For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય નીનાએ જીત્યો મિસ અમેરિકાનો ખિતાબ

|
Google Oneindia Gujarati News

ફરી એકવાર ભારત માટે ગૌરવની વાત છે, કારણ કે આવું પહેલીવાર બન્યુ છે કે, ભારતીય મૂળની 24 વર્ષિય મિસ ન્યૂયોર્ક નીના દાવુલુરીને મિસ અમેરિકા તરીકે પસંદ કરવામાં આવી છે. ભારત સાથે ઉંડું જોડાણ ધરાવતી નીના દાવુલુરીની જીત પર અમેરિકામાં સ્થિત ભારતીય અને આખું હિન્દુસ્તાન ઘણું જ ખુશ છે. તમામે નીનાને અનેકગણી શુભકામનાઓ પાઠવી છે.

નોંધનીય છે કે, રવિવારે ન્યુજર્સીના એટ્લાન્ટિક સિટીમાં આયોજિત પ્રતિષ્ઠિત સૌંદર્ય પ્રતિયોગિતામાં સિરાકુજ શહેરની દાવુલુરીને તાજ અને 50 હજાર ડોલરની ઇનામી રાશી આપવામાં આવી.

નીના મૂળ રૂપે ભારતના આંધ્ર પ્રદેશના વિજયવાડા જિલ્લા સાથે સંબંધ ધરાવે છે. તે પહેલી એનઆરઆઇ હતી, કે જેમણે મિસ અમેરિકામાં ભાગ લીધો અને આ પ્રતિયોગિતાને જીતી પણ લીધી. નીના માત્ર 24 વર્ષની છે અને આગળ જઇને તે ડોક્ટર બનવા માગે છે. તેથી પ્રતિયોગિતામાં તેને પ્લાસ્ટિક સર્જરી સાથે જોડાયેલા પ્રશ્નો કરવામાં આવ્યા. નીનાની પ્રતિયોગિતા દરમિયાન બૉલીવુડ ફોર્મેટની સ્ટેજ પ્રસ્તુતિ આપી, જેમાં તેને ઘણી જ પસંદ કરવામાં આવી.

મિસ અમેરિકા સૌંદર્ય પ્રતિસ્પર્ધાના આયોજકો અનુસાર, દાવુલુરીએ સેન્ટ. જોસેફ હાઇસ્કૂલ અને યુનિવર્સિટી ઓફ મિશીગનમાં અભ્યાસ કર્યો છે. દર્શનશાસ્ત્રમાં સ્નાતક દાવુલુરીને મિશીગન મેરિટ એવોર્ડ, નેશનલ ઓનર સોસાયટી જેવા સન્માન પણ મેળવ્યા છે. મિસ અમેરિકા પ્રતિયોગિતામાં દેશના 50 રાજ્યોની 53 સ્પર્ધકોનો ભાગ લીધો. અંદાજે 100 વર્ષથી ચાલી રહેલી આ પ્રતિયોગિતાની શરૂઆત 1921માં થઇ હતી અને એબીસી ચેનલ પર તેનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

અમેરિકામાં ભારતીય સમુદાય પ્રભાવશાળી

અમેરિકામાં ભારતીય સમુદાય પ્રભાવશાળી

અમેરિકામાં ભારતીય સમુદાય પ્રભાવશાળી રીતે ઉભરીને બહાર આવી રહ્યો છે અને મિસ ન્યુયોર્ક ભારતીય મૂળની નીના દાવુલુરી(24)એ મિસ અમેરિકા પસંદ થયા બાદ આ વાત સાચી સાબિત થઇ રહી છે.

દાવુલુરીને તાજ અને 50 હજાર ડોલરનું ઇનામ

દાવુલુરીને તાજ અને 50 હજાર ડોલરનું ઇનામ

ન્યુજર્સીના એટ્લાન્ટિક સિટીમાં આયોજિત પ્રતિષ્ઠિત સૌંદર્ય પ્રતિયોગિતામાં સિરાકુજ શહેરની દાવુલુરીને તાજ અને 50 હજાર ડોલરની ઇનામી રાશી આપવામાં આવી.

 અન્ય સન્માન

અન્ય સન્માન

મિસ અમેરિકા સૌંદર્ય પ્રતિસ્પર્ધાના આયોજકો અનુસાર, દાવુલુરીએ સેન્ટ. જોસેફ હાઇસ્કૂલ અને યુનિવર્સિટી ઓફ મિશીગનમાં અભ્યાસ કર્યો છે. દર્શનશાસ્ત્રમાં સ્નાતક દાવુલુરીને મિશીગન મેરિટ એવોર્ડ, નેશનલ ઓનર સોસાયટી જેવા સન્માન પણ મેળવ્યા છે.

 દેશના 50 રાજ્યોની 53 સ્પર્ધકો

દેશના 50 રાજ્યોની 53 સ્પર્ધકો

મિસ અમેરિકા પ્રતિયોગિતામાં દેશના 50 રાજ્યોની 53 સ્પર્ધકોનો ભાગ લીધો. અંદાજે 100 વર્ષથી ચાલી રહેલી આ પ્રતિયોગિતાની શરૂઆત 1921માં થઇ હતી અને એબીસી ચેનલ પર તેનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

બૉલીવુડ ફોર્મેટની સ્ટેજ પ્રસ્તુતિ

બૉલીવુડ ફોર્મેટની સ્ટેજ પ્રસ્તુતિ

નીનાએ પ્રતિયોગિતા દરમિયાન બૉલીવુડ ફોર્મેટની સ્ટેજ પ્રસ્તુતિ આપી, જેમાં તેને ઘણી જ પસંદ કરવામાં આવી.

English summary
The Indian American descent Nina has been crowned as Miss America. Nina Davuluri is the first contestant from the Indian heritage and second consecutive contestant from New York to win the Miss America 2014 pageant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X