For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદીગઢમાં જન્મેલા શ્રીનિવાસન બનશે અમેરિકાના ટોચના ન્યાયાધીશ

|
Google Oneindia Gujarati News

SriSrinivasan
વોશિંગટન, 12 એપ્રિલઃ ભારતીય મૂળના અમેરિકન કાયદાવિદ શ્રીકાંત ' શ્રી' શ્રીનિવાસનને પ્રતિષ્ઠિત અમેરિકા અપીલ ન્યાયાલયના ન્યાયાધીશ બનાવવાની તૈયારી લગભગ પૂર્ણ થઇ ચૂકી છે. ભારતના ચંદીગઢમાં જન્મેલા શ્રીનિવાસન અમેરિકાની રાજધાનીમાં દક્ષિણ એશિયન મૂળના પહેલા ન્યાયાધીશ હશે.

અમેરિકાના વર્તમાન પ્રધાન ઉપમહાધિવક્તા શ્રીનિવાસને અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને અગ્રણી ન્યાયવિદ કહ્યા છે. શ્રીનિવાસનને અમેરિકાના બીજા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનાવવામાં આવે તેવો પ્રસ્તાવ બુધવારે સેનેટની ન્યાયિક સમિતિની બેઠકમાં રાખવામાં આવ્યો. રિપબ્લિકન સેનેટર્સે જો કે તેનો થોડોક વિરોધ કર્યો હતો.

શ્રીનિવસાનના નામ પર મહોર લાગી જશે તો તે સંઘીય ન્યાયાધીશ માટે નામિત થનારા ત્રીજા દક્ષિણ એશિયન હશે. આ પહેલા શ્રીનિવાસને પોતાના વર્તમાન પદ પર ઓગસ્ટ 2011માં એક અન્ય ભારતીય મૂળના અમેરિકન નાગરીક નીલ કુમાર કાત્યાલનું સ્થાન લીધું હતું.

સેનેટની ન્યાયિક સમિતિમાં બુધવારે સામેલ થનારા રિપબ્લિકન ઓરિન હેચનો ઇશારો કર્યો કે તે શ્રીનિવસાનને મત આપી શકે છે. તેમણે કહ્યું કે તે શ્રીનિવાસનથી પ્રભાવિત છે. હૈચને કહ્યું કે, મને લાગે છે કે તમે અપીલ ન્યાયાલયના ન્યાયાધીશોનું એક શ્રેષ્ઠ સર્કલ બનાવનારા છે.

એક સમાચાર પત્ર યુએસએ ટુડેના જણાવ્યા પ્રમાણે, શ્રીનિવાસને કાયદા પ્રત્યે પારંપરિક રીતે ઉદાર દષ્ટિકોણનો પરિચય આપ્યો છે. સમાચાર પત્રએ શ્રીનિવાસન અંગે વજન સાથે કહ્યું છે કે તે ખુલ્લા દિમાગના તથા નિષ્પક્ષ વ્યક્તિ છે.

અમેરિકાના એક અન્ય સમચાર પત્ર વોશિંગટન પોસ્ટે જણાવ્યા પ્રમાણે શ્રીનિવાસનના નામ પર મતદાન માટે હજુ દિવસ નક્કી કરવામાં આવ્યો નથી અને કદાચ અમુક સપ્તાહ બાદ નક્કી થશે.

અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલય શ્રીનિવાસનની નિયુક્તિ માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યું છે. પૂર્વ મહાધિવક્તાઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોકલવામાં આવેલા પત્ર પણ શ્રીનિવાસનના પક્ષમાં છે.

શ્રીનિવાસનનો જન્મ ચંદીગઢમાં થયો પરંતુ તે મોટા કંસાસના લોરેન્સમાં થયા. તેમણે પોતાની સ્નાતક ડિગ્રી સ્ટૈનફોર્ડ વિશ્વવિદ્યાલયમાંથી 1989માં વિશિષ્ટતા સાથે હાસલ કરી. ત્યાર બાદ 1995માં વિશેષ્ટતા સાથે હાંસલ કરી. ત્યારબાદ 1995માં તેમણે સ્ટેનફોર્ડ લો સ્કૂલમાંથી જેડીની ડિગ્રી પણ વિશિષ્ટતા સાથે પૂરી કરી. અહીં તેમણે ઓર્ડર ઓફ ધ ક્વાક પંસદ કરવામાં આવ્યા અને તેમણે ત્યાં સ્ટૈનફોર્ડ લો રિવ્યુ પત્ર સંપાદન પણ સંભાળ્યું.

શ્રીનિવાસને સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસથી એમપીએની ડિગ્રી પણ હાસલ કરી. શ્રીનિવાસનને વર્ષ 2003માં અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે એટર્ની જનરલ એવોર્ડ આપવામાં આવ્યા અને 2005માં તેમણે ઓફિસ ઓફ ધ સેક્રેટરી ઓફ ડિફેન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

English summary
Chandigarh born Indian American legal luminary Srikanth 'Sri' Srinivasan appears set to become the first South Asian judge in the prestigious US Court of Appeals for the American capital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X