ભારતીય મૂળના ગુરદીપ બન્યા સ્કાઇપના ઉપાધ્યક્ષ
ચંદીગઢ, 30 ઓક્ટોબરઃ ચંદીગઢમાં જન્મેલા સોફ્ટવેર ઇન્જીનીયર ગુરદીપ સિંહ પાલને માઇક્રોસોફ્ટ કોર્પોરેશને સ્કાઇપના કોર્પોરેટ ઉપાધ્યક્ષ નિયુક્ત કર્યા છે.
સ્કાઇપ એક લોકપ્રિય મફત આંતરરાષ્ટ્રીય કોલ અને મેસેજિંગ સેવા છે, જેનો વિકાસ માઇક્રોસોફ્ટે કર્યો છે. 46 વર્ષીય પાલે ચંદીગઢની સેંટ જોન્સ સ્કૂલમાં પ્રારંભિક શિક્ષા મેળવી છે, ત્યારબાદ તેમણે બિરલા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ(બીઆઇટીએસ) પિલાસનીથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જીનીયરિંગની ડિગ્રી હાંસલ કરી છે. અત્યારે તેઓ માઇક્રોસોફ્ટમાં કોર્પોરેટ ઉપાધ્યક્ષ છે. તે માઇક્રોસોફ્ટમાં નવી એપ્લીકેશન એન્ડ સેવા કંડમાં સૂચના પ્લેટફોર્મ તથા એક અનુભવી ટીમની આગેવાની કરે છે.
ઇન્ફોર્મેશન વીકે 2008માં પાલને એવા 15 ઇનોવેટર્સમાં સામેલ કર્યા હતા, જે કંઇક નવું કરી શકે છે. તેઓ હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ દ્વારા પ્રકાશિત શોધપત્ર ઇન્સ્ટીટ્યૂશનલ મેમોરી ગોજ ડિજિટલના લેખક પણ રહ્યાં છે, જેને દાવોસમાં વિશ્વ આર્થિક મંચ 2009માં પ્રસ્તુત કરવામાં આવી હતી. માઇક્રોસોફ્ટમાં તેમણે પ્રમુખ કંપનીઓ સાથે અનેક અધિગ્રહણો અને પ્રોદ્યોગિકી ભાગીદારીઓનું નેતૃત્વ કર્યું છે.