For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-દ.કોરિયા વચ્ચે 7 દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વિદેશ યાત્રાના અંતિમ ચરણમાં દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલ પહોંચ્યા. એરપોર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં એરપોર્ટ પર ભારતીય સમુદાય પણ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પરથી સીધા સિઓલ નેશનલ સિમેટ્રી ગયા હતા. જ્યાં તેમણે શહીદોને શ્રદ્ધાજંલી આપી હતી. ત્યારબાદ તેમણે દક્ષિણ કોરિયામાં રહેતા ભારતીય સમુદાયને સંબોધ્યું હતું. આ સંબોધનના કેટલાક ખાસ મુદ્દા આ મુજબ છે.

1.હું આ પ્રવાસની શરૂઆત તમને મળીને શરૂ કરવા માંગતો હતો.
2. રવિન્દ્ર નાથ ટાગોરે દ.કોરિયાને "લેમ્પ ઓફ ઇસ્ટ" કહ્યું હતું.
3. હવે દુનિયાને લાગે છે કે i (ઇન્ડિયા) વગર BRICS સંભવ નથી.
4 ભારતનો સૂર્યોદય થઇ ચૂક્યો છે, હવે તે વિશ્વમાં મહત્વની ભૂમિકા ભજવશે.
5. એક સમયે લોકોને "ભારતીય" હોવા પર પછતાવો થતો હતો. આજે "સન્માન" થાય છે.
6. રસ્તા, બિલ્ડિંગો વિકાસ નથી, સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવું વિકાસ છે.
7. અયોધ્યાની રાજકુમારી સૂર્ય રત્નાના લગ્ન કોરિયાના રાજકુમાર કિમ સાથે થયા હતા.
8. ભારત પર જેટલો અધિકાર મારો છે તેટલો તમારો પણ છે.
9. ભારતને મેન્યુફ્રેક્ચરીંગ હબ બને અને દુનિયાની બેસ્ટ ટેકનોલોજી ભારતમાં આવે તેવી મારી ઇચ્છા છે.
10 કોરિયામાં ટેકનોલોજીમાં જે બદલાવ આવ્યો છે તે મારે ભારતમાં લાવવો છે.

નોંધનીય છે કે આજે મોદી દ.કોરિયાના રાષ્ટ્રપતિ પાર્ક ગુએન-હેની મળશે. જ્યાં બન્ને દેશોના પ્રતિનિધિ મંડળ વચ્ચે વાતચીત થશે અને ત્યારબાદ દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે.

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યાત્રાની પળે પળને માહિતી મેળવા આ પેઝને રિફ્રેશ કરજો. મોદીની યાત્રા પર જુઓ આ ફોટોસ્લાઇડર...

દ.કોરિયાએ એશિયાની સદીને મજબૂત કરી છે

દ.કોરિયાએ એશિયાની સદીને મજબૂત કરી છે

બન્ને દેશો વચ્ચે થયેલા કરારો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જોઇન્ટ સ્ટેટમેન્ટમાં દ.કોરિયાના વખાણ કરતા કહ્યું કે કોરિયાના ઝડપી વિકાસે એશિયાની આ સદીને મજબૂત કરી છે. વધુમાં તેમણે કહ્યું કે મેં આ યાત્રાને શરૂઆત આજે કરી છે પણ આ યાત્રા અત્યારથી જ ફાયદાકારક બની ગઇ છે.

બન્ને દેશોનું જોઇન્ટ સ્ટેટમેન્ટ

બન્ને દેશોનું જોઇન્ટ સ્ટેટમેન્ટ

આ કરારો બાદ બન્ને દેશોના વડાએ પ્રેસ સમક્ષ જોઇન્ટ સ્ટેટમેન્ટ આપ્યું.

મોદી મળ્યા યુએનના સેક્રેટરી જનરલને

મોદી મળ્યા યુએનના સેક્રેટરી જનરલને

દ.કોરિયાના સિયોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી-મૂનને મળ્યા.

મોદી અને પાર્કની ચર્ચા

મોદી અને પાર્કની ચર્ચા

7 કરારો પર હસ્તાક્ષર કરીને અને જોઇન્ટ સ્ટેટમેન્ટ આપ્યા બાદ બન્ને દેશના વડાઓએ એકાંતમાં વાતચીત કરી. વધુમાં દ.કોરિયાએ ભારતના મેક ઇન ઇન્ડિયા યોજનાને સાકાર કરવામાં સહયોગ આપવાનું જણાવ્યું.

