For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે 4.5 લાખ ભારતીયો

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 19 નવેમ્બર: વિદેશમાં સૌથી વધારે ભારતીયોનો દબદબો જોવા મળે છે. તેમાંય અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર જેવા દેશોમાં ભારતીય લોકોનો વસવાટ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ હાલના એક સર્વેમાં સામે આવ્યું છે કે અમેરિકામાં વસતા કુલ ભારતીયોની વસ્તીના ચાર ટકા ભારતીયો ગેરકાયદેર રીતે વસવાટ કરે છે. જે ચિંતાનો વિષય બન્યો છે.

અમેરિકામાં રહી રહેલા ભારતીયોની કુલ વસ્તીમાંથી ચાર ટકા ભારતીયો ગેરકાયદેસર રીતે અત્રે વસવાટ કરી રહ્યા છે. હાલમાં જ પ્યૂ રિસર્ચ દ્વારા જારી કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર અમેરિકામાં સાઢા ચાર લાખથી વધારે ભારતીય ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે. મંગળવારે જારી કરવામાં આવેલ આ રિપોર્ટમાં અનુમાનિત ગેરકાયદેસર પ્રવાસી ભારતીયોની સંખ્યા 2012ના આંકડાઓ પર આધારિત છે.

nri
જોકે અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પ્રવાસીઓની સંખ્યામાં 2009 બાદથી કોઇ ફેરફાર થયો નથી. પરંતુ વિશ્લેષકોનું કહેવું છે કે આ આંકડાઓનું યથાવત રહેવું એક ગંભીર ચિંતાનો વિષય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેક્સિકો તરફથી સૌથી વધારે ગેરકાયદેસર નાગરિકોનો પ્રવેશ થાય છે.

પરંતુ 2009થી 2012ની વચ્ચે આ સંખ્યામાં પડતી નોંધાઇ છે. 2012ના આંકડાઓ અનુસાર અમેરિકામાં કુલ એક કરોડ બાર લાખ લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે. જોકે 2009ના આંકડાઓ અનુસાર આ સ્થિતિ સ્થિર બનેલી છે. ન્યૂ હેંપશાયરમાં ગેરકાયદેસર પ્રવાસીઓમાં સૌથી વધારે સંખ્યા ભારતીયોની છે.

English summary
In a report said that 4.5 lac Indians are living illegally in USA, though this number has not increased since 2009.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X