For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકન કોંગ્રેસમાં પહોંચી પહેલી હિન્દુ સાંસદ

|
Google Oneindia Gujarati News

tulsi gabbard
વોશિંગ્ટન, 7 નવેમ્બર: અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં પહેલીવાર કોઇ હિન્દુ સાંસદ ચૂંટવામાં આવી છે. જેમનું નામ છે તુલસી ગબ્બાર્ડ. તુલસી ડેમોક્રેટ ઉમેદવાર હતી. તેમણે હવાઇથી ચૂંટણી લડી હતી અને રિપબ્લિકન ઉમેદવારને ભારે અંતરથી માત આપી છે.

તેમની જીતથી અમેરિકન હિન્દુઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે. હિન્દુ અમેરિકનની સંખ્યા 6 લાખથી 2.3 મિલિયનની વચ્ચે છે. જેમાંથી મોટાભાગના ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે. તુલસીનો જન્મ અમેરિકાના સમોઆમાં થયો હતો. તેમના પિતા કેથોલિક છે જ્યારે તેમની માતા હિન્દુ છે. તુલસી 2002માં હવાઇ સ્ટેટ લેઝિસલેચર માટે પસંદગી પામી હતી. ત્યારે તેમની ઉંમર માત્ર 21 વર્ષની હતી.

તુલસીએ જણાવ્યું કે તેમનો વિશ્વાસ જ અમેરિકન કોંગ્રેસમાં તેમની સૌથી મોટી મૂડી બની રહેશે. જેનાથી અમેરિકા અને ભારત વચ્ચે સુમેળ સાધવામાં સરળતા રહેશે. ભારત અને અમેરિકા વચ્ચે નજીકના વર્કિંગ સંબંધોની જરૂર છે.

વોશિંગ્ટનમાં નિર્ણય લેનાર લોકો જો 800 મિલિયન હિન્દુઓના ધાર્મિક વિશ્વાસ અને મૂલ્યો અંગે ઓછુ જાણતા હશે તો આ સંબંધ કઇ રીતે વિકસી શકશે. તુલસીએ આશા વ્યક્ત કરી છે કે કોંગ્રેસમાં અમેરિકન તરીકે હાજરીથી અમેરિકાની ભારત અંગે અને ભારતની અમેરિકા અંગેની સમજ વિકાસ પામશે. તેમણે ઇન્ડિયન-અમેરિકનના સમર્થનનું સ્વાગત કર્યું છે.

English summary
Tulsi Gabbard today created history by becoming the first Hindu-American to be elected to the the US House of Representatives, winning her Hawaii seat by trouncing her Republican rival in a one-sided contest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X