• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતીય મૂળના અમેરિકને કરી પિતાની હત્યા

|

વોશિંગટન, 17 જાન્યુઆરીઃ અમેરિકાના નોર્થ કૈરોલિના શહેરમાં એક ભારતીય મૂળના 28 વર્ષિય વ્યક્તિએ કોઇ કારણોસર થયેલા વિવાદ બાદ પોતાના પિતાની હત્યા કરી નાંખી હોવાના અહેવાલ છે.

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યાનુસાર, આ ઘટના માઉન્ટ હોલી સિટીની છે. પ્રારંભિક દ્રષ્ટિએ જીતેન અશ્વિન પટેલ નામના આ વ્યક્તિ પર તેના 62 વર્ષિય પિતા અશ્વિન પટેલની હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને આ આરોપ સબબ તેને ગોસ્ટોન કાઉન્ટીની જેલમાં મોકલવામાં આવ્યો છે.

માઉન્ટ હોલીના અંતરિમ પોલીસ પ્રમુખ ડેવિડ જેમ્સે ઘટના અંગે જણાવ્યું છે કે, બનાવ બન્યાના 12 કલાકની અંદર જતિનની ધરપકડ કરવામાં આવી છે. પિતા અને પુત્ર બન્ને શહેરમાં બીપી ગેસ સ્ટેશનનું સંચાલન કરતા હતા.

અરેસ્ટ વોરન્ટ એફિડેવિટ અનુસાર, અશ્વિન કુમાર વાઘજીભાઇ પટેલને 11 જાન્યુઆરીના રોજ ગોળીઓ મારવામાં આવી હતી. તેમનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો હતો, જે અંગે તેમના પરિવારના સભ્યો દ્વારા જાણ કરવામાં આવી હતી. પોલીસ જ્યારે ઘરે પહોંચી ત્યારે જીતેન ત્યાં નહોતો, પરંતુ ત્યાં એક પત્ર હતો, જે જીતેને લખ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, તેણે જે કંઇ પણ કર્યું છે તેનો તેને અફસોસ છે અને તેથી તે આત્મહત્યા કરવા માટે જઇ રહ્યો છે.

પોલીસે જણાવ્યું છે કે જીતેન ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. 2005માં તેણે ગુંડાગર્દી અને ચોરીના કારણે કેટલોક સમય જેલમાં વિતાવવો પડ્યો હતો, 2002માં ડિસેમ્બરમાં તેના પર ડ્રગ ચાર્જ લગાવવામાં આવ્યા હતા.

English summary
28 year old Indian American has killed his father in a North Carolina city, following a dispute between them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X