બુલંદશહેરઃ અમેરિકામાં ભણતી છાત્રાનુ છેડતી દરમિયાન બાઈક પરથી પડી જતા મોત
બુલંદ શહેરમાં અમેરિકાથી પાછી આવેલી એક છાત્રાનુ એક સડકછાપ બદમાશોની છેડતી બચવા દરમિયાન માર્ગ અકસ્માતમાં દર્દનાક મોત થઈ ગયુ. કોરોના સંક્રમણ કાળમં છાત્રા પોતાના ઘરે પાછી આવી રહી હતી. તે પોતાના કાકા સાથે બાઈક પર બેસીને સંબંધી પાસે જઈ રહી હતી. રસ્તામાં જ બુલેટ સવાર અમુક ફરજંદોએ છેડતી શરૂ કરી દીધુ અને વારંવાર આરોપી યુવક બાઈકને ઓવરટેક કરી રહ્યા હતા. આ દરમિયાન બદમાશોથી બચવાના ચક્કરમાં છાત્રા બાઈક પરથી પડી ગઈ અને તેનુ મોત થઈ ગયુ. પોલિસે છાત્રાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ છે. અજ્ઞાત બાઈકર્સ સામે કેસ નોંધીને તેમની શોધ શરૂ કરી દેવામાં આવી છે.

સ્કૉલરશિપ પર અમેરિકા ભણવા ગઈ હતી છાત્રા
રિપોર્ટ્સ અનુસાર યુપીના બુલંદશહેરમાં રહેતી સુદીક્ષા ભાટીએ ગયા વર્ષે ઈન્ટરમીડિયેટ પરીક્ષામાં જિલ્લામાં ટૉપ કર્યુ હતુ. સુદીક્ષાને એચસીએલ તરફથી 3 કરોડ 80 લાખ રૂપિયાની સ્કૉલરશિપ મળી હતી ત્યારબાદ તે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા જતી રહી હતી. પરિવારજનોએ જણાવ્યુ કે કોરોના સંક્રમણ કાળના કારણે સુદીક્ષા અમેરિકાથી પાછી આવી ગઈ હતી. તે બુલંદશહેરમાં જ પોતાના ઘરે હતી. તે પોતાના મામાને મળવા જઈ રહી હતી.

બદમાશોના કારણે ગયો છાત્રાનો જીવ
રસ્તામાં બાઈક સવાર યુવકે છેડતી શરૂ કરી દીધી. યુવક સુદીક્ષાને બાઈકથી વારંવાર ઓવરટેક કરીને છેડતી કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ દરમિયાન બદમાશોથી બચવાના ચક્કરમાં છાત્રા બાઈક પરથી પડી ગઈ અને તેનુ મોત થઈ ગયુ. પરિવારજનોએ જણાવ્યુ કે સુદીક્ષા થોડા દિવસ પછી પાછી અમેરિકા ભણવા માટે પાછી જવાની હતી. પોલિસે છાત્રાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ છે. અજ્ઞાત બાઈકર્સ સામે કેસ નોંધીને તેની શોધ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાથી એકવાર ફરીથી કાયદો-વ્યવસ્થા સવાલોના ઘેરામાં આવી ગઈ છે.

ગાઝિયાબાદમાં પત્રકારની કરી દેવામાં આવી હતી હત્યા
તમને જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ જ ગાઝિયાબાદમાં પત્રકાર વિક્રમ જોશીની છેડતીનો વિરોધ કરવા પર હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ કેસમાં વિપક્ષે રાજ્યની યોગી સરકારને ઘેરી હતી. વિક્રમ જોશી હત્યાકાંડ બાદ સુદીક્ષા ભાટીનુ મોત ઉત્તર પ્રદેશના કાયદો અને વ્યવસ્થાના પુરાવા આપી રહ્યા છે.
સૌંદર્ય, આકર્ષણ, પ્રેમ, સુખ-સમૃદ્ધિ અને મોક્ષ મેળવવા માટે કરો જન્માષ્ટમી વ્રત