• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતીય મૂળના ડો. પટેલને ઓસ્ટ્રેલિયામાં મળી રાહત

|

મેલબોર્ન, 14 માર્ચ: એક દર્દીની હત્યાના આરોપમાં ફસાયેલા ભારતીય મૂળના સર્જન ડો. જયંત પટેલને ઓસ્ટ્રેલિયાની એક કોર્ટે રાહત આપી છે. ઓસ્ટ્રેલિયાની કોર્ટે ડો. જયંત પટેલને 10 વર્ષ જૂના આ કેસમાં નિર્દોષ ઠેરાવ્યા છે.

આ કેસ વર્ષ 2003નો છે. બુંડાબર્ગ બેસ હોસ્પિટલના પૂર્વ ડાયરેક્ટર પટેલે 75 વર્ષના દર્દી જોન મોરિસના આંતરડાનું ઓપરેશન કર્યું હતું. જેના ત્રણ અઠવાડિયા બાદ આ દર્દીનું મોત થઇ ગયું હતું. આ મામલામાં ડોક્ટર પટેલની સામે કેસ ચલાવવામાં આવ્યો. આ પહેલા જૂન 2010માં તેમને મોરિસ તથા અન્ય બે દર્દીઓના જીવ લેવાના દોષી ઠેરવામાં આવ્યા છે.

તેમણે બ્રિસબેનના સુપ્રીમ કોર્ટમાં પોતાને નિર્દોષ જણાવતા અપિલ કરી. લગભગ ચાર અઠવાડિયાની ટ્રાયલ બાદ સુપ્રિમ કોર્ટ જ્યુરીએ પટેલને મોરિસની હત્યાના મામલામાં નિર્દોષ સાબિત કરવામાં આવ્યા છે.

English summary
Dr.jayant patel got relief in australian court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X