For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત? સીરિયા તરફ આગળ વધી રહ્યાં છે રશિયાના જંગી જહાજ

માસ્કો, સીરિયાનું ગૃહ યુદ્ધ અત્યારે ચરમ સીમાએ પહોંચી ગયું છે. ગત શુક્રવારે અમેરિકા અને તેના સહયોગી દેશોના હુમલા બાદ રશિયાએ પોતાના જંગી જહાને સીરિયા તરફ રવાના કરી દીધાં છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

માસ્કો, સીરિયાનું ગૃહ યુદ્ધ અત્યારે ચરમ સીમાએ પહોંચી ગયું છે. ગત શુક્રવારે અમેરિકા અને તેના સહયોગી દેશોના હુમલા બાદ રશિયાએ પોતાના જંગી જહાને સીરિયા તરફ રવાના કરી દીધાં છે. સીરિયા પર થયેલા હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને અમેરિકા અને પશ્ચિમિ દેશોને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી સુદ્ધાં આપી દીધી હતી, જે બાદ રવિવારે એક સૈન્ય વાહનોને લઇ જતાં એક રશિયાઇ એલીગેટર-લેન્ડિંગ શીપ જોવા મળ્યું છે.

રશિયાએ ટ્રક અને ટૈંક સાથે વૉરશિપ મોકલ્યાં

રશિયાએ ટ્રક અને ટૈંક સાથે વૉરશિપ મોકલ્યાં

ડેલી મેલના અહેવાલ મુજબ રશિયા તરફથી રવાના થયેલા વૉરશિપમાં જંગી હથિયારો સહિત ટ્રક, ટેંક, એમ્બ્યુલન્સ અને આઇઇડી રડાર પણ સામે છે. રિપોર્ટ મુજબ વૉરશિપ એલેક્ઝેંડર કાશેંકો અને સોવિયત બીટીઆર-80ને સીરિયા તરફ મોકલવામાં આવ્યાં છે.

રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવી શકે અમેરિકા

રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવી શકે અમેરિકા

યૂનાઇટેડ નેશન્સમાં અમેરિકાના રાજદૂત નિકી હેલીએ કહ્યું કે રશિયા વિરુદ્ધ આર્થિક પ્રતિબંધ લગાવીને પુતિનને સ્પષ્ટ મેસેજ આપી દેવામાં આવશે. બીજી બાજુ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા વિરુદ્ધ 'મિશન અકમ્પ્લિશ્ડ' શબ્દનો પ્રયોગ કર્યો છે, ઉલ્લેખનીય છે કે ઇરાક વૉર દરમિયાન આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાએ ચેતવણી આપતા કહ્યું કે જો રશિયા ફરી આવી કોઇ હરકત કરશે તો અમે સીરિયા પર હુમલો કરીશું.

ફ્રાન્સે યુદ્ધનો ઇનકાર કર્યો

ફ્રાન્સે યુદ્ધનો ઇનકાર કર્યો

બીજી બાજુ ફ્રાન્સના પ્રેસિડેન્ટ મૈક્રોએ કહ્યું કે એમણે સીરિયા પર હુમલો કરવાની ઘોષણા નથી કરી. જણાવી દઇએ કે અમેરિકા અને બ્રિટન સાથે મળીને ફ્રાન્સે સીરિયા પર હવાઇ હુમલો કર્યો હતો. એ દરમિયાન 100થી પણ વધુ મિસાઇલ છોડવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો

શું છે સમગ્ર મામલો

6 વર્ષ પહેલાં સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ આંદોલન છેડાયું હતું. સીરિયાના ઘરેલૂ યુદ્ધને પગલે આજે દુનિયાના તાકાતવર દેશ પણ આમને સામને આવી ગયા છે. બશર અલ-અસદ વિરુદ્ધના આંદોલનમાં અત્યાર સુધીમાં 3 લાખથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે. સંઘર્ષ શરૂ થતા પહેલાં મોટાભાગના સીરિયાઇ નાગરિકો વચ્ચે બેરોજગારી, વ્યાપક ભ્રષ્ટાચાર, રાજનૈતિક સ્વતંત્રતાનો અભાવ અને રાષ્ટ્રપતિ બશર અલ-અસદના દમનની વિરુદ્ધ નિરાશા હતા.

ક્રૂર બની અસદ સરકાર

ક્રૂર બની અસદ સરકાર

ઉલ્લેખીય છે કે બસર અલ-અસદે 2000માં પોતાના પિતાની જગ્યા લીધી હતી. અરબના કેટલાય દેશોમાં સત્તા વિરુદ્ધ શરૂ થયેલ બળવાથી પ્રેરિત થઇને માર્ચ 2011માં સીરિયાના દક્ષિણી શહેર દારાઓમાં પણ લોકતંત્રના સમર્થનમાં આંદોલન શરુ થઇ ગયું હતું. જેનાથી ક્રોધિત થયેલી અસદ સરકારે આંદોલનને કચડી નાખવા માટે ક્રૂરતા દેખાડી. સરકારના બળ પ્રયોગની સામે સીરિયામાં રાષ્ટ્રીય સ્તર પર વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયાં અને લોકો હવે બશર અલ-અસદના રાજીનામાંની માંગ કરી રહ્યા છે.

સીરિયામાં રાસાયણીક હુમલો

સીરિયામાં રાસાયણીક હુમલો

સમયની સાથે આંદોલન મોટું થતું ગયું. વિરોધીઓએ હથિયાર ઉઠાવી લીધાં. હથિયારોથી પહેલાં ખુદની સુરક્ષા કરી અને પછી લોકોએ પોતા-પોતાના વિસ્તારમાંથી સરકારી સુરક્ષાદળોને ભગાવવાનું શરૂ કરી દીધું. અસદે આ વિદ્રોહને વિદેશ સમર્થિત આતંકવાદ જણાવ્યો અને આંદોલનકારીઓને ખતમ કરવાનો દ્રઢ નિર્ણય કરી લીધો. અસદ સરકારની કવાયત શરૂ થતાં વિદ્રોહીઓ વધુ ગુસ્સામાં આવી ગયા અને આરપારની લડાઇ શરૂ થઇ ગઇ અને ધીરે ધીરે શિયા બનામ સુન્ની જેવી સ્થિતિ પેદા થઇ. જેને કારણે અત્યાચારોમાં સમતત વધારો થઇ ગયો.

ઇસ્લામિક સ્ટેટનો પ્રચાર

ઇસ્લામિક સ્ટેટનો પ્રચાર

બીજી બાજુ કથિત ઇસ્લામિક સ્ટેટે ઉત્તર અને પૂર્વી સીરિયાના મોટાભાગના વિસ્તારોમાં કબ્જો જમાવી લીધો હતો. જ્યાં સરકારી દળો, વિદ્રોહી જૂથો, કુર્દિશ ઉગ્રવાદીઓ, રશિયાની સાથે અમેરિકન નેતૃત્વના ગઠબંધન વાળા દેશો વચ્ચે સંઘર્ષ શરૂ થઇ ગયો. 2015માં રશિયાએ આ વિસ્તારોમાં હવાઇ હુમલા કર્યા હતા, હુમલામાં માત્ર આતંકવાદીઓને જ ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનો પુતિને દાવો કર્યો હતો. 6 મહિના બાદ પુતિન સરકાર સીરિયામાંથી પોતાની સેના પરત બોલાવવાની ઘોષણા કરી દીધી. રશિયન સૈન્યની મદદથી વિદ્રોહીઓના કબ્જામાં એલપ્પો છોડાવીને પોતાના નિયંત્રણમાં લેવામાં અસદને સફળતા મળી. જો કે આ વિસ્તાર ડિસેમ્બર 2016માં ફરી વિદ્રોહીઓના કબ્જામાં ચાલ્યો ગયો હતો.

રાસાયણિક હુમલો

રાસાયણિક હુમલો

તાજેતરમાં સીરિયામાં વિદ્રોહીઓના કબ્જા વાળા ઇદલિબ શહરમાં રાસાયણિક હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઓછામાં ઓછા 58 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ મળ્યા છે. રાસાયણિક હુમલા બાદ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને સંયુક્ત રીતે સૈન્ય કાર્યવાહીમાં સીરિયા સરકારના ત્રણ ઠેકાણા પર બોમ્બ વરસાવ્યા હતા. સીરિયાના દમિશ્ક અને હોમ્સમાં સૈન્ય કાર્યવાહી કર્યા બાદ અમેરિકા હવે અન્ય રસ્તેથી સીરિયાની બશર-અલ-અસદ સરકાર પર દબાણ વધારવાના પ્રયત્નોમાં છે. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન આ રાસાયણિક હુમલા માટે સીરિયાને જવાબદાર ગણાવે છે.

English summary
World War 3: Russia's warships spotted en route to Syria with military vehicles
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X