• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અઝમલ ફાંસી: યાસિન મલિકના મંચ પર દેખાયો હાફિઝ સઇદ

|
Google Oneindia Gujarati News
ઇસ્લામાબાદ, 11 ફેબ્રુઆરી: સંસદ પર હુમલાના દોષી અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યે ફાંસી અપાઇ ચૂકી છે. અને હવે તેને લઇને રાજકારણ પણ શરૂ થઇ ચૂક્યુ છે. જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટના પ્રમુખ યાસિન મલિકે અફઝલ ગુરુની ફાંસીના વિરોધમાં ઇસ્લામાબાદમાં એક દિવસ માટે ભૂખ હડતાળ કરી. આ ભૂખ હડતાળમાં તેની સાથે ભારતના મોસ્ટ વોન્ટેન્ડ લિસ્ટમાં સામેલ આતંકી અને લશ્કર એ તૈયબાના સંસ્થાપક હાફિઝ સઇદ પણ સામેલ હતો.

પાકિસ્તાનમાં મલિક અને આતંકી હાફિસ સઇદની હાજરી તેમના આંતરીક સંબંધો અંગે ઘણુ બધુ કહી જાય છે. મલિકે અત્રે લોકોને સંબોધ્યા પણ ખરા. યાસિન મલિકે પાકિસ્તાન સરકારને અનુરોધ કર્યો છે કે તે ભારતીય કૈદી સરબજીતસિંહ અંગે ઉતાવળીયો નિર્ણય ના લે. અફઝલ ગુરુને ફાંસી આપ્યા બાદ મલિકે પાકિસ્તાન સરકારને આ અપીલ કરી છે.

અફઝલ માટે ફાતિહા વાંચ્યા બાદ ઉપસ્થિત કાશ્મીરી નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધતા મલિકે જણાવ્યું કે આપ લોકો સરબજીતને ફાંસી આપવાની માંગ ના કરો. એ અફઝલને આપવામાં આવેલા દંડ સમાન જ થશે. હું પાકિસ્તાન સરકારને પણ અનુરોધ કરુ છું કે આ અંગે ઉતાવળીયો નિર્ણય ના કરે. ઉલ્લેખનીય છે કે 26/11 હુમલાના દોષી અઝમલ કસાબ અને અફઝલને ફાંસી આપ્યા બાદ કેટલાક પાકિસ્તાની સંગઠનોએ સરબજીતને પણ ફાંસી આપવાની માંગ કરી છે.

English summary
Yasin Malik, Hafiz Saeed come together to mourn Afzal Guru's execution.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X