For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીને બનાવી વિશ્વની બીજી સૌથી ઉંચી ઇમારત

By Super
|
Google Oneindia Gujarati News

China-tallest-Building
શાંઘાઇ, 4 ઑગસ્ટઃ ચીનની સૌથી ઉંચી ઇમારત શાંઘાઇ ટાવર બનીને તૈયાર થઇ ચૂકી છે. આકાશને આંબતી આ ઇમારતની છત પર અંતિમ બીમ રાખવામાં આવ્યાનો જશ્ન ઝંડો લહેરાવીને કરવામાં આવ્યો. નિર્માણ પૂરુ થતાં તેની ઉંચાઇ 630 મીટરથી વધારે થઇ જશે. આ વિશ્વની બીજી સૌથી ઉંચી ઇમારત હશે. ચીનેના આર્થિક વિકાસ દરમિયાન શાંઘાઇની વ્યાપારિક ગતિવિધિઓના કેન્દ્રમાં બનેલી નવી ઇમારતના સમૂહની આ આખરી ઇમારત છે.

આ ચીનના લૌજિયાશુઇ ફાઇનાન્સ એન્ડ ટ્રેડ જોનમાં બનેલી છે. તેમાં શાંઘાઇ વર્લ્ડ ફાઇનાન્સિયલ સેન્ટર અને જિન માઓ ટાવર બનેલા છે. તેમને પણ વિશ્વની સૌથી ઉંચી ઇમારતોની યાદીમાં મુકવામાં આવ્યા છે. અંતિમ બીમ રાખવામાં આવ્યા બાદ શાંધાઇ ટાવરને ઔપચારિક રીતે તાઇવાનની 509 મીટર ઉંચાઇ ઇમારત તાઇપે 101ના એશિયાની સૌથી ઉંચી ઇમારત હોવાનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ચીનનો શાંઘાઇ ટાવર વિશ્વનો સૌથી ઉંચી ઇમારત દુબઇ બુર્જ ખલીફાથી અંદાજે 200 મીટર નાનું છે. બુર્જ ખલીફાની ઉંચાઇ અંદાજે 830 મીટર છે.

શાંઘાઇ ટાવર બનાવવામાં લગભગ 2.4 અરબ ડોલરનો ખર્ચ આવ્યો છે. આ સંપૂર્ણ પણે 2014માં તૈયાર થઇ જશે. આ ઇમારત બનાવવાનું કામ 2008માં શરૂ થયું હતું. તેની ડિઝાઇન અમેરિકાની કંપની જેંસેલરે તૈયાર કરી છે. શાંધાઇ ટાવરમાં ઓફીસ, આરામદાયક હોટલ અને સંભવતઃ એક સંગ્રાહલય પણ હશે. જેંસેલરે શિયા જુનની છત બનાવવાના આયોજન અંગે જણાવવામાં આવ્યું છે કે, આ શાંઘાઇને આકાશમાંથી જોવા મળતો નજારો બદલાઇ જશે.

તેમણે કહ્યું કે, આ વાસ્તુકળાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. માત્ર એટલા માટે નહીં કારણ કે આ ઉંચી છે, પરંતુ તેમા અનેક ખાસિયતો છે. ઇમારતની અંદરથી ડેકોરેટ કરવાનું કામ બાકી છે. ગત વર્ષે આ ઇમારત પાસે જમીનમાં દરારો જોવા મળી હતી તેથી તે પડવાની ચિંતા જાહેર કરવામાં આવી હતી. શાંઘાઇ ટાવર નજીક સ્થાપત્યકાર ડિંગ ચિએમિને કહ્યું કે નિર્માણ દરમિયાન સમસ્યાઓ હતી પરંતુ આ ઇમારતની સુરક્ષાને કોઇ અસર પહોંચી નથી.

English summary
Work on the main structure of the world's second tallest skyscraper was completed on Saturday, as the final beam was placed on the Shanghai Tower.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X