For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભગવાનને ખુશ કરવા માટે' યુવક 100 ફૂટ ઉંડી ખીણમાં કૂદી પડ્યો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mine
વોશિંગ્ટન, 16 જાન્યુઆરી: અમેરિકાના એરિજોનામાં 29 વર્ષીય એક ભારતીય અમેરિકન યુવકે '' ભગવાનને પ્રસન્ન કરવા માટે'' ઉલ્ડા પિંડ પડવાથી બનેલ 100 ફૂટ ઉંડી ખીણમાં કૂદકો લગાવ્યો હતો અને આઠ કલાકના ગહન બચાવ અભિયાન બાદ તેને બહાર નિકાળવવામાં આવ્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કેલિફોર્નિયામાં પૂનિયન સિટીના પરમિન્દર સિંહે 11 જાન્યુઆરીએ પોતાની ઇચ્છાથી છલાંગ લગાવી હતી. પરમિન્દર સિંહે જે સ્થળે છલાંગ લગાવી હતી તે 100 ફૂટ કરતાં પણ ઉંડી ખીણ હતી અને ઉલ્કા પડવાથી આ ખાણ બની હતી. આ સ્થળ સહેલાણીઓનું પસંદગીનું સ્થળ છે.

પોલીસના જણાવ્યા અનુસાર પરમિન્દર સિંહને બચાવવા માટે ત્રણ એજન્સીઓના લગભગ 30 બચાવકર્મીઓને કામે લગાડવામાં આવ્યાં હતા. હાડ થીંજવતી ઠંડીમાં આઠ કલાક સુધી બચાવ કાર્ય ચાલ્યું હતું.

પરમિન્દર સિંહે પોલીસને જણાવ્યું હતું કે ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતાની ઇચ્છાથી તેને આમ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેને ફ્લેગસ્ટાફ મેડિકલ સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત સ્થિર છે.

English summary
Indian-American jumped into a 100-foot mine shaft at a meteor impact site in Arizona to "appease the gods" and was pulled out following a massive eight-hour rescue operation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X