેનનું દેવું

હજી એ વાત પર પણ ફેસલો નથી થયો કે શું સ્કૉટલેંડના લોકો બેવડી નાગરિકતા રાખી શકશે. જો એવું બનશે તો સ્કૉટલેંડના લોકો પાસે બ્રિટેન અને સ્કૉટલેંડ એમ બંને દેશોના પાસપોર્ટ રાખી શકશે. સાથે સાથે જો સ્કૉટલેંડની કરંસી પાઉંડ જ રહી તો તેણે બ્રિટેનનું થોડું દેવું પોતાના માથે લેવું પડશે.

 યૂરોપિયન યૂનિયન માટે કરવી પડશે અરજી

યૂરોપિયન યૂનિયન માટે કરવી પડશે અરજી

આઝાદ થયા બાદ સ્કૉટલેંડ પોતાના જાતે જ યૂરોપીય યૂનિયનમાં સામેલ ના થઇ શકે. બ્રિટિશ સરકાર અનુસાર અલગ થવા પર સ્કૉટલેંડની સદસ્યતા માટે અરજી કરવી પડશે.

English summary
World's eyes on Scotland today; 8 important questions related with Scotland freedom.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X