7 દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર

7 દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર

ભારત અને દક્ષિણ કોરિયાએ આજે 7 દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર કર્યા. આ કરારોમાં રસ્તા, ઓડિયો વિઝ્યુઅલ કો-પ્રોડક્શન, વેપાર, પરિવહન, મત્સય ઉદ્યોગ જેવા મુદ્દા પર કરારો કરવામાં આવ્યા.

દ્વિપક્ષીય બેઠક શરૂ

દ્વિપક્ષીય બેઠક શરૂ

સિયોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોરિયાના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય બેઠક શરૂ થઇ ગઇ છે. આ બેઠકમાં બન્ને દેશોના પ્રતિનિધિ પરમાણુ ઉર્જા, અને વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરશે.

ગ્રાન્ડ ગાર્ડન સેરેમની

ગ્રાન્ડ ગાર્ડન સેરેમની

સિઓલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગ્રાન્ડ ગાર્ડન ખાતે રાજકીય સ્વાગત કરવામાં આવ્યું

ગાર્ડ ઓફ ઓનર

ગાર્ડ ઓફ ઓનર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દ.કોરિયાના રાષ્ટ્રપતિ પાર્ક ગુએન-હેની અધ્યક્ષતામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.

દ.કોરિયાના બાળકોને મળ્યા મોદી

દ.કોરિયાના બાળકોને મળ્યા મોદી

ગ્રાન્ડ ગાર્ડનમાં મોદીના રાજકીય સ્વાગત બાદ વડાપ્રધાને દ.કોરિયાના બાળકોનું પણ અભિવાન સ્વીકાર્યું.

દ.કોરિયાના રાષ્ટ્રપતિને મળ્યા

દ.કોરિયાના રાષ્ટ્રપતિને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ.કોરિયાના રાષ્ટ્રપતિ પાર્ક ગુએન-હેને મળ્યા. અહીં વડાપ્રધાનનું રાજકીય સ્વાગત કરવામાં આવ્યું. અને તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું.

મોદી :

મોદી : "ભારત જેટલું મારું એટલું તમારું"

મોદીએ ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું કે તે પ્રવાસની શરૂઆત ભારતીયોને મળીને કરવા માંગતા હતા. તેમણે કહ્યું કે 25-30 વર્ષ પહેલા દ.કોરિયા કેવું હતું અને હવે તેનો કેવો વિકાસ થયો છે. ભારતને પણ મારે આવો જ વિકાસ કરવો છે. વધુમાં મોદીએ અહીં પોતાના 1 વર્ષની ઉપલબ્ધિઓથી પણ લોકોને અવગત કર્યા.

ભારતીય સમુદાયને મળવા ગયા

ભારતીય સમુદાયને મળવા ગયા

ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ.કોરિયાના ભારતીય સમુદાય દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપવા ગયા

શહીદોને મોદીની શ્રદ્ઘાજંલિ

શહીદોને મોદીની શ્રદ્ઘાજંલિ

નોંધપોથીમાં શહીદોને શ્રદ્ધાજંલિ આપતા મોદીએ લખ્યું કે હું તે શહિદોને નમન કરું છે જેમણે દ.કોરિયાને "હાન નદીનો કરિશ્મો" અને "પૂર્વનો ઉજાસ" બનાવ્યો છે.

સિઓલ નેશનલ સિમેટ્રી

સિઓલ નેશનલ સિમેટ્રી

મોદી એરપોર્ટ પરથી સીધા સિઓલ નેશનલ સિમેટ્રી ગયા. જ્યાં તેમણે શહીદોને શ્રદ્ધાજંલિ આપી.

મોદીને મળવા ભારતીય સમુદાયની પડાપડી

મોદીને મળવા ભારતીય સમુદાયની પડાપડી

એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભારતીય સમુદાય ઉપસ્થિત રહ્યો હતો. બધા નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવા માંગતા હતા. વડાપ્રધાને પણ લોકો સાથે હાથ મેળવ્યો. વધુમાં સિઓલમાં પણ "મોદી, મોદી" ના નારા સંભળાયા.

દ.કોરિયા પહોંચ્યા વડાપ્રધાન

દ.કોરિયા પહોંચ્યા વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલના એરપોર્ટ પર પહોંચ્યા. જ્યાં તેમનું રાજકીય સ્વાગત કરવામાં આવ્યું.

English summary
The world's perception of India has changed in the past one year, Prime Minister Narendra Modi said in his address to the Indian community in Seoul.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X