For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોર્વે કેસઃ ભારતીય દંપતિને ફટકારાઇ સજા

|
Google Oneindia Gujarati News

chandrasekhar-anupama
નોર્વે, 4 ડિસેમ્બરઃ નોર્વેમાં બાળકને ત્રાસ આપવાના ગુન્હા સબબ ધરપકડ કરાયેલા ભારતીય દંપતિને ઓસ્લો કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. જેમાં બાળકના પિતાને 18 મહિના તથા બાળકની માતાને 15 મહિનાની સજા ફટકારવામાં આવી છે. તેમના પર બાળકને ત્રાસ આપવાનો તથા સતત ખરાબ વર્તન કરવાના આરોપ લગવવામાં આવ્યા હતા અને તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ભારતીય દંપતિએ બાળકને સળગાવવાનો કર્યો'તો પ્રયાસ

બાળકને ત્રાસ આપવાના ગુન્હા સબબ ધરપકડ કરાયેલા ભારતીય દંપતિ અંગે કોર્ટ બુધવારે સજા સંભળાવવાની છે, ત્યારે જેમાં એક નવો ખુલાસો નોર્વે પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. નોર્વે પોલીસે જે અહેવાલ રજૂ કર્યો છે, તેમાં જણાવાયું છે કે સાત વર્ષીય બાળકને મારવામાં અને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઓસ્લો પોલીસ ડિપાર્ટમેન્ટના પ્રોસિક્યુશન હેડ કુર્ત લિરનું કહેવું છે, 'બાળકના શરીર પર બળવાના અને ચાઠાં પડવાના ચિન્હો છે, તેને બેલ્ડ વડે પણ મારવામાં આવ્યો હતો.' અહેવાલ અનુસાર, દંપતિએ તેમના બાળકને હોટ મેટલ ઓબ્જેક્ટથી સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે.

બાળકો પર સતત ખરાબ વર્તનનો હતો આરોપ

નોર્વેમાં રહેતા ભારતીય દંપતિ પર તેમના બાળકો પર સતત ખરાબ વર્તનનો આરોપ લગાવવામાં આવ્યો છે. બાળ શોષણના આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને ફરિયાદપક્ષે માંગણી કરી છે કે તેમના માતા-પિતાને ઓછામાં ઓછી 15 મહિનાની સજા થાય. કોર્ટમાં હાલ કેસ ચાલી રહ્યો છે. પોલીસ વિભાગે જણાવ્યું છે કે આ દંપતિ તેમના બાળકોને ધમકાવવાના, હિંસા કરવાના અને સજા ફટકારવાની કલમ નં 219 હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે.

ઓસ્લો પોલિસ વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર આ દંપતિને શંકાના આધારે ઘરપકડ કરવામાં આવી છે તે કાર્યવાહીથી બચવા માટે ભારત પરત ફરી શકે છે. બચાવ પક્ષની અપીલોની સુનાવણી પર કાર્યવાહી ચાલી રહી હતી અને આ મુદ્દે 4 ડિસેમ્બરના રોજ ઓસ્લોની જિલ્લા કોર્ટમાં ફેંસલો સંભળાવવામાં આવ્યો છે.

નોર્વે બાલ શોષણ કેસમાં ભારત સરકાર માથું નહી મારેઃ ખુર્શિદ

હૈદ્રાબાદના દંપતિની નોર્વેના ઓસ્લોમાં કરવામાં આવેલી ધરપકડનો કેસ જોર પકડી રહ્યો છે. નોર્વે કોર્ટ આ કેસમાં 3 ડિસેમ્બરના રોજ ચૂકાદો સંભળાવશે. પોતાના બાળકો પર કડકાઇ વર્તવાના આરોપોમાં માતા-પિતાને એક વર્ષની જેલ થઇ શકે છે. ત્યારે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે સ્પષ્ટતા કરી છે કે આ કેસમાં ભારત સરકાર માથું નહી મારે.

English summary
A Norway court has convicted an Indian couple for alleged child abuse. The court has awarded 15 month jail for mother and an 18 month sentence for father.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X