
સ્કોટલેન્ડમાં મળ્યું વિશ્વનું સૌથી જૂનું કેલેન્ડર
પુરાતત્વવિદોનું માનવું છે કે તેમણે એડર્બીનશાયર વિસ્તારમાં ચંદ્રમાની ગતિ પર આધારિત વિશ્વનું સૌથી જૂનું કેલેન્ડર શોધવામાં આવ્યું છે. કાર્થેસ કિલ્લામાં એક ખેતરમાં ખોદકામાં 12 ખાડાઓની એક શ્રેણી મળી, જે ચંદ્રમાંની અવસ્થા અને ચંદ્ર મહિના તરફ સંકેત કરે છે. બર્મિઘમ વિશ્વવિદ્યાલયનના નેતૃત્વવાળી એક ટીમ અનુસાર આ પ્રાચિન સ્મારકને અંદાજે 10 હજાર વર્ષ પહેલા શિકારિયોએ બનાવ્યું હતું.
વોરેન ફિલ્ડે આ ખાડાઓનું ખોદકામ પહેલીવાર 2004માં કર્યું હતું. આ ખાડાઓનું વિશ્લેષણ કરનારા વિશેષજ્ઞોનું કહેવું છે કે, બની શકે કે તેમા ક્યારેક લાકડાના થાંભલા રાખવામાં આવ્યા હશે. મધ્ય પાષાણ યુગનું આ કેલન્ડર અત્યારસુધીના સૌથી જૂના કેલેન્ડર મેસોપોટામિયાના કેલેન્ડરથી પણ હજારો વર્ષ જૂના છે. આ વિશ્લેષણ 'ઇન્ટરનેટ આર્કિયોલોજી' નામની પત્રિકામાં પ્રકાશિત થયું છે.
આ અધ્યયનમાં સેન્ડ એન્ડ્ર્યુઝ, લીસ્ટર અને બૈડફોર્ડ વિશ્વવિદ્યાલય પણ સામેલ હતા. સેન્ડ એન્ડ્રયૂઝ વિશ્વવિદ્યાલયના ડોક્ટર રિચર્ડ બેટ્સ કહે છે કે, આ શોધ પ્રારંભિક મધ્ય પાષાણ યુગના સ્કોટલેન્ડ અંગે નવા રોમાંચક પૂરાવાઓ ઉપલબ્ધ કરાવે છે. તેમણે કહ્યું કે, આ પ્રકારની સંરચનાનું આ સૌથી પહેલું ઉદાહરણ છે. વોરેન ફિલ્મડમાં આ સ્મારકને બનાવવા આવ્યાના હજારો વર્ષ બાદ પણ બ્રિટન અને યુરોપમાં આ પ્રકારના અન્ય કોઇ સ્મારક બની શક્યા નથી. વોરેન ફિલ્મમાં પહેલીવાર સ્કોટલેન્ડના પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકોને રોયલ કમીશને હવાઇ સર્વેક્ષણ દરમિયાન શોધ્યા હતા.
આરસીએએચએમએસની હવાઇ સર્વેક્ષણ પરિયોજનાના પ્રબંધક ડેવ કાઉલીએ કહ્યું છે કે, અમે છેલ્લા 40 વર્ષથી સ્કોટિસની ભૂમિની તસવીરો લઇ રહ્યાં છીએ, હજારો પુરાતત્વિ સ્થાનોનું રેકોર્ડિંગ કર્યું છે. જેને જમીનથી ક્યારેય શોધી શકાય તેમ નથી. તેમણે કહ્યું કે, વોરેન ફિલ્ડનું એક ખાસ મહત્વ છે. અહીં એ વાત ઉલ્લેખનીય છે કે અમારા હવાઇ સર્વેક્ષણે એ સ્થાનોને શોધવામાં મદદ કરી છે, જ્યાં પહેલીવાર સમયની પરિકલ્પના કરવામાં આવી હતી.
કાર્થેસ કિલ્લાની દેખભાળ નેશનલ ટ્રસ્ટ ફોર સ્કોટલેન્ડ કરે છે. આ સ્થળનું ખોદકામ 2004થી 2006 વચ્ચે એનએસટીના કર્મચારીઓ અને મરે પુરાતત્વ સેવાએ સાથે મળીને કરી. એનટીએસના પુરાતત્વવિદ ડોક્ટર શૈનન ફ્રેજર કહે છે. આ એક ઉલ્લેખનીય સ્મારક છે. જે બ્રિટનમાં અદ્વિતિય છે. અમારા ખોદકામથી અંદાજે 10 હજાર વર્ષ પહેલાના લોકોના સાંસ્કૃતિક જીવનની આકર્ષક ઝલક મળે છે. આ નવીનતમ શોધ સમય અને આકાશ સાથેના સંબંધ અંગે આપણી સમજને વધુ આગળ વધારશે